Bank Holidays July 2023 : આ મહિને કેટલા દિવસ બેંક બંધ રહેશે? વરસાદમાં ઘરેથી નીકળતા પહેલા યાદી તપાસો
Bank Holidays July 2023 : ભલે હવે બેંકિંગ સેક્ટરની મોટાભાગની કામગીરી ઓનલાઈન(Online Banking) થઈ ગઈ છે જેના કારણે તમારે બેંકમાં બહુ ઓછા જવુ પડે છે. આમાં પૈસા ઉપાડવાથી લઈને કોઈને પૈસા મોકલવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ હજુ પણ તમારે ઘણા કામ માટે બેંક જવું પડશે.

Bank Holidays July 2023 : ભલે હવે બેંકિંગ સેક્ટરની મોટાભાગની કામગીરી ઓનલાઈન(Online Banking) થઈ ગઈ છે જેના કારણે તમારે બેંકમાં બહુ ઓછા જવુ પડે છે. આમાં પૈસા ઉપાડવાથી લઈને કોઈને પૈસા મોકલવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ હજુ પણ તમારે ઘણા કામ માટે બેંક જવું પડશે. તેમાં એફડી કરાવવી, પાસબુકમાં એન્ટ્રી કરવી, ડીડી કરાવવી, મોટી લોન લેવી જેવા અન્ય ઘણા કાર્યોનો સમાવેશ થાય છે. પરંતુ જો તમે જુલાઈ મહિનામાં બેંક જવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા તમારે જુલાઈ મહિનામાં બેંકની રજાઓ વિશે જાણી લેવું જોઈએ. જેથી તમારું કોઈ કામ અટકી ન જાય.
ઘર છોડતા પહેલા યાદી તપાસો
જો તમારી પાસે જુલાઈ 2023 ના આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો રજાઓની યાદી તપાસીનેજ જવું જોઈએ. વાસ્તવમાં બેંકો આવતા મહિને 15 દિવસ બંધ રહેશે. જો કે, આ બેંક રજાઓ રાજ્ય અનુસાર એકસાથે હોતી નથી જે અલગ અલગ હોઈ શકે છે. નોંધનીય છે કે બેંકોની રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અને કાર્યક્રમો પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં બેંકિંગ કામ માટે બ્રાંચમાં જવા માટે ઘરેથી નીકળવું ખૂબ જ જરૂરી છે, તો પહેલા RBIની બેંક હોલિડે લિસ્ટ પર એક નજર નાખો. એવું ન થાય કે તમે બ્રાન્ચ પર પહોંચો અને ત્યાં બેંકની રજાના કારણે ધક્કો ખાવો પડે.
Bank Holidays July 2023 મુજબ રજાઓની યાદી
- 2 જુલાઈ 2023: રવિવાર
- 5 જુલાઈ 2023: ગુરુ હરગોવિંદ સિંહ જયંતિ (જમ્મુ, શ્રીનગર)
- 6 જુલાઈ 2023: MHIP દિવસ (મિઝોરમ)
- 8 જુલાઈ 2023: બીજો શનિવાર
- 9 જુલાઈ 2023: રવિવાર
- 11 જુલાઈ 2023: કેર પૂજા (ત્રિપુરા)
- 13 જુલાઈ 2023: ભાનુ જયંતિ (સિક્કિમ)
- 16 જુલાઈ 2023: રવિવાર
- 17 જુલાઈ 2023: યુ તિરોટ સિંગ ડે (મેઘાલય)
- 21 જુલાઈ 2023: ડ્રુકપા ત્સે-ઝી (ગંગટોક)
- 22 જુલાઈ 2023: ચોથો શનિવાર
- 23 જુલાઈ 2023: રવિવાર
- 29 જુલાઈ 2023: મોહરમ (લગભગ તમામ રાજ્યોમાં)
- 30 જુલાઈ 2023: રવિવાર
- 31 જુલાઈ 2023: શહીદ દિવસ (હરિયાણા અને પંજાબ)
RBIની વેબસાઈટ રજાઓની યાદી જાહેર કરે છે
ભારતીય રિઝર્વ બેંક (RBI) વિવિધ રાજ્યો અને ઘટનાઓના આધારે તેની બેંક રજાઓની યાદી જાહેરકરે છે અને તેને તેની વેબસાઇટ પર દર વર્ષેઅપડેટ કરે છે. તમે તમારા મોબાઇલ. કેમ્પ્યુટર અથવા લેપોટોપ પર આ લિંક https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર ક્લિક કરીને મહિનાની દરેક બેંક રજાઓ વિશે માહિતી જાણી શકો છો.