Gujarati NewsBusinessAnil ambani guilty of contempt pay up or go to jail says supreme court
અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, એક મહિનામાં આટલા કરોડ ન ચૂકવ્યા તો જવું પડશે જેલ
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને એક મોટો ઝટકો આપ્યો છે. કોર્ટનું અપમાન કરવાના અપરાધી જાહેર કરાતા હવે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને એરિક્સન ઈન્ડિયા કંપનીને એક મહિનામાં 453 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ રકમ નહીં ચૂકવે તો અનિલ અંબાણી અને તેમની કંપનીના બે ડિરેક્ટરોને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે. […]
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને એક મોટો ઝટકો આપ્યો છે. કોર્ટનું અપમાન કરવાના અપરાધી જાહેર કરાતા હવે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને એરિક્સન ઈન્ડિયા કંપનીને એક મહિનામાં 453 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું છે કે આ રકમ નહીં ચૂકવે તો અનિલ અંબાણી અને તેમની કંપનીના બે ડિરેક્ટરોને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી અને તેમની કંપનીના બે ડિરેકટરોને એક-એક કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. એક મહિનાની અંદર દંડની રકમ નહીં ભરવામાં આવે તો એક મહિનાની જેલની સજા કરવામાં આવશે.
એરિક્સન કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનની વેન્ડર હતી. કંપનીએ ગયા વર્ષે ઑકટબર મહિનામાં રિલાયન્સની વિરૂધ્ધ કોર્ટનું અપમાન કરવાનો કેસ દાખલ કર્યો હતો. એરિક્સન કંપનીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રિલાયન્સ કોમ્યુનિકેશને 550 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. કોર્ટે તે રકમ ચૂકવવા માટે સપ્ટેમ્બર મહિના સુધીનો સમય આપ્યો હતો. ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની કંપનીને વધારે સમય આપવાની અરજીને રદ કરી હતી.