યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એલોન મસ્કને આપ્યું યુક્રેન આવવાનું આમંત્રણ, જાણો એલોન મસ્કે શુ જવાબ આપ્યો ?
વ્લોદિમીર ઝેલેન્સકીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર અબજોપતિ ઉદ્યોગપતિ સાથેના તેમના કોલનો એક વીડિયો શેર કર્યો છે.
યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ (Volodymyr Zelensky) સ્પેસએક્સ અને ટેસ્લાના વડા એલોન મસ્ક (Elon Musk) સાથે વિડિઓ કૉલ પર વાત કરી હતી અને રશિયા સાથે યુદ્ધ પૂરું થયા પછી તેમને યુક્રેન આવવા માટે આમંત્રણ આપ્યું. એલોન મસ્કે યુક્રેનના લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી, કારણ કે તેઓ માનવતાવાદી સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. તેમની એરોસ્પેસ કંપની સ્પેસએક્સ એ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં તેની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા સ્ટારલિંક ઉપલબ્ધ કરાવી છે. વ્લોદિમીર ઝેલેન્સકીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર અબજોપતિ ઉદ્યોગપતિ સાથેના તેમના કોલનો એક વીડિયો શેર કર્યો છે.
તેમણે તેમાં કહ્યું હતું કે યુદ્ધ બાદ જો તમારી પાસે યુક્રેન આવવાનો સમય હોય તો તમારું ખૂબ સ્વાગત છે. મસ્કએ જવાબ આપતા કહ્યું કે તેઓ યુક્રેન આવવાની રાહ જોશે, એકવાર વસ્તુઓ થાળે પડી જશે ત્યારબાદ જરૂર યુક્રેન આવશે.
ઝેલેન્સકીએ સમર્થન આપવા માટે મસ્કનો આભાર માન્યો
એક અલગ ટ્વિટમાં, ઝેલેન્સકીએ તેમના દેશને સમર્થન આપવા બદલ મસ્કનો આભાર માન્યો. તેમણે કહ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધ દરમિયાન મસ્કે તેમના શબ્દો અને કાર્યોથી તેમના દેશને ટેકો આપ્યો હતો. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે તેમણે એલોન મસ્ક સાથે વાત કરી છે. તેઓ શબ્દો અને કાર્યોથી યુક્રેનને ટેકો આપવા બદલ આભારી છે.
તેમણે કહ્યું કે આવતા અઠવાડિયે તેમને બરબાદ થયેલા શહેરો માટે સ્ટારલિંક સિસ્ટમનો બીજો કાફલો મળશે. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે તેણે સંભવિત સ્પેસ પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા કરી છે. પરંતુ તેઓ યુદ્ધ પછી તેના વિશે વાત કરશે.
મસ્કે ટ્વિટ કરીને યુક્રેનના લોકોનું સમર્થન કર્યું હતું
મસ્કે શનિવારે યુક્રેનના લોકો માટે એકતાનો સંદેશ ટ્વિટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુક્રેન મજબૂત રહે. આ સાથે તેણે ટ્વીટમાં કહ્યું હતું કે આ સાથે રશિયાના મહાન લોકો પ્રત્યે મારી સંવેદના છે, જેઓ આ નથી ઈચ્છતા. યુક્રેન સાથે રશિયાના યુદ્ધમાં ઘણા લોકોનો જીવ ગયો છે અને તેના કારણે રસ્તાઓ અને પુલો જેવા જટિલ માળખાકીય સુવિધાઓને મોટું નુકસાન થયું છે.
તમને એ પણ જણાવી દઈએ કે યુક્રેને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી ઈમરજન્સી ફાઈનાન્સિંગમાં 1.4 બિલિયન ડોલરની રકમની પણ માગ કરી છે. આગામી સપ્તાહે તેના પર વિચારણા થવાની ધારણા છે. IMF એ કહ્યું કે રુસો-યુક્રેન યુદ્ધના આર્થિક પરિણામો પહેલાથી જ ખૂબ ગંભીર છે. IMFએ ચેતવણી આપી હતી કે જો સંઘર્ષ વધશે તો આર્થિક નુકસાન ખૂબ જ મોટું થશે.
આ પણ વાંચો : પીએમ શ્રમ યોગી માનધન યોજનાને 3 વર્ષ પૂર્ણ, 55 રૂપિયા જમા કરાવીને દર મહિને મેળવો 3 હજાર