Breaking News: જૂનમાં EPFOમાં થશે મોટા ફેરફાર ! જાણો તમને કેવી રીતે કરશે અસર
EPFO એ તેનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એવી અપેક્ષા છે કે જૂન 2025 થી, EPF સભ્યો UPI અને ATM દ્વારા તાત્કાલિક PF ના પૈસા ઉપાડી શકશે, જેનાથી પહેલાની જેમ લાંબી પ્રક્રિયાનો અંત આવશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના પ્લેટફોર્મને આધુનિક બનાવવા જઈ રહ્યું છે. EPFO એ તેનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. EPFO 3.0 નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જે જૂન 2025 થી સક્રિય થઈ શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા, PF સભ્યો દ્વારા તેમના ભવિષ્ય નિધિ ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બનાવવામાં આવશે.
હવે PF પૈસા ઉપાડવા સરળ બનશે
EPFO 3.0 હેઠળ, હવે કર્મચારીઓ UPI અને ATM ની મદદથી તેમના PF ના પૈસા ઉપાડી શકશે. પહેલા ફોર્મ ભરવા, મંજૂરીની રાહ જોવા જેવી લાંબી પ્રક્રિયાઓ હવે ઇતિહાસ બની જશે. અહેવાલો અનુસાર, મોટાભાગના દાવાઓ હવે આપમેળે પ્રક્રિયા કરવામાં આવશે, અને સમાધાન ફક્ત 3 દિવસમાં શક્ય બનશે.
EPFO 3.0 માં મોટા ફેરફારો
ATM અને UPI માંથી ઉપાડ: PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે હવે ATM કાર્ડ જેવા ઉપાડ કાર્ડ જાહેર કરવામાં આવશે.
ઓનલાઈન બેલેન્સ ચેક અને ફંડ ટ્રાન્સફર: સભ્યો તેમના પીએફ બેલેન્સ ઓનલાઈન ચેક કરી શકે છે અને તેમની પસંદગીના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકે છે.
ડિજિટલ kyc અપડેટ: મોબાઇલ ઓટીપી વેરિફિકેશન દ્વારા એકાઉન્ટ અપડેટ્સ સરળ બનશે.
સુરક્ષા પર ખાસ ધ્યાન: બધા વ્યવહારો અને અપડેટ્સ માટે મજબૂત સુરક્ષા પગલાં શામેલ કરવામાં આવ્યા છે.
ATMમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા?
- EPFO વિડ્રોલ કાર્ડ મેળવો, જે તમારા PF ખાતા સાથે લિંક થશે.
- ઓનલાઈન દાવો કરો (90% દાવા હવે ઓટોમેટેડ થશે).
- ક્લેમ સેટલમેન્ટ પછી વિડ્રોલ કાર્ડ દ્વારા ATMથી પૈસા ઉપાડો
- ઉપાડ મર્યાદા તમે પસંદ કરેલા કારણ પર નિર્ભર રહેશે – જે કુલ બેલેન્સના 50% થી 90% સુધીની હોઈ શકે છે.
PF ઉપાડવા માટેની જરુરી વસ્તુઓ
- UAN (Universal Account Number) એક્ટિવ હોવું જોઈએ.
- મોબાઇલ નંબર, આધાર, પાન અને બેંક ખાતું – બધું UAN સાથે લિંક થયેલ હોવું જોઈએ.
- ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો, રદ કરાયેલ ચેક (IFSC અને એકાઉન્ટ નંબર ધરાવતો) અને UPI/ATM ઈન્ટ્રીગ્રેશન જરૂરી રહેશે.
