AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપમાં મોહમ્મદ સિરાજના પ્રદર્શનથી આનંદ મહિન્દ્રા ખુશ, નવી SUV કાર ગિફ્ટ કરશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપની ફાઈનલમાં ધૂમ મચાવી હતી. ગ્રાઉન્ડ્સમેનને મેન ઓફ ધ મેચની ઈનામી રકમ આપવા બદલ સિરાજની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. મોહમ્મદ સિરાજની આવી ઉદારતા અને દમદાર પ્રદર્શનથી ખુશ થઈને આનંદ મહિન્દ્રા તેને એક નવી SUV ગિફ્ટ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ અંગે તેમણે ખુલાસો કર્યો હતો. આ પહેલા પર આનંદ મહિન્દ્રા મોહમ્મદ સિરાજને SUV ગિફ્ટ કરી ચૂક્યા છે.

એશિયા કપમાં મોહમ્મદ સિરાજના પ્રદર્શનથી આનંદ મહિન્દ્રા ખુશ, નવી SUV કાર ગિફ્ટ કરશે
Anand Mahindra & Siraj
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:00 PM
Share

શ્રીલંકા સામે રમાયેલી એશિયા કપ (Asia Cup 2023)ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) મેન ધ ઓફ મેચમાં મળેલા 4 લાખ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને ભેટમાં આપ્યા હતા. આ પછી માત્ર મેચમાં તેના પ્રદર્શન માટે જ નહીં પરંતુ ઈનામની રકમ ભેટ કરવા માટે પણ તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) પણ તેમની સ્ટાઈલના વખાણ કરતા પોતાને રોકી શક્યા નથી.

આનંદ મહિન્દ્રાએ મોહમ્મદ સિરાજને કરી પ્રશંસા

આનંદ મહિન્દ્રાએ એક્સ (ટ્વિટર) પર લખ્યું કે મને નથી લાગતું કે મેં ક્યારેય વિરોધી ટીમ માટે આટલું દુઃખ અનુભવ્યું હોય. એવું લાગે છે કે આપણે વિરોધી ટીમ પર કોઈ અલૌકિક શક્તિનું પ્રદર્શન કર્યું હોય, અને આ શકિત છે સિરાજ. મોહમ્મદ સિરાજની પ્રશંસા કરતા મહિન્દ્રાએ લખ્યું કે તે માર્વેલ એવેન્જરનો હીરો સમાન છે.

સિરાજ માટે નવી SUV

આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ જોઈને લોકો માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પોતાને રોકી શક્યા નહીં. યુઝર્સ આનંદ મહિન્દ્રાને કહેવા લાગ્યા કે સિરાજને નવી SUV ગિફ્ટ કરવી જોઈએ. એક યુઝરે લખ્યું, સર કૃપા કરીને સિરાજને એક SUV આપો. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેને લખ્યું છે કે વ્યવસ્થા કરવામાં આવી છે.

અગાઉ પણ SUV ગિફ્ટમાં મળી હતી

આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજના ઘરે ચમકતી SUV કાર આવે તેવી આશા છે. આ પહેલા પણ આનંદ મહિન્દ્રાએ સિરાજને એક SUV ગિફ્ટ કરી હતી. 2021માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ટીમ ઈન્ડિયાના સિરાજ સહિત 6 ક્રિકેટરોને થાર SUV ગિફ્ટમાં આપવામાં આવી હતી. જે બાદ સિરાજે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મહિન્દ્રાનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : શ્રીલંકાથી 16 હજાર કિ.મી. દૂર સિરાજે એવું શું કર્યું, જે બાદ તેણે એશિયા કપની ફાઈનલમાં મચાવી તબાહી?

આ ખેલાડીઓને પણ કાર ગિફ્ટ કરી હતી

આ પહેલા પણ મહિન્દ્રા ગ્રુપ ઈન્ટરનેશનલ લેવલ પર શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું રહ્યું છે. આનંદ મહિન્દ્રાએ ભારતીય ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદને ઇલેક્ટ્રિક SUV Mahindra XUV400 ભેટ આપવાની જાહેરાત કરી છે. પ્રગનંદ FIDE વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે. આ સિવાય ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને કસ્ટમાઈઝ્ડ મહિન્દ્રા XUV700 અને બોક્સર નિખત ઝરીનને થાર એસયુવી ભેટમાં આપવામાં આવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
g clip-path="url(#clip0_868_265)">