Share Market : શેરબજારમાં ઉતાર – ચઢાવી સ્થિતિ, ગો ફેશનનો શેર 90 ટકાના વધારા સાથે લિસ્ટેડ

સોમવારે શેરબજારમાં નીચલા સ્તરેથી જોરદાર રિકવરી જોવા મળી હતી.નિફ્ટી 17000ને પાર કરીને બંધ થયો હતો. કારોબારના અંતે સેન્સેક્સમાં 153 પોઈન્ટનો વધારો થયો છે અને તે 57261 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : શેરબજારમાં ઉતાર - ચઢાવી સ્થિતિ, ગો ફેશનનો શેર 90 ટકાના વધારા સાથે લિસ્ટેડ
Stock Market

મજબૂત વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર(Share Market)માં આજે ફ્લેટ શરૂઆત બાદ ઉતાર – ચઢાવ દેખાયો છે. નવેમ્બર મહિનાના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ લીલા નિશાન ઉપર જયારે નિફટી લાલ નિશાનનીચે ખુલ્યા હતા. આજના કારોબાની શરૂઆત સેન્સેકસે 57,272.08 અંક સાથે કરી હતી. આ અગાઉ સોમવારે સારી રિકવરી સાથે ઇન્ડેક્સ 57,260.58 ઉપર બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ ગઈકાલના 17,053.95 અંકના બંધ સ્તર સામે બે અંક નીચે 17,051.15 ની સપાટીએ ખુલ્યો હતો. 

ગોફેશન 1310 રૂપિયા પર લિસ્ટ થયો મહિલાઓ માટે બોટમ વેર બનાવતી કંપની ગો ફેશનનો આઈપીઓ(Go Fashion IPO) આજે 30 નવેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થયો છે. ગ્રે માર્કેટના નિષ્ણાતોના મતે ગો ફેશનના શેર લગભગ 65-70%ના પ્રીમિયમ પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાના અનુમાન હતા. શેર ઈશ્યુ પ્રાઇસથી ૯૦ ટકા ઉપર 1310 ના ભાવે લિસ્ટ થયો છે. ગો કલર્સ બ્રાન્ડનું સંચાલન કરતી કંપની મહિલાઓના બોટમ-વેર માર્કેટમાં લગભગ 8% હિસ્સો ધરાવે છે.

વૈશ્વિક સંકેતો મજબૂત ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મોટાભાગના બજારોમાં તેજી જોવા મળી રહ્યો છે. સોમવારે અમેરિકી બજારોમાં પણ જોરદાર રિકવરી જોવા મળી હતી. સોમવારે ડાઉ જોન્સ 237 અંક વધીને 35,135.94 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેકમાં 291 પોઈન્ટનો વધારો થયો હતો જ્યારે S&P 500 ઈન્ડેક્સ 61 પોઈન્ટ વધીને 4655ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે હજુ લોકડાઉન થવાનું નથી. જે બાદ બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું અને રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી. મુસાફરી સંબંધિત નિયંત્રણો લાદવાનો પણ ઇનકાર કર્યો છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી, નિક્કી 225 અને સ્ટ્રેટ ટાઈમ્સ સહિતના મોટાભાગના સૂચકાંકો લીલા નિશાન ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. યુરોપિયન બજારો FTSE, CAC અને DAX પણ સોમવારે વધ્યા હતા.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજના કારોબારમાં, NSE પર F&O હેઠળ માત્ર એક જ શેરમાં ટ્રેડિંગ થશે નહીં. આ શેર ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. તેમણે સોમવારે બજારમાંથી 3332.21 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ સોમવારે બજારમાં રૂ 4611.41 કરોડનું રોકાણ કર્યું હતું.

સોમવારે બજારમાં મજબૂત રિકવરી દેખાઈ સોમવારે શેરબજારમાં નીચલા સ્તરેથી જોરદાર રિકવરી જોવા મળી હતી.નિફ્ટી 17000ને પાર કરીને બંધ થયો હતો. કારોબારના અંતે સેન્સેક્સમાં 153 પોઈન્ટનો વધારો થયો છે અને તે 57261 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ મજબૂત થઈને 17054ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે ઈન્ટ્રાડેમાં નિફ્ટી 16800ની નીચે ગયો હતો. ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. ટોપ ગેઇનર્સમાં કોટકબેંક, એચસીએલટેક, ટાઇટન, ટીસીએસ, બાજફાઇનન્સ, બજાજફિન્સવી, રિલાયન્સ, ટેકમ અને એચડીએફસીબેંકનો સમાવેશ થયો હતો.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : Life Certificate : હવે દસ્તાવેજો નહિ પણ માત્ર ચહેરો બતાવવાથી મળી જશે Pension, જાણો કઈ રીતે?

આ પણ વાંચો : Go Fashion IPO: આજે 70 ટકા પ્રીમિયમ ઉપર લિસ્ટ થઈ શકે છે સ્ટોક, જાણો શું છે GMP

  • Follow us on Facebook

Published On - 9:18 am, Tue, 30 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati