AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: બજેટ રજૂ થાય તે પહેલાં મળ્યા સારા સમાચાર, આ મોરચે મળી મોટી સફળતા

Budget 2021: આજે સવારે 11 વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. આ પહેલા પણ સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. GST કલેક્શનનો રેકોર્ડ જાન્યુઆરીમાં વધ્યો છે.

Budget 2021: બજેટ રજૂ થાય તે પહેલાં મળ્યા સારા સમાચાર, આ મોરચે મળી મોટી સફળતા
Nirmala Sitaraman - Finance Minister of India
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 9:17 AM
Share

Budget 2021: આજે સવારે 11 વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. આ પહેલા પણ સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. GST કલેક્શનનો રેકોર્ડ જાન્યુઆરીમાં વધ્યો છે. જાન્યુઆરીમાં જીએસટીનું કુલ કલેક્શન 1.20 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

નાણાં મંત્રાલયે કહ્યું કે જાન્યુઆરી 2021 માં જીએસટી કલેક્શન અગાઉના વર્ષ કરતા ૮ ટકા વધ્યું છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ’31 જાન્યુઆરી 2021 ના ​​સાંજના 6 વાગ્યા સુધી જીએસટીની આવક 1,19,847 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ જીએસટી (CGT) રૂ .21,923 કરોડ, સ્ટેટ્સ જીએસટી (SGST) 29,014 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી (IGST) રૂ 60,288 છે.

જીએસટી કલેક્શનમાં થયેલા વધારા અંગે સરકારી સૂત્રો કહે છે કે કરવેરાની છેતરપિંડીના મામલે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના પગલે રીટર્ન ફાઇલિંગમાં તેજી આવી છે. નવેમ્બર 2020 થી અત્યાર સુધીમાં 274 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 8500 બોગસ કંપનીઓ વિરુદ્ધ 2700 કેસ નોંધાયા છે. આ કાર્યવાહીને કારણે 858 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા હતા.

જીએસટી કલેક્શનના આંકડા પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ૬ માસિક એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે સરેરાશ કલેક્શનમાં 24 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, બીજા ભાગમાં તેમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં આયાત માલની આવકમાં 16 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ઘરેલુ ટ્રાંઝેક્શનની આવકમાં 6 ટકાનો વધારો થયો છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">