India Canada Controversy: આનંદ મહિન્દ્રાએ કેનેડાને આપ્યો મોટો ઝટકો, પોતાની આ કંપની કરી બંધ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે રેસને કોર્પોરેશન કેનેડા પાસેથી 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ કામગીરી બંધ કરવાની મંજૂરી માટે જરૂરી દસ્તાવેજો મેળવ્યા હતા, જેની માહિતી કંપનીને આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ પછી રેસને તેનું કામકાજ બંધ કરી દીધું. તે હવે 20 સપ્ટેમ્બર 2023થી કંપનીના સહયોગી નથી.

India Canada Controversy: આનંદ મહિન્દ્રાએ કેનેડાને આપ્યો મોટો ઝટકો, પોતાની આ કંપની કરી બંધ
Mahendra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 5:59 PM

હવે ભારત અને કેનેડા વચ્ચે એક નવા પ્રકારનું યુદ્ધ શરૂ થયું છે. જેમાં આનંદ મહિન્દ્રાએ પણ ઝંપલાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જ કારણ છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે અને ગુરુવારે તેની કંપનીનું કામકાજ બંધ કરી દીધું છે. ગુરુવારે માહિતી આપતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું કે તેની કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશને કામગીરી બંધ કરી દીધી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં 11.18 ટકા હિસ્સો ધરાવે છે, જેણે કામગીરી સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે અરજી કરી હતી. આ નિર્ણય બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના નિવેદનમાં શું કહ્યું છે?

M&M નું નિવેદન

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે રેસને કોર્પોરેશન કેનેડા પાસેથી 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ કામગીરી બંધ કરવાની મંજૂરી માટે જરૂરી દસ્તાવેજો મેળવ્યા હતા, જેની માહિતી કંપનીને આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ પછી રેસને તેનું કામકાજ બંધ કરી દીધું. તે હવે 20 સપ્ટેમ્બર 2023 થી કંપનીના સહયોગી નથી.

આ પણ વાંચો : Closing Bell: ત્રણ દિવસમાં સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, આ 6 કારણોસર રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

કંપનીના શેરમાં મોટો ઘટાડો

આ સમાચાર બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થવાની 10 મિનિટ પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 3 ટકાના ઘટાડા સાથે રૂ. 1584 પર ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર સાડા ત્રણ ટકા તૂટ્યો હતો અને દિવસના નીચા સ્તરે રૂ. 1575.75 પર પહોંચી ગયો હતો. જ્યારે એક દિવસ પહેલા કંપનીના શેર રૂ. 1634.05 પર બંધ થયા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને મોટું નુકસાન

બીજી તરફ કંપનીના શેરમાં ઘટાડાને કારણે કંપનીના વેલ્યુએશનમાં રૂ. 7200 કરોડથી વધુનો ઘટાડો નોંધાયો છે. માહિતી અનુસાર, એક દિવસ પહેલા કંપનીનો શેર રૂ. 1634.05 હતો અને કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,03,025.78 કરોડ હતું. જ્યારે આજે જ્યારે કંપનીના શેર રૂ. 1575.75ની નીચી સપાટીએ પહોંચ્યા ત્યારે કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,95,782.18 કરોડ થયું હતું. આવી સ્થિતિમાં કંપનીના વેલ્યુએશનને રૂ. 7,243.6 કરોડનું નુકસાન થયું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">