Anil Ambani ની આ કંપની RBI એ પોતાના તાબા હેઠળ લીધી, કંપનીના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ

|

Nov 30, 2021 | 9:45 AM

રિલાયન્સ કેપિટલે ડિસેમ્બર 2018 પછી તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા નથી. ડિસેમ્બર 2018માં તેની આવક રૂ. 568 કરોડ હતી જ્યારે ચોખ્ખો નફો રૂ. 89 કરોડ હતો. આમાં પ્રમોટર્સનો હિસ્સો 1.51% છે. જનતા 97.85% હિસ્સો ધરાવે છે.

Anil Ambani ની આ કંપની RBI એ પોતાના તાબા હેઠળ લીધી, કંપનીના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ
Anil Ambani

Follow us on

ભારતીય રિઝર્વ બેંક દ્વારા અનિલ અંબાણી(Anil Ambani)ની રિલાયન્સ કેપિટલ(Reliance Capital )ના બોર્ડને બરતરફ કરવામાં આવ્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્રના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવને નવા એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે. સોમવારે કંપનીનો શેર 4.99% નીચી સર્કિટ સાથે રૂ. 19.05 પર બંધ થયો હતો અને આજે પણ લોઅર સર્કિટ સાથે 18.10 રૂપિયા ઉપર ખુલ્યો હતો. લોઅર સર્કિટનો અર્થ છે કે એક દિવસમાં તેનાથી વધુ ઘટાડો થઈ શકે નહીં.

કંપની વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ
રિલાયન્સ કેપિટલે 27 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી. તેણે કહ્યું હતું કે તે એક્સિસ બેન્ક અને HDFCને રૂ. 624 કરોડની લોન પર વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી છે. આ વ્યાજ તેણે 31 ઓક્ટોબર સુધીમાં ચૂકવવાનું હતું. HDFCને રૂ. 4.77 કરોડ અને એક્સિસ બેન્કે રૂ. 71 લાખનું વ્યાજ ચૂકવવાનું હતું. HDFC એ 10.6 અને 13% વ્યાજ ચૂકવવાનું હતું જ્યારે એક્સિસ બેંકે 8.25% વ્યાજ ચૂકવવાનું હતું. એપ્રિલ 2021 માં, કંપનીએ કહ્યું કે તે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં સક્ષમ નથી. આ વ્યાજ 22 એપ્રિલે ચૂકવવાનું હતું.

રિઝર્વ બેંકે માહિતી આપી હતી
રિઝર્વ બેંકે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. રિઝર્વ બેંકે કહ્યું કે રિલાયન્સ કેપિટલ તમામ ધિરાણકર્તાઓને ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી છે. તે જ સમયે કોર્પોરેટ ગવર્નન્સના ઘણા મુદ્દાઓ પણ સામે આવ્યા છે જે ચિંતાજનક છે. રિઝર્વ બેંકે કહ્યું કે કોર્પોરેટ ગવર્નન્સનો મુદ્દો ખૂબ જ ગંભીર છે જેને અવગણી શકાય નહીં. જૂન 2019 માં કંપનીના ઓડિટરોએ કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. જેમાં હિસાબની પદ્ધતિ પર પણ સવાલ ઉઠ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કંપનીએ 2018 થી પરિણામ જાહેર કર્યું નથી
રિલાયન્સ કેપિટલે ડિસેમ્બર 2018 પછી તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા નથી. ડિસેમ્બર 2018માં તેની આવક રૂ. 568 કરોડ હતી જ્યારે ચોખ્ખો નફો રૂ. 89 કરોડ હતો. આમાં પ્રમોટર્સનો હિસ્સો 1.51% છે. જનતા 97.85% હિસ્સો ધરાવે છે. પ્રમોટરોમાં અનિલ અંબાણી પાસે 11.06 લાખ શેર, ટીના અંબાણી 2.63 લાખ શેર, જય અનમોલ અંબાણી 1.78 લાખ શેર અને જય અંશુલ 1.78 લાખ શેર ધરાવે છે. કોકિલાબેન અંબાણી પાસે 5.45 લાખ શેર છે. અનિલ અંબાણીને બે પુત્રો જય અનમોલ અને જય અંશુલ છે.

આ પણ વાંચો :  Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ, સેન્સેક્સ 650 અને નિફટીમાં 183 અંક નો ઉછાળો

આ પણ વાંચો : RBI એ SBI બાદ હવે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી

Published On - 9:44 am, Tue, 30 November 21

Next Article