BUDGET 2021: ભારતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા IMPORT DUTY સંબંધિત મોટા ફેરફાર થઈ શકે છે

|

Jan 26, 2021 | 1:15 PM

દેશને મેન્યુફેક્ચરિંગ હબ( MANUFACTURING HUB) બનાવવા માટે સરકાર અનેક ચીજોની ઈમ્પોર્ટ ડ્યુટી (IMPORT DUTY)માં વધારા પર વિચાર કરી રહી છે.

BUDGET 2021: ભારતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા IMPORT DUTY સંબંધિત મોટા ફેરફાર થઈ શકે છે
container yard file pic

Follow us on

દેશને મેન્યુફેક્ચરિંગ હબ( MANUFACTURING HUB) બનાવવા માટે સરકાર અનેક ચીજોની ઈમ્પોર્ટ ડ્યુટી (IMPORT DUTY)માં વધારા પર વિચાર કરી રહી છે. તે જ સમયે, કેટલાક કાચા માલની આયાત ડ્યુટી પણ ઘટાડી શકે છે. ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આ ઘોષણાઓ થઈ શકે છે. નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યત્વે દેશમાં સરળતાથી ઉત્પન્ન થતી ચીજોની આયાત પર ડ્યુટી વધારી શકાય છે.

આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત પછી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આવા ઉત્પાદનોની સૂચિ તૈયાર કરવામાં આવી હતી, જે સરળ ઉત્પાદન હોવા છતાં આયાત કરવામાં આવી રહી છે. આ પ્રકારના 200 ઉત્પાદનોની ઓળખ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં આમાંથી કેટલાક ઉત્પાદનોની આયાત પરની ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે.

મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો રોજગારની નવી તકો ઉભી કરશે જે માંગ વધારવામાં મદદ કરશે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ, વોશિંગ મશીન, રબર પ્રોડક્ટ્સ, ચામડાની વસ્ત્રો, મેન મેઇડ ફાઇબર, પોલિશ્ડ હીરા જેવી ચીજો પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થઈ શકે છે. નિકાસ સંભવિત સાથે સંકળાયેલ કાચા માલની આયાત ડ્યુટી પણ ઘટાડી શકાય છે જેથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનોની માંગ વધે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) એ નાણાં પ્રધાનને બજેટમાં આર એન્ડ ડી ના નિકાસને વધારવા કરવા ઈન્સેન્ટિવ આપવા જણાવ્યું છે. ફિયોના પ્રમુખ શરદકુમાર સરાફે કહ્યું કે આર એન્ડ ડી નિકાસ માટે ઘણી સંભાવનાઓ છે અને તેને પ્રોત્સાહિત કરવા માટે સરકારે દેશમાં આર એન્ડ ડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ બનાવવી પડશે.

Next Article