Budget 2021: દેશનું પહેલું બજેટ 161 વર્ષ પહેલાં રજુ થયું હતું, જાણો ભારતીય બજેટનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા

|

Feb 01, 2021 | 7:18 AM

Budget 2021: આજે દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ ઉપર દરેક ભારતીયોની નજર હોય છે. જે દરેક ક્ષેત્ર અને વર્ગના વિકાસ, લાભ અને પડનારા બોજની સ્થિતિને વર્ણવે છે.

Budget 2021: દેશનું પહેલું બજેટ 161 વર્ષ પહેલાં રજુ થયું હતું, જાણો ભારતીય બજેટનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા
દેશનું પહેલું બજેટ 161 વર્ષ પહેલાં રજુ થયું હતું, જાણો ભારતીય બજેટનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા

Follow us on

Budget 2021: આજે દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ ઉપર દરેક ભારતીયોની નજર હોય છે. જે દરેક ક્ષેત્ર અને વર્ગના વિકાસ, લાભ અને પડનારા બોજની સ્થિતિને વર્ણવે છે. કોરોના મહામારીના કારણે આજનું બજેટ ખુબ મહત્વનું છે. આમતો દરેક દેશ બજેટ જાહેર કરે છે પરંતુ ભારતનો બજેટનો ઇતિહાસ અને પરાર્મપર બંને અનોખા છે.

દેશનું પહેલું બજેટ 161 વર્ષ પહેલાં રજુ થયું હતું
દેશનું પહેલું બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું. આઝાદી પછીનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ દેશના પ્રથમ નાણાં પ્રધાન આર કે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. આ બજેટ 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 ના સમયગાળા માટે હતું. 26 જાન્યુઆરી 1950 ના રોજ પ્રજાસત્તાકની સ્થાપના પછીનું પહેલું બજેટ જોન મથાઇએ 28 ફેબ્રુઆરી 1950 ના રોજ રજૂ કર્યું હતું.

બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે
સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવે છે અને ત્યારબાદ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બજેટ રજૂ થયા પછી શું થાય છે?
બજેટની રજૂઆત પછી તે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવું પડે છે. તે બંને ગૃહોમાંથી પસાર થયા પછી 1 એપ્રિલથી અમલમાં છે. આપણા દેશમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ છે.

બજેટની તૈયારી ૫ મહિના અગાઉથી શરૂ થાય છે
બજેટની તૈયારી 5 મહિના અગાઉથી શરૂ થાય છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન તમામ મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરિપત્રો મોકલે છે. જેમાં તેઓને આવતા નાણાકીય વર્ષ માટેના તેમના ખર્ચનો અંદાજ લગાવીને જરૂરી ફંડ્સ સૂચવવા કહેવામાં આવે છે.આ પછી ઓક્ટોબર -નવેમ્બરમાં નાણાં મંત્રાલયે અન્ય મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને કયા મંત્રાલય અથવા વિભાગને કેટલી ચૂકવણી કરવામાં આવે તે રકમનો નિર્ણય લે છે. બેઠક નક્કી થયા પછી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે.

બજેટમાં સંકળાયેલા અધિકારીઓને બહારના વ્યક્તિ સાથે સંપર્કની મંજૂરી અપાતી નથી
બજેટ દસ્તાવેજ બધું ફાઇનલ થયા પછી છાપવામાં આવે છે પરંતુ આ વખતે છાપકામ કરાયું નથી. નાણાં મંત્રાલયમાં બજેટ રજૂ થવાના આશરે એક અઠવાડિયા પહેલા હલવા વિધિ થાય છે. આ પછી સંબંધિત તમામ અધિકારીઓને નાણાં મંત્રાલયમાં રાખવામાં આવે છે અને કોઈ પણ બહારના વ્યક્તિનો સંપર્ક કરવાની મંજૂરી અપાતી નથી. બજેટ રજૂ થાય પછીજ આ અધિકારીઓને બહાર આવવાની છૂટ હોય છે.

Next Article