6 લાખ કરોડ રૂપિયાના વેચાણ માટે સરકારનું લીસ્ટ તૈયાર, જાણો પહેલા કઈ સરકારી કંપનીની થશે હરાજી

|

Sep 02, 2021 | 7:34 AM

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન વિશે કહ્યું કે સરકારે લીસ્ટ તૈયાર કરી લીધું છે. સૌ પ્રથમ, રેલવે, ગેસ પાઇપલાઇન, પોર્ટ અને એરપોર્ટની સંપત્તિને મોનેટાઈઝ કરવામાં આવશે.

6 લાખ કરોડ રૂપિયાના વેચાણ માટે સરકારનું લીસ્ટ તૈયાર, જાણો પહેલા કઈ સરકારી કંપનીની થશે હરાજી
Amitabh Kant

Follow us on

National Monetisation Pipeline: તાજેતરમાં મોદી સરકારે 6 લાખ કરોડનો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP) કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ સરકાર માટે ખૂબ મહત્વનો છે, કારણ કે સરકારને અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે નાણાંની જરૂર છે. એનએમપી અંગે, નીતિ આયોગના વડા અમિતાભ કાંત ઠાકુરે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે મિલકતોની હરાજી કરવામાં આવવાની છે તેવી  સરકારી મિલકતોની ઓળખ થઈ ગઈ છે .

અમિતાભ કાંતે કહ્યું કે હરાજી રેલવે, ગેસ પાઇપલાઇન, બંદરો અને એરપોર્ટ જેવા ક્ષેત્રોમાંથી શરૂ થશે. અમને વિશ્વાસ છે કે અમે ચાલુ નાણાકીય વર્ષ અને આવનારા વર્ષો માટે નિર્ધારિત થયેલા લક્ષ્યો હાંસલ કરીશું. તેમણે કહ્યું કે નોન-કોર એસેટ્સ જેવી સરકારની સરપ્લસ જમીનને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવી છે. એનએમપી પ્રોગ્રામમાં રોકાણકારો કેટલો રસ ધરાવે છે તે અંગે તેમણે કહ્યું કે રોકાણકારોએ આ કાર્યક્રમ તરફ  જરૂર આકર્ષાશે.

પાવરગ્રીડ 7700 કરોડનું ઈનવીટ લાવી રહ્યું છે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એનએમપી હેઠળ સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 80 હજાર કરોડ એકઠાં કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પાવર ગ્રીડ 7700 કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ લોન્ચ કરી રહ્યું છે, જે કોઈ પણ જાહેર ક્ષેત્રની કંપની દ્વારા પ્રથમ InvIT છે. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન અંગે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે, જો કે સરકાર અને આ કાર્યક્રમના સમર્થકોનું કહેવું છે કે આ હેઠળ સરકારી સંપત્તિ વેચવામાં આવી રહી નથી, માલિકી સરકાર પાસે રહેશે, પરંતુ ખાનગી સેક્ટર તે સંપત્તિનો ઉપયોગ કરશે.

નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન શું છે?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 ઓગસ્ટના રોજ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન કાર્યક્રમ શરૂ કર્યો. આ અંતર્ગત ઘણા વિસ્તારોમાં સરકારી મિલકતોમાં હિસ્સો વેચીને અથવા મિલકત ભાડે આપીને કુલ 6 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ સરકારી મિલકત ભાડે આપવાની પ્રક્રિયા 2025 સુધી ચાલુ રહેશે.

નિશ્ચિત સમયમર્યાદા માટે લીઝિંગ

આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જે રસ્તાઓ, રેલવે સ્ટેશન અથવા એરપોર્ટ લીઝ પર આપવામાં આવશે તેની માલિકી સરકાર પાસે રહેશે. લીઝ નિર્ધારિત સમય મર્યાદા માટે હશે. તે પછી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર પાસે પાછા સોપી દેવામાં આવશે.

 

આ પણ વાંચો :  શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર, જાણો 1 સપ્ટેમ્બરથી લાગુ થશે ક્યા નવા નિયમો

આ પણ વાંચો :  GST Collections August : ફરી એકવાર જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, પરંતુ જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં કલેક્શનમાં ઘટાડો

Next Article