આનંદ મહિન્દ્રાએ આ સ્ટાર્ટઅપમાં કર્યું છે રોકાણ, સ્પેસ ટેક સેક્ટરમાં કામ કરે છે કંપની
આનંદ મહિન્દ્રાના ટ્વિટર એકાઉન્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ઉદ્યોગપતિ ઘણીવાર નવા આઈડિયાઝનું સમર્થન કરે છે અને વિવિધ લોકો અથવા સ્ટાર્ટઅપ્સને ટેકો પણ આપે છે, જે તેમને ગમે છે અને પ્રેરણાદાયી હોય છે.
આનંદ મહિન્દ્રાના (Anand Mahindra) ટ્વિટર એકાઉન્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ઉદ્યોગપતિ ઘણીવાર નવા આઈડિયાઝનું સમર્થન કરે છે અને વિવિધ લોકો અથવા સ્ટાર્ટઅપ્સને (Startups) પણ ટેકો આપે છે, જે તેમને ગમે છે અને પ્રેરણાદાયી હોય છે. આવી જ એક કંપની સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસમોસ છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અગ્નિકુલ કોસમોસમાં રોકાણ કર્યું હતું. મહિન્દ્રાએ અગ્નિકુલના અગ્નિબાણ રોકેટનો એક નાનો વિડિયો શેર કર્યો અને લખ્યું કે હું આ લોકો સાથે સ્ટાર્સની સવારી પકડી રહ્યો છું. તેમણે ટ્વીટ કર્યું કે આ પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી ટીમમાં રોકાણકાર હોવાનો મને ગર્વ છે.
અગ્નિબાણ એક રોકેટ છે, જે લો અર્થ ઓર્બિટમાં 100 કિલો પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિકુલ કોસ્મોસ માઇક્રો અને નેનો ઉપગ્રહો માટે ઓર્બિટલ ક્લાસ રોકેટ ડિઝાઇન, ઉત્પાદન, પરીક્ષણ અને પ્રક્ષેપણ કરે છે.
ઈસરો સાથે સ્ટાર્ટઅપ એમઓયુ
આ સ્ટાર્ટઅપ આગામી સમયમાં નાના ઉપગ્રહોના ઉત્પાદક સુધી કેબ જેવી સેવા શરૂ કરવાનું વિચારી રહ્યા છે, જેનાથી તેમને વિશ્વમાં કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે લોન્ચ કરી શકાય. ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ એવી પ્રથમ કંપની બની છે, જેમણે અવકાશ એજન્સીની કુશળતાનો ઉપયોગ કરવાની સાથે પોતાનું રોકેટ વિકસિત કરવા માટે, સુવિધાનો ઉપયોગ કરવા માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો સાથે એમઓયુ કર્યો છે.
Hitching a ride with these guys to the stars… I’m proud to be an investor in this talented & ambitious team… https://t.co/XCSNRBMRru
— anand mahindra (@anandmahindra) March 5, 2022
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પર યુક્રેનની સેના સંબંધિત એક જુનો વિજ્ઞાપન વીડિયો શેર કર્યો હતો અને સંઘર્ષની અસરો વિશે વાત કરી હતી. આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે યુક્રેનિયન સૈનિકોએ પોતાનો પરિચય પિતા, ડ્રાઈવર, વિદ્યાર્થી અને બિઝનેસમેન તરીકે આપ્યો છે.
સાથે જ વીડિયોના અંતમાં એક મહાન સંદેશ પણ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ‘આપણામાંથી કોઈ યુદ્ધ માટે જન્મ્યું નથી, પરંતુ અમે અહીં અમારા દેશની સુરક્ષા માટે છીએ’. વીડિયો શેર કરતી વખતે મહિન્દ્રા ગ્રુપના ચેરમેને કેપ્શનમાં કહ્યું છે કે આ વીડિયો વર્ષ 2014માં બનાવવામાં આવ્યો હતો, જે વર્તમાન પરિસ્થિતિ સાથે મેળ ખાય છે.