Bank Holiday: આગામી 6 દિવસમાં માત્ર એકજ દિવસ બેન્ક ખુલશે , કરી લો પ્રોપર પ્લાનિંગ નહી તો પડશો મુશ્કેલીમાં

Bank Holiday : આજથી 6 દિવસમાં એકજ દિવસ બેન્ક ખુલ્લી રહેશે.આજે મહાશિવરાત્રી પર્વ છે. શુક્રવારના ચાલુ દિવસ બાદ શનિ - રવિની રજા અને ત્યાર બાદ સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલ છે.

Bank Holiday: આગામી 6 દિવસમાં માત્ર એકજ દિવસ બેન્ક ખુલશે , કરી લો પ્રોપર પ્લાનિંગ નહી તો પડશો મુશ્કેલીમાં
Bank Holidays March 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 11, 2021 | 7:34 AM

Bank Holiday : આજથી 6 દિવસમાં એકજ દિવસ બેન્ક ખુલ્લી રહેશે.આજે મહાશિવરાત્રી પર્વ છે. શુક્રવારના ચાલુ દિવસ બાદ શનિ – રવિની રજા અને ત્યાર બાદ સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલ છે. તો બેન્કના કામકાજ પતાવવા માત્ર શુક્રવાર મળશે

આજની શિવરાત્રીના પર્વની રજા બાદ શુક્રવાર, 12 માર્ચ, બધી બેંકો ખુલ્લી રહેશે. 13 માર્ચ એ મહિનાનો બીજો શનિવાર છે તેથી બેંકો બંધ રહેશે. 14 માર્ચને રવિવાર છે તો બેંકો બંધ છે. આ ઉપરાંત સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલને કારણે કામને અસર થશે. સરકારે બજેટ 2021 માં બે સરકારી બેંકો અને વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે તેના વિરોધમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, IBOC, NOBW, NOBO અને AINBOF જેવા બેંક યુનિયનો તરફ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

કામકાજ પર અસર થશે હડતાલ પર કેનેરા બેંકે તાજેતરમાં કહ્યું હતું કે તેની કામગીરીને અસર થઈ શકે છે. કેનેરા બેંક વતી કહેવામાં આવ્યું હતું કે અમને ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) તરફથી માહિતી મળી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એટલે કે UFBU તરફથી 15 અને 16 માર્ચે હડતાલ કરવામાં આવી રહી છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

હવે દેશમાં 12 સરકારી બેંકો હાલમાં દેશમાં 12 સરકારી બેંકો છે. બજેટની ઘોષણા પછી તેમની સંખ્યા ઘટીને 10 કરી દેવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષ માટે સરકારે રૂ. 1.75 લાખ કરોડનું વિનિવેશ અને ખાનગીકરણનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર આગામી દિવસોમાં જાહેર ક્ષેત્રની વધુ બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં દેશમાં ફક્ત 4 સરકારી બેંકો હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">