Gautam Adani માટે ફરી ચિંતાના સમાચાર આવ્યા? Adani Portsના ઓડિટર પદેથી Deloitte ની રાજીનામું આપવાની તૈયારી
અદાણી ગ્રૂપ(Adani Group) સામે યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગના વિસ્ફોટક અહેવાલ(Hindenburg's Report)થી સર્જાયેલી મુશ્કેલી હજુ સુધી યથાવત હોવાનું જણાય છે. અમેરિકા સ્થિત એકાઉન્ટિંગ જાયન્ટ ડેલોઇટ(Deloitte) અદાણી પોર્ટ્સ(Adani Ports)માંથી બહાર નીકળવાની વિચારી રહી છે.

અદાણી ગ્રૂપ(Adani Group) સામે યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગના વિસ્ફોટક અહેવાલ(Hindenburg’s Report)થી સર્જાયેલી મુશ્કેલી હજુ સુધી યથાવત હોવાનું જણાય છે. અમેરિકા સ્થિત એકાઉન્ટિંગ જાયન્ટ ડેલોઇટ(Deloitte) અદાણી પોર્ટ્સ(Adani Ports)માંથી બહાર નીકળવાની વિચારી રહી છે.
ફર્મના ભારતીય યુનિટે અદાણી પોર્ટ્સ અને ત્રણ ‘અસંબંધિત પક્ષો’ વચ્ચેના વ્યવહારો અંગે ચિંતા વ્યક્ત કર્યાના અઠવાડિયા પછી જ ડેવલોપમેન્ટ સામે આવ્યું છે. જાણકાર લોકોને ટાંકી જાહેર મીડિયા રિપોર્ટ અનુસાર Deloitte Haskins & Sells LLP એ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ(Adani Ports & Special Economic Zone Ltd)ને તેના રાજીનામાની યોજનાઓ પહેલાથી જ જણાવી દીધી છે.

શોર્ટ-સેલર રિપોર્ટને પગલે તેણે મે મહિનામાં અદાણી પોર્ટ્સ અને અન્ય ત્રણ એન્ટિટી વચ્ચેના વ્યવહારોને ફ્લેગ કર્યા હતા. ઓડિટરે તે સમયે કહ્યું હતું કે તે અદાણીના દાવાઓને ચકાસી શક્યું નથી અને તે નક્કી કરી શક્યું નથી કે વ્યવસાય સ્થાનિક કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે કે નહીં.
જ્યારે અહેવાલો આ ક્ષણે વણચકાસાયેલ છે ત્યારે આગામી દિવસોમાં ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે. જોકે પ્રકાશનમાં નોંધ્યું હતું કે ડેલોઈટ અને અદાણી પોર્ટ્સે ટિપ્પણી માટેની અગ્રણી મીડિયાની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.

દરમિયાન એક સ્ત્રોતને ટાંકીને રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે કે ડેલોઇટે અદાણી પોર્ટ્સને હિન્ડેનબર્ગ દ્વારા ફ્લેગ કરાયેલ સંબંધિત પક્ષના વ્યવહારો અંગે સ્વતંત્ર તપાસ કરવા જણાવ્યું હતું. કંપની સંમત ન થયા બાદ રાજીનામું આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે તેના કોર્પોરેટ ગવર્નન્સ અંગે પ્રશ્નો ઉઠાવ્યા બાદ અદાણી ગ્રૂપ સાથે જોડાયેલા શેરોએ આ વર્ષની શરૂઆતમાં બજાર મૂલ્યમાં લગભગ 150 બિલિયન ડોલર ગુમાવ્યા છે. તેણે તેનું દેવું ચૂકવ્યા પછી અને રોકાણકારોનો વિશ્વાસ મેળવ્યા પછી તેણે ગુમાવેલ સ્થાન પાછું મેળવી લીધું છે.
ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, તેને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો “દુર્ભાવનાપૂર્ણ પ્રયાસ” ગણાવ્યો હતો. મે મહિનામાં, સુપ્રીમ કોર્ટની પેનલે કહ્યું હતું કે ભાવમાં ચાલાકીના આરોપ પર નિયમનકારી નિષ્ફળતાનું નિષ્કર્ષ કાઢવું સંભવ નથી”.

Deloitte Haskins & Sells LLP એ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડને તેની રાજીનામાની યોજનાઓ વિશે જાણ કરી છે અને આગામી દિવસોમાં ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે, એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ બાબતની ચર્ચા કરતી વખતે ઓળખ ન આપવાનું કહ્યું હતું.