AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: SP Hinduja Death: Ashok Leylandના ચેરમેન એસ.પી. હિંદુજાનું 87 વર્ષની વયે નિધન, લંડનમાં લીધા અંતિમ શ્વાસ

હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસ. પી. હિન્દુજાનું 87 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા એસ. પી. હિન્દુજાએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા. હિન્દુજા ગ્રુપને સંભાળતા 4 ભાઈઓમાં તેઓ સૌથી મોટા હતા.

Breaking News: SP Hinduja Death: Ashok Leylandના ચેરમેન એસ.પી. હિંદુજાનું 87 વર્ષની વયે નિધન, લંડનમાં લીધા અંતિમ શ્વાસ
Hinduja Group Chairman Srichand Parmanand Hinduja
| Updated on: May 17, 2023 | 8:14 PM
Share

‘અશોક લેલેન્ડ’ નામથી બસ અને ટ્રક બનાવનારી કંપની હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસ. પી. હિન્દુજાનું 87 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા એસ. પી. હિન્દુજાએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા. હિન્દુજા ગ્રુપને સંભાળતા 4 ભાઈઓમાં તેઓ સૌથી મોટા હતા.

હિન્દુજા પરિવારના પ્રવક્તાએ તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. પ્રવક્તાએ કહ્યું છે કે ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજા સાથે સમગ્ર હિન્દુજા પરિવારે તેમના મોટા ભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસ. પી. હિન્દુજા ડિમેન્શિયાથી પીડિત હતા.

1952માં હિન્દુજા ગ્રુપમાં જોડાયા

એસ. પી. હિન્દુજાએ 50ના દાયકામાં અભ્યાસ પૂરો કર્યા પછી 1952માં હિન્દુજા ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ હિન્દુજા ગ્રુપના સ્થાપક પરમાનંદ દીપચંદ હિન્દુજાના મોટા પુત્ર હતા. મૂળ સિંધનો (હવે પાકિસ્તાનમાં) હિંદુજા પરિવાર 1914માં મુંબઈ આવી ગયો હતો. હિંદુજા પરિવારે 1919માં તેની બિઝનેસ સફર શરૂ કરી હતી.

આ પણ વાંચો: દેશમાં બનશે સસ્તા લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટર, 2 લાખ લોકોને મળશે રોજગારી

હિન્દુજા ગ્રુપ મુખ્યત્વે મર્ચન્ટ બેંકિંગ અને ટ્રેડિંગ સાથે કામ કરે છે. 1979 સુધી કંપનીનું મુખ્ય મથક ઈરાનમાં હતું. જે બાદ આખો હિન્દુજા પરિવાર લંડન શિફ્ટ થઈ ગયો. આજે હિન્દુજા પરિવાર લંડનના સૌથી અમીર લોકોમાં સામેલ છે.

100થી વધુ દેશોમાં ચાલી રહ્યો છે ગ્રૂપનો બિઝનેસ

પરમાનંદ દીપચંદ હિન્દુજાનો જન્મ પાકિસ્તાનના સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લામાં થયો હતો. હિન્દુજા ગ્રુપે વર્ષ 1919માં ઈરાનની મદદથી ઈન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં, હિન્દુજા ગ્રુપ વિશ્વના સૌથી મોટા વૈવિધ્યસભર ગ્રુપમાંનું એક છે.

કંપનીનો બિઝનેસ 11 સેક્ટરમાં છે અને તેમાં અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ બેન્ક જેવા મોટા નામો પણ સામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુજા ગ્રુપ દુનિયાના 100થી વધુ દેશોમાં બિઝનેસ કરે છે અને લગભગ 38 દેશોમાં તેની ઓફિસો છે. હિન્દુજા ગ્રુપની ડઝનબંધ કંપનીઓ છે, જેમાંથી 6 કંપનીઓ માત્ર ભારતમાં જ લિસ્ટેડ છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">