Bank Holiday on Raksha Bandhan 2023 : આખરે મૂંઝવણનો આવ્યો અંત! ગુજરાતમાં આજે બેંક બંધ રહેશે,
Raksha Bandhan 2023: રક્ષા બંધન એક મહત્વનો હિંદુ તહેવાર છે. આ પર્વ ભારતભરમાં અને વિશ્વના વિવિધ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન આજે 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.ગુજરાતમાં આજે બેંક બંધ રહેશે.મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ સહિતની ઓનલાઈન બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

Bank Holiday : રક્ષા બંધન એક મહત્વનો હિંદુ તહેવાર છે. આ પર્વ ભારતભરમાં અને વિશ્વના વિવિધ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન(Raksha Bandhan 2023) આજે 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ સાથે કેટલાક શહેરોમાં તહેવાર ઉજવણી માટે 30 અથવા 31 ઓગસ્ટના રોજ ક્ષેત્ર અનુસાર બેંકો બંધ જોવા મળશે. ગુજરાતમાં આજે બેંક બંધ રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ ગુજરાત ,રાજસ્થાનના જયપુર અને હિમાચલ પ્રદેશના શિમલામાં 30 ઓગસ્ટે બેંકો બંધ રહેશે. દરમિયાન 31 ઓગસ્ટે ઉત્તરાખંડના દેહરાદૂન, સિક્કિમના ગંગટોક, ઉત્તર પ્રદેશના કાનપુર, લખનૌ, કેરળના કોચી અને તિરુવનંતપુરમમાં રક્ષાબંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પાંગ-લાબસોલના અવસર પર બેંકો બંધ રહેશે.
ઓનલાઇન સર્વિસ અને ATM કાર્યરત રહેશે
રક્ષાબંધનના પર્વએ આ તારીખો દરમિયાન બેંકો બંધ રહેશે ત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ સહિતની ઓનલાઈન બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.
આરબીઆઈ ત્રણ વિભાગ હેઠળ રજાઓ જાહેર કરે છે. આ રજાઓ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજાઓ, રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ રજાઓ અને બેંક એકાઉન્ટ ક્લોઝિંગ હેઠળ જાહેર કરવામાં આવે છે.
એકંદરે રાજ્યના આધારે ઓગસ્ટમાં સાપ્તાહિક અને તહેવારો સહિત ઘણી રજાઓ હતી. દરમિયાન આરબીઆઈ કેલેન્ડર મુજબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી સહિતની રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓને કારણે સપ્ટેમ્બરમાં બેંકો 16 દિવસ માટે બંધ રહેશે.
Bank Holidays September 2023 ની બેંકની રજાઓની યાદી આ મુજબ છે
- 3 સપ્ટેમ્બર, 2023: રવિવાર
- 6 સપ્ટેમ્બર, 2023: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી.
- 7 સપ્ટેમ્બર, 2023: જન્માષ્ટમી (શ્રાવણ વદ -8), અષ્ટમી
- 9 સપ્ટેમ્બર, 2023: બીજો શનિવાર.
- 10 સપ્ટેમ્બર, 2023: બીજો રવિવાર.
- 17 સપ્ટેમ્બર, 2023: રવિવાર.
- 18 સપ્ટેમ્બર, 2023: વર્સિદ્ધિ વિનાયક વ્રતા અને વિનાયક ચતુર્થી.
- 19 સપ્ટેમ્બર, 2023: ગણેશ ચતુર્થી.
- 20 સપ્ટેમ્બર, 2023: ગણેશ ચતુર્થી (બીજો દિવસ) અને નુઆખાઈ (ઓડિશા).
- 22 સપ્ટેમ્બર, 2023: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ.
- 23 સપ્ટેમ્બર, 2023: ચોથો શનિવાર અને મહારાજા હરિ સિંહનો જન્મદિવસ.
- 24 સપ્ટેમ્બર, 2023: રવિવાર.
- 25 સપ્ટેમ્બર, 2023: શ્રીમંત સંકરદેવની જન્મજયંતિ.
- 27 સપ્ટેમ્બર, 2023: મિલાદ-એ-શરીફ (પયગંબર મોહમ્મદનો જન્મદિવસ).
- 28 સપ્ટેમ્બર, 2023: ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબી
- 28 સપ્ટેમ્બર, 2023: ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબી ગંગટોક, જમ્મુ અને કાશ્મીરમાં રજા
Bank Holidays September 2023 ની સાપ્તાહિક રજાઓની યાદી નીચે મુજબ છે
-
- 3 સપ્ટેમ્બર: રવિવાર
- 9 સપ્ટેમ્બર: બીજો શનિવાર
- 10 સપ્ટેમ્બર: બીજો રવિવાર
- 17 સપ્ટેમ્બર: રવિવાર
- 23 સપ્ટેમ્બર: ચોથો શનિવાર
- 24 સપ્ટેમ્બર: રવિવાર
મૂંઝવણ ઉભી થઇ હતી
લોકો મૂંઝવણમાં હતા કે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવો 30 કે 31 ઓગસ્ટ? આ વખતે લોકો રાખીની ઉજવણીની તારીખો વિશે સ્પષ્ટ ન હતી. રક્ષાબંધનના દિવસે બેંકો ક્યારે બંધ રહેશે તે પણ સોસત જણાયું ન હતું.