Bank Holidays: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ હોલિડે કેલેન્ડરનું લિસ્ટ
ઓગસ્ટમાં રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોને કારણે, વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

bank holiday
દર મહિનાની જેમ, ઓગસ્ટ 2025 માં પણ બેંકો ઘણા દિવસો બંધ રહેશે. જો તમારી પાસે પાસબુક અપડેટ કરવી, રોકડ જમા કરાવવી, ડ્રાફ્ટ મેળવવો અથવા લોકર ઍક્સેસ કરવું જેવા કોઈ મહત્વપૂર્ણ બેંક કામ હોય, તો અત્યારથી જ તેનું આયોજન કરવું સારું રહેશે. RBIએ બેંક હોલિડેની યાદી જાહેર કરી છે
દરેક રાજ્યની બેંક રજાઓ સમાન હોતી નથી, તેથી એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારા શહેરમાં કઈ તારીખે બેંકો બંધ રહેશે .
ઓગસ્ટમાં રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોને કારણે, વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. 8, 9, 13, 15, 16, 19, 25, 27 અને 28 ઓગસ્ટના રોજ વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 2025 માટે રજાઓની સંપૂર્ણ યાદી
- આ વખતે ઓગસ્ટમાં કુલ 15 રજાઓ રહેશે, જેમાંથી લગભગ 7 દિવસ સપ્તાહાંતની રજાઓ છે અને બાકીના રાજ્ય/તહેવારો અનુસાર છે.
- 3 ઓગસ્ટ, 2025, રવિવારના રોજ દેશભરમાં બધી બેંકો બંધ રહેશે.
- 8 ઓગસ્ટ, 2025ના રોજ તેંગણા પોર્ણિમા અને ઝુલન પૂર્ણિમા નિમિત્તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે.
- 9 ઓગસ્ટે બીજા શનિવારના કારણે દેશભરમાં બેંકિંગ સેવાઓ બંધ રહેશે, આ દિવસે રક્ષાબંધન પણ છે
- 10 ઓગસ્ટ, 2025, રવિવારના રોજ દેશભરમાં બધી બેંકો બંધ રહેશે.
- કેરળમાં ઓણમ તહેવારની રજાને કારણે 13 ઓગસ્ટના રોજ બેંકો બંધ રહેશે.
- 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના દિવસે દેશભરમાં બેંક રજા રહેશે.
- પારસી નવા વર્ષને કારણે 16 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બેંકો બંધ રહેશે.
- 17 ઓગસ્ટ, 2025, રવિવારના રોજ દેશભરમાં બધી બેંકો બંધ રહેશે.
- 19 ઓગસ્ટના રોજ મહારાજા વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરની જયંતિ પર અગરતલામાં બેંક બંધ રહેશે..
- 23 ઓગસ્ટના રોજ ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 25 ઓગસ્ટ, 2025, રવિવારના રોજ દેશભરમાં બધી બેંકો બંધ રહેશે.
- 25 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીને કારણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
- 27 ગુજરાત, બેલાપુર, મુંબઈ અને નાગપુર (મહારાષ્ટ્ર), બેંગલુરૂ (કર્ણાટક), ભુવનેશ્વર (ઓડિશા), ચેન્નઈ (તમિલનાડુ), હૈદરાબાદ (તેલંગણા), પણજી (ગોવા), વિજયવાડા (આંધ્ર પ્રદેશ) માં બેંક ગણેશ ચતુર્થી અને સંવત્સરી અને વરસિદ્ધિ વિનાયક વ્રત તથા ગણેશ પૂજાને કારણે બંધ રહેશે.
- 29 ઓગસ્ટે તિરુવોનમ ઓણમનો મુખ્ય દિવસના રોજ કેરળમાં બેંક સેવાઓ ફરી એકવાર બંધ રહેશે.
- 31 ઓગસ્ટ 2025, રવિવારના રોજ દેશભરમાં બધી બેંકો બંધ રહેશે.
