Budget 2023: બજેટમાં સિનિયર સિટિઝનોનું રખાશે ધ્યાન, પેન્શનરોને મળશે વધારે પૈસા?

|

Jan 30, 2023 | 7:36 PM

વધુ પેન્શન આપવા માટેનો આ કેસ 2005ની શરૂઆતથી ચાલી રહ્યો છે, ત્યારે હિમાચલ પ્રદેશ પર્યટન વિકાસ નિગમના ઘણા કર્મચારીઓએ નિવૃતી બાદ વધુ પેન્શન આપવાની માંગ કરી, તેની પર લાંબી ચાલેલી કાયદાકીય કાર્યવાહી ઓક્ટોબર 2016માં સુપ્રીમ કોર્ટમાં પહોંચી.

Budget 2023: બજેટમાં સિનિયર સિટિઝનોનું રખાશે ધ્યાન, પેન્શનરોને મળશે વધારે પૈસા?
Image Credit source: File Image

Follow us on

બજેટ આવવામાં હવે માત્ર થોડા દિવસોની વાર છે. ત્યારે સામાન્ય માણસની સાથે સાથે દેશના લગભગ 72 લાખ પેન્શનર્સને પણ સરકાર પાસેથી ઘણી રાહત અને પેન્શન તરીકે થોડી વધારે રકમ હાથમાં આવવાની અપેક્ષા છે, જેથી દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીમાં ખર્ચ નીકાળી શકાય. જો કે વધુ પેન્શન માટે હાલમાં સુપ્રીમ કોર્ટે EPFOને આદેશ આપ્યો છે પણ હાલમાં આ સેગમેન્ટમાં ઘણા ફેરફાર કરવાના બાકી છે. પ્રોવિડન્ડ ફંડ પેન્શન સ્કીમની પ્રોસેસને સરળ બનાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે લગભગ 2 મહિના પહેલા લોકોને વધુ વધુ પેન્શન મેળવવા માટે હકદાર માનતા આ આઈડિયાને સૈદ્ઘાંતિક પરવાનગી આપી દીધી. તેને લઈ ઈપીએફઓએ ડિસેમ્બરમાં ઘણા નિયમ નક્કી કર્યા છે પણ આ નિયમોએ સામાન્ય પેશર્ન્સ માટે એક મુશ્કેલી ઉભી કરી છે, કારણ કે આ સર્ક્યુલર પેશર્ન્સના એક ભાગને જ ટાર્ગેટ કરે છે અને તેમના માટે ઘણા પ્રકારની શરત છે.

આ પણ વાંચો: બજેટ પહેલા Gautam Adani કરશે ચમત્કારો, રોકાણકારો પણ બનશે માલામાલ

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

2005થી ચાલી રહ્યો છે કેસ

વધુ પેન્શન આપવા માટેનો આ કેસ 2005ની શરૂઆતથી ચાલી રહ્યો છે, ત્યારે હિમાચલ પ્રદેશ પર્યટન વિકાસ નિગમના ઘણા કર્મચારીઓએ નિવૃતી બાદ વધુ પેન્શન આપવાની માંગ કરી, તેની પર લાંબી ચાલેલી કાયદાકીય કાર્યવાહી ઓક્ટોબર 2016માં સુપ્રીમ કોર્ટમાં પહોંચી. તેની વચ્ચે કેન્દ્ર સરકારએ EPSથી જોડાયેલા નિયમોમાં ઘણા ફેરફાર કર્યા. કટ ટુ શોર્ટ, તમામ ઉત્તાર-ચઢાવ બાદ આખરે નવેમ્બર 2022માં આ કેસ ઉકેલાયો અને સુપ્રીમ કોર્ટે ઈપીએફઓને વધુ પેન્શન મેળવવાના નિયમ બનાવવા માટે કહ્યું. ડિસેમ્બરના અંતમાં આ નિયમોને લઈ ઈપીએફઓએ એક સર્ક્યુલર પણ જાહેર કર્યો છે.

ઈપીએફઓના સર્ક્યુલરનો ફાયદો નહીં

પેન્શનરોનો એક વર્ગનું કહેવું છે કે ડિસેમ્બર 2004 બાદ લગભગ 12 વર્ષ સુધી ઈપીએફઓ તરફથી નોકરી દરમિયાન વધુ પેન્શન મેળવવાની તે શરતોનું પાલન જ ના કરવા દીધું. ત્યારે જોઈન્ટ ઓપ્શનને શરત બનાવી રાખવી યોગ્ય લાગતુ નથી. ધ હિન્દુ બિઝનેસ લાઈનના એક અહેવાલ મુજબ આ પ્રકારથી એક મોટી સંખ્યામાં પેન્શનરોને વધુ પેન્શન મેળવવાથી બહાર કરી દીધા છે.

ત્યારે 1 સપ્ટેમ્બર 2014 બાદ નિવૃત થતા લોકોને આ દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેઓને તેના ફાયદા વિશે પણ શંકા છે. અપેક્ષા છે કે EPFO આગામી દિવસમાં આ નિયમોને યોગ્ય રીતે સમજી શકાય તેવું એક સર્ક્યુલર જાહેર કરી શકે છે.

બજેટમાં બદલાશે પેન્શનનો નિયમ?

હાલમાં પેન્શન અને પેન્શનરોનો મુદ્દો રાજકીય રૂપ લઈ ચૂક્યો છે. કોંગ્રેસની ઘણી રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લોન્ચ પણ કરી દીધી છે. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે બજેટમાં સરકાર પેન્શન નિયમોને સરળ બનાવવા માટે કામ કરી શકે છે, કારણ કે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા આ સરકારનું છેલ્લુ પૂર્ણ બજેટ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર બજેટમાં પેન્શનને લઈને કોઈ નિયમ બનાવે છે કે નહીં.

Published On - 5:21 pm, Tue, 17 January 23

Next Article