AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021 LIVE Streaming : બજેટ ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું? વાંચો આ અહેવાલમાં

ભારતના નાણાં પ્રધાન તરીકે નિર્મલા સિતારમણ આજે ત્રીજીવાર બજેટ રજુ કરશે. દેશના નાગરિકો નાણાંકીય વર્ષ 2021-22ના અંદાજપત્રનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે આગવી વ્યવસ્થા કરાઈ છે. મોબાઈલ એપ બનાવીને લોંચ કરાઈ છે જેનુ નામ છે “Union Budget Mobile App”. આ ઉપરાંત લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પરથી પણ સંસદમાં રજુ કરાયેલ બજેટનું જીવંત પ્રસારણ જોઈ શકાશે.

Budget 2021 LIVE Streaming : બજેટ ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું? વાંચો આ અહેવાલમાં
Budget 2021
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 7:47 AM
Share

Budget 2021:સંસદનું બજેટ સત્ર શુક્રવારે 29 જાન્યુઆરી 2021 થી શરૂ થયું છે. આજે 1 ફેબ્રુઆરી, 2021 ને ​​સોમવારે  નાણાકીય વર્ષ 2021-2022નુ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ કેન્દ્રિય બજેટ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં ભારતના નાણાં પ્રધાન તરીકે નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)નું  આ ત્રીજું બજેટ છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગત શુક્રવારે સંસદમાં આર્થિક સર્વે 2021 રજૂ કર્યો હતો. આર્થિક સર્વેમાં, નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી વૃદ્ધિ 11 ટકા રહેવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તે જ સમયે,  નાણાકીય વર્ષ 2021 માં રાજકોષીય ખાધ લક્ષ્ય કરતા વધુ હોવાની સંભાવના છે. સર્વેમાં, નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ -7.7 ટકા રહેવાનો અંદાજ છે.

પળેપળની જાણકારી મળશે કોરોનાને જોતા આ વર્ષનું બજેટ સંપૂર્ણ રીતે પેપરલેસ રાખવામાં આવ્યું છે. અને તેને લોકો સુધી પહોંચાડવા માટે એક મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશે માહિતી મેળવી શકે. આ એપ્લિકેશનનું નામ છે “Union Budget Mobile App” જે તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા લોંચ કરાઈ છે. યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરાઈ છે.

બજેટ LIVE જોઈ શકાશે જો તમે દસ્તાવેજ ઉપરાંત બજેટ ભાષણ LIVE જોવા માંગતા હોય, તો તમે તેને તમારા મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. આ માટે, તમારે લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવું પડશે. માહિતી માટે જણાવીએ કે નાણાંમંત્રી દ્વારા કેન્દ્રીય બજેટનું ભાષણ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ સિવાય બજેટ લોકસભા ટીવી, દૂરદર્શન, રાજ્યસભા ટીવી વગેરે પર પણ પ્રસારિત કરવામાં આવશે. યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ બજેટ જોઇ શકાશે.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">