ટળી શકે છે બેડ બેન્કનું લોન્ચિંગ! આરબીઆઈએ દબાવ્યુ રીબૂટ બટન

સમાચાર એ છે કે રિઝર્વ બેંકે બેંકોના સેલિબ્રેટરી પ્રોગ્રામિંગ પર રીબૂટ બટન દબાવ્યું છે. હવે તમે વિચારતા જ હશો કે આટલા લાંબા સમયથી અમે જલેબીની જેમ શું વાત કરી રહ્યા છીએ. તો અહીં સંપૂર્ણ સમાચાર જાણી લો.

ટળી શકે છે બેડ બેન્કનું લોન્ચિંગ! આરબીઆઈએ દબાવ્યુ રીબૂટ બટન
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 03, 2022 | 6:05 PM

Bad Bank- બેંકોને આશા હતી કે નવા વર્ષની શરૂઆત તેમના લેઝરની સફાઈ સાથે થવા જઈ રહી છે, પરંતુ હવે તેમને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. સમાચાર એ છે કે રિઝર્વ બેંકે (Reserve Bank) બેંકોના સેલિબ્રેટરી પ્રોગ્રામિંગ પર રીબૂટ બટન (reboot button) દબાવ્યું છે. હવે તમે વિચારતા જ હશો કે આટલા લાંબા સમયથી અમે જલેબીની જેમ શું વાત કરી રહ્યા છીએ તો જાણો સંપૂર્ણ સમાચાર અહીં.

બેડ બેંકનું લોન્ચિંગ નવા વર્ષના પહેલા સપ્તાહમાં થવાનું હતું. આ બેંક આવ્યા પછી બેંકોની બેડ લોન બેડ બેંકમાં જાય અને બેંકોના ચોપડા ક્લીયર થઈ જાય. માની લો જો તેમના ચોપડા ક્લીયર થઈ ગયા હોત તો બેન્કોને મોજ જ પડવાની હતી. ત્યારબાદ બેન્કો ઉત્સાહપૂર્વક નવી લોન ગ્રાહકોને આપતા અને બેન્કોને તેમની જુની એનપીએ અને બેડ લોન વસુલવાની કોઈપણ પ્રકારની ચિંતા ન હોત. પરંતુ વ્યક્તિ દર વખતે જે વિચારે એવું થઈ જ જાય એવું પણ શક્ય નથી.

તો બેંકોના કિસ્સામાં પણ આવું જ બન્યું છે. અહેવાલો અનુસાર રિઝર્વ બેંક બેડ બેંકની બેવડી કામગીરીને મંજૂરી આપવાના મૂડમાં નથી.

ડ્યુઅલ સ્ટ્રક્ચર – આરબીઆઈએ બેંકોને સ્પષ્ટ કરી દીધું છે કે તેને બેડ બેંકની એક બાજુ બેડ લોનને લેવા માટે અને બીજી તરફ આ લોન માટે રિઝોલ્યુશન પ્રક્રિયા ચલાવવાના વ્યવસાય સામે વાંધો છે.

હવે તમે વિચારતા જ હશો કે આની શું અસર થશે? જેથી તેની તાત્કાલિક અસર એ થશે કે બેડ બેંકનું લોકાર્પણ મોકૂફ રહેવાનું છે અને તેની સાથે બેંકોની બેડ લોનમાંથી મુક્તિ મેળવવાની આશાઓ પણ અત્યારે ધૂળ ખાતી દેખાઈ રહી છે. સરકારી બેંકો આ મુદ્દાને વહેલી તકે ઉકેલવા માંગે છે કારણ કે સરકારે તેમને 1 ફેબ્રુઆરીએ બજેટ આવે તે પહેલા આ આઈટમમાં ઓછામાં ઓછો એક વ્યવહાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સરકારે ગત વર્ષે બજેટમાં બેડ બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી અને આવી સ્થિતિમાં જો નવું બજેટ આવે તે પહેલા તેને શરૂ કરવામાં નહીં આવે તો સરકારની હાંસી ઉડશે એ નક્કી છે. એકંદરે, સરકારી બેંકો આનાથી થોડી મૂંઝવણમાં છે અને આ મામલે રિઝર્વ બેંક શું સ્ટેન્ડ લે છે તે તો  આવનારો સમય જ કહેશે.

આ પણ વાંચો :  Stock Update : વર્ષના પહેલા કારોબારી દિવસે શેર્સમાં કેવી છે હલચલ? જાણો અહેવાલમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati