Budget 2021: જાણો મોદી સરકારના શાસનમાં બજેટના દિવસે શેરબજારનો કેવો રહ્યો છે મિજાજ

Budget 2021 : શેરના બજારો છેલ્લા 6 ટ્રેડિંગ સેશનના ઘટાડા સાથે બંધ થયું છે. પાછલા છ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 3507 પોઇન્ટ અને નિફ્ટીમાં 956 પોઇન્ટનો ઘટાડો થયો છે. શેર બજારમાં સતત ઘટાડાને કારણે અત્યાર સુધીમાં આ છ દિવસોમાં રોકાણકારોના 11.60 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 178.30 લાખ કરોડ […]

Budget 2021: જાણો મોદી સરકારના શાસનમાં બજેટના દિવસે શેરબજારનો કેવો રહ્યો છે મિજાજ
Budget 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 8:17 AM

Budget 2021 : શેરના બજારો છેલ્લા 6 ટ્રેડિંગ સેશનના ઘટાડા સાથે બંધ થયું છે. પાછલા છ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 3507 પોઇન્ટ અને નિફ્ટીમાં 956 પોઇન્ટનો ઘટાડો થયો છે. શેર બજારમાં સતત ઘટાડાને કારણે અત્યાર સુધીમાં આ છ દિવસોમાં રોકાણકારોના 11.60 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે.

બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 178.30 લાખ કરોડ થઈ છે. 20 જાન્યુઆરીના રોજ શેરબજાર ની માર્કેટકેપ રૂ 189.91 લાખ કરોડ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ખૂબ જ મહત્વપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આજે શેરબજારની સ્થિતિ નાણામંત્રીની ઘોષણાઓ પર આધારીત રહશે. ચાલો આપણે જાણીએ કે નરેન્દ્ર મોદીની NDA બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે શેર બજારે કેવી પ્રતિક્રિયા આપી હતી.

Budget 2020-21 (1 ફેબ્રુઆરી 2020, 988 પોઇન્ટ ગગડ્યો સેન્સેક્સ) 1 ફેબ્રુઆરી 2020 ના રોજ નિર્મળા સીતારામને 2020-21 નું બજેટ રજૂ કર્યું હતું. 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 988 અંક ઘટ્યો હતો અને 39735 ના સ્તરે બંધ થયો હતો. તે પહેલા સતત ત્રણ દિવસ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બજેટ રજૂ થયા બાદ માર્કેટમાં સતત ચાર દિવસ સુધી તેજી જોવા મળી હતી.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

Budget 2019-20 (1 ફેબ્રુઆરી, 2019 ના રોજનું વચગાળાનું બજેટ, સેન્સેક્સ 213 પોઇન્ટ વધ્યો હતો) 2019 માં લોકસભાની ચૂંટણી હતી. 11 એપ્રિલથી 23 મે વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. તેથી 1 ફેબ્રુઆરી 2019 ના રોજ પિયુષ ગોયલે નાણાકીય વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. તે દિવસે શેરબજારમાં 213 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 36469 ના સ્તર પર બંધ રહ્યો હતો.

Budget 2019-20 (5 જુલાઈ, 2019, 395 પોઇન્ટ ઘટ્યો સેન્સેક્સ) લોકસભાની ચૂંટણીમાં મોદી ફરી ચૂંટાઈ આવ્યા અને 5 જુલાઈએ નિર્મલા સીતારામને મોદી સરકારના બીજા કાર્યકાળ માટેનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. 5 જુલાઈએ સેન્સેક્સ 395 પોઇન્ટના ઘટાડા સાથે 39513 ના સ્તરે બંધ રહ્યો હતો.

Budget 2018-19 (1 ફેબ્રુઆરી 2018, સેન્સેક્સમાં 59 પોઇન્ટનો ઘટાડો) અરૂણ જેટલીએ 1 ફેબ્રુઆરી 2018 ના રોજ બજેટ રજૂ કર્યું હતું. તે દિવસે સેન્સેક્સમાં 59 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 35906 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 30 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધીના સતત સાત સત્રોમાં લગભગ 2000 પોઇન્ટ ગુમાવ્યા હતા.

Budget 2017-18 (1 ફેબ્રુઆરી 2017, સેન્સેક્સ 486 પોઇન્ટ ઉછળ્યો) અરૂણ જેટલીએ 1 ફેબ્રુઆરી 2017 ના રોજ નાણાકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કર્યું હતું. તે દિવસે સેન્સેક્સ 486 અંકના વધારા સાથે 28141 ના સ્તરે બંધ રહ્યો હતો. તે પહેલાં તે સતત બે ટ્રેડિંગ સેશનમાં ઘટ્યો હતો પરંતુ બજેટ દિવસથી તે સતત ચાર ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયો હતો.

Budget 2016-17 (29 ફેબ્રુઆરી 2016, 152 પોઇન્ટ ઘટ્યો સેન્સેક્સ) અરુણ જેટલીએ 29 ફેબ્રુઆરી 2016 ના રોજ નાણાકીય વર્ષ 2016-17નું બજેટ રજૂ કર્યું હતું. તે દિવસે સેન્સેક્સમાં 152 પોઇન્ટનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 23002 ના સ્તરે બંધ રહ્યો હતો. શેર બજારો બજેટ પછી સતત છ ટ્રેડિંગ સેશન્સમાં તેજી રહી હતી.

Budget 2015-16 (28 ફેબ્રુઆરી 2015, સેન્સેસમા 141 અંકની તેજી દેખાઈ હતી) અરુણ જેટલીએ 28 ફેબ્રુઆરી 2015 ના રોજ નાણાકીય વર્ષ 2015-16નું બજેટ રજૂ કર્યું હતું. સેન્સેક્સ તે દિવસે 141 પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. તે 29361 ના સ્તરે બંધ હતો. શેરબજાર પહેલાથી જ તેજી સાથે ચાલતું હતું.

Budget 2014-15 (10 જુલાઈ 2014, સેન્સેક્સ 72 પોઇન્ટ ઘટ્યો હતો) નાણાકીય વર્ષ 2014-15 માટે બજેટ બે વાર રજૂ કરાયું હતું. 2014 માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. 17 ફેબ્રુઆરી, 2014 ના રોજ પી ચિદમ્બરમે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તે દિવસે સેન્સેક્સ 98 અંક વધીને 20464 પર બંધ રહ્યો હતો. 10 જુલાઈ 2014 ના રોજ, અરુણ જેટલીએ નાણાકીય વર્ષ 2014-15નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. તે દિવસે સેન્સેક્સમાં 72 અંકનો ઘટાડો થયો હતો અને તે 25372 ના સ્તર પર બંધ રહ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">