Adani Ports Q3FY2023 : અદાણીની કંપનીનો નફો 16% ઘટ્યો, આગામી નાણાકીય વર્ષમાં રૂપિયા 5000 કરોડની લોન ચૂકવશે
Adani Ports Q3FY2023 : અદાણી પોર્ટ્સ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 24%ના બજાર હિસ્સા સાથે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ કંપની છે. કંપનીના CEO કરણ અદાણીએ જણાવ્યું હતું કે, "કંપની નવ મહિનાના સમયગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને EBITDA સાથે વૃદ્ધિ કરી રહી છે."

Adani Ports Q3FY2023 : હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. વધતા વિવાદો વચ્ચે હવે અદાણી ગ્રુપ માટે વધુ એક માઠાં સમાચાર આવ્યા છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે કંપનીને ભારે નુકસાન થયું છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 16% ઘટીને ₹1,315.5 કરોડ થયો છે. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના CEO કરણ અદાણીએ જણાવ્યું હતું કે કંપની રૂ. 5000 કરોડની લોન ચૂકવવા પર વિચાર કરી રહી છે. કંપનીનો શેર આજે ઈન્ટ્રાડે ટ્રેડમાં 4.50% વધીને રૂ.564 પર ટ્રેડ થયો હતો જે બાદમાં થોડા કરેક્શન સાથે 555.95 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો.
નફા-નુકસાન ઉપર એક નજર
PAT માં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ઘટાડો Q3FY23 માં વધુ રહ્યો છે. કંપનીએ સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં ₹1,677.48 કરોડનો નફો નોંધાવ્યો હતો. તેની સરખામણીમાં આ ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 21.58% ઓછું છે. Q3FY23 માં કામગીરીમાંથી આવક રૂ. 4,786.17 કરોડ હતી જે Q3FY22 માં રૂ. 4,071.98 કરોડથી 17.54% વધી હતી. FY23 ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5,210.80 કરોડની સરખામણીએ, તે 8.15% નીચું છે. FY23 ના નવ મહિનાના સમયગાળા માટે અદાણી પોર્ટ્સની આવક 16% YoY વધીને ₹15,055 કરોડ થઈ હતી, જ્યારે EBITA વાર્ષિક ધોરણે 19% વધીને ₹9,562 કરોડ થઈ હતી. PAT વાર્ષિક ધોરણે 11% વધીને ₹4,252 કરોડ થયો છે.
કંપનીનું નિવેદન
અદાણી પોર્ટ્સ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 24%ના બજાર હિસ્સા સાથે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ કંપની છે. કંપનીના CEO કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “કંપની નવ મહિનાના સમયગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને EBITDA સાથે વૃદ્ધિ કરી રહી છે.” ઉપરાંત, અદાણીએ જણાવ્યું હતું કે, કંપનીએ હાઈફા પોર્ટ કંપની, IOTL, ICD , ઓશન સ્પાર્કલ અને ગંગાવરમ પોર્ટના વ્યવહારો પૂર્ણ કર્યા છે અને તેના બિઝનેસ મોડલને ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં રૂપાંતરિત કરવાની દિશામાં સારી પ્રગતિ કરી રહી છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 16% ઘટ્યો
દિવસની શરૂઆતમાં, અદાણી પોર્ટ્સે આજે તેના નાણાકીય વર્ષ 2022-23ના Q3 પરિણામો જાહેર કર્યા. કંપનીએ આ સમયગાળા દરમિયાન તેના નફામાં વાર્ષિક ધોરણે 16 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો જે રૂ. 1,315.4 કરોડ નોંધાયો હતો. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 1567 કરોડ રહ્યો હતો. ડિસેમ્બર 2022ના ક્વાર્ટરમાં અદાણી પોર્ટની આવક વાર્ષિક ધોરણે 17.5 ટકાના વધારા સાથે રૂ. 4786.2 કરોડ રહી હતી. . જણાવી દઈએ કે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીની આવક 4072 કરોડ રૂપિયા હતી.