Budget 2021: નાણાં મંત્રીના Never Before ના દાવા છતાં અનેક પડકાર, પૂરતા રોજગાર વિના આર્થિક સુધારણા મુશ્કેલ

|

Jan 22, 2021 | 3:45 PM

Budget 2021: નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે(Nirmala Sitharaman) અનેકવાર કહ્યું છે કે વર્ષ 2021 નું બજેટ ઐતિહાસિક હશે. તેઓએ આ બજેટ માટે ‘Never Before’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.

Budget 2021: નાણાં મંત્રીના Never Before ના દાવા છતાં અનેક પડકાર, પૂરતા રોજગાર વિના આર્થિક સુધારણા મુશ્કેલ
Nirmala Sitharaman (File Picture)

Follow us on

Budget 2021: નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે(Nirmala Sitharaman) અનેકવાર કહ્યું છે કે વર્ષ 2021 નું બજેટ ઐતિહાસિક હશે. તેઓએ આ બજેટ માટે ‘Never Before’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. આવી સ્થિતિમાં સરકાર પાસેથી દરેક ક્ષેત્ર અને વર્ગના લોકોની અપેક્ષાઓ ઘણી વધારે છે પરંતુ તેની સામે અનેક પડકારો છે. અર્થતંત્રની ગતિને વેગ આપવા માટે માંગ વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ સિવાય રોજગાર પેદા કરવાણી પ્રાથમિકતા હોવી જોઈએ. જો રોજગાર નહીં વધે તો માંગ વધારવી મુશ્કેલ થઈ જશે.

એક અહેવાલ મુજબ જો ભારતીય અર્થવ્યવસ્થામાં માંગની વાત કરવામાં આવે તો સ્થાનિક માંગનું યોગદાન GDPના 60 ટકાની નજીક છે. આવી સ્થિતિમાં, દરેકની પાસે નોકરી હોવી જોઈએ જેથી માંગ સતત ચાલુ રાખી શકાય તે ખૂબ મહત્વનું છે. લોકડાઉનને કારણે જોબ માર્કેટમાં ભારે અસર પડી હતી. CMIEના અહેવાલ મુજબ બેરોજગારીનો દર એપ્રિલ અને મહિનામાં 24 ટકા પર પહોંચી ગયો હતો. ડિસેમ્બર મહિનામાં આ દર 9.06 ટકા હતો.

બેંક અમેરિકાના ઇકોનોમિસ્ટ ઇન્દ્રનીલ સેન ગુપ્તા કહે છે કે કોરોના વાયરસને કારણે ડિમાન્ડ શોક લાગ્યો છે. આવી સ્થિતિમાં માંગને વેગ આપવા માટે સરકાર પાસે બે વિકલ્પો છે. ક્યા તો તે ટેક્સ ઘટાડે અથવા તેને લોકોના હાથમાં પૈસા આપવામાં આવે જેથી તે ખર્ચ કરશે અને માંગમાં વેગ આવશે. આર્થિક નિષ્ણાતોએ તાજેતરમાં જ પીએમ મોદી સાથે બેઠક કરી હતી. તેમણે સૂચવ્યું હતું કે ઈન્ફ્રા. સેક્ટર પર વધુને વધુ ખર્ચ કરવાની જરૂર છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સરકાર ખર્ચ પર પણ ભાર આપવા માંગે છે પરંતુ તેની આવકમાં ઘટાડો થયો છે. આવક એટલી નીચે આવી ગઈ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.5 ટકાના અંદાજ સામે 7.5 ટકા સુધી પહોંચવાનું અનુમાન છે. જો કે, ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળામાં સરકારના વેરા વસૂલાતમાં વધારો થયો છે. ઘણા આર્થિક નિષ્ણાતો કહે છે કે ભારતીના અર્થતંત્રમાં વી આકારની રિકવરી થશે. કર વસૂલાતમાં તેજીની અપેક્ષા છે કે વર્ષ 2021 માં રિકવરી ખૂબ ઝડપથી થશે.

Next Article