શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર, જાણો 1 સપ્ટેમ્બરથી લાગુ થયા આ નવા નિયમો

શેરબજારમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. શેરબજારમાં માર્જિન સંબંધિત નિયમો 1 સપ્ટેમ્બર 2021 થી બદલાઈ ગયા છે. જાણો, આ નવા નિયમોની રોકાણકારો પર કેવી અસર થશે ?

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર, જાણો 1 સપ્ટેમ્બરથી લાગુ થયા આ નવા નિયમો
Bomay Stock Exchange - BSE

શેરબજારની કામગીરી પર નજર રાખતી સંસ્થા સેબી (SEBI-Securities and Exchange Board of India) એ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ થયા છે. સામાન્ય રીતે શેરબજારમાં શેર ખરીદતા અને વેચતી વખતે બ્રોકર્સ માર્જિન્સ આપે  છે.

જો તમે સરળ શબ્દોમાં સમજો  તો તમે તમારા ટ્રેડીંગ એકાઉન્ટમાં 10 હજાર રૂપિયા મૂકો  તો સરળતાથી 10 ગણા માર્જિન સાથે 1 લાખ રૂપિયા સુધીના શેર ગ્રાહકો ખરીદી લેતા હતા. પરંતુ હવે આ નિયમો હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ચાલો આને ઉદાહરણ સાથે  સમજીએ.

પીક માર્જિનના નવા નિયમો ઇન્ટ્રાડે, ડિલિવરી અને ડેરિવેટિવ્ઝ (Intraday, delivery and derivatives) જેવા તમામ સેગમેન્ટમાં લાગુ પડશે. ચારમાંથી સૌથી વધુ માર્જિન પીક માર્જિનને માનવામાં આવશે. સેબીએ તેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

ઉદાહરણ તરીકે, જો રિટેલ રોકાણકાર 1 લાખ રૂપિયાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદે છે, તો ઓર્ડર આપતા પહેલા તેના ટ્રેડિંગ ખાતામાં 1 લાખ રૂપિયા હોવા જોઈએ. સેબીના નવા નિયમો અનુસાર, શેર વેચતી વખતે પણ તમારા ટ્રેડિંગ ખાતામાં માર્જિન હોવું જોઈએ.

હવે ચાલો જાણીએ કે પીક માર્જિન શું છે 

આનો અર્થ એ છે કે આખા દિવસ દરમિયાન તમે જે ટ્રેડ  (શેર ખરીદો અને વેચો) કર્યું છે. ક્લિયરિંગ કોર્પોરેશન તેના ચાર સ્નેપ શોર્ટ્સ લેશે.

આનો સીધો અર્થ એ છે કે ચાર વખત તે જોશે કે દિવસમાં કરવામાં આવેલા ટ્રેડમાં માર્જિન કેટલું છે. તેના આધારે, બે સૌથી વધુ માર્જિન હશે  તેની ગણતરી કરવામાં આવશે. હાલમાં, તમારે તેના માટે ઓછામાં ઓછું 75 ટકા માર્જિન રાખવું પડશે. જો તમે નહીં રાખો, તો તેના બદલે તમને દંડ લાગશે. આ નિયમ 1 જૂન 2021 થી શરૂ થયો. ઓગસ્ટમાં તે 100% રહેશે.

શા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો

છેલ્લા કેટલાક મહિનાઓમાં, કાર્વી જેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં સામાન્ય રોકાણકારોના શેર જાણ કર્યા વગર વેચવામાં આવ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે સેબીએ જાણી જોઈને આ નિયમ લાગુ કર્યો છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે સોમવારે 100 શેર વેચો છો. આ શેર બુધવારે તમારા ખાતામાંથી ડેબિટ થશે.

પરંતુ, જો તમે આ શેર મંગળવારે (ડેબિટ પહેલા) બીજા કોઈને ટ્રાન્સફર કરો છો તો સેટલમેન્ટ સિસ્ટમમાં જોખમ પેદા થશે. આવું ન થાય તે માટે બ્રોકિંગ કંપનીઓ પાસે કેટલાક  હથિયાર હોય છે. 95% કેસોમાં આવું થતું નથી. સેબીએ આ નિયમ અમલમાં મૂક્યો છે જેથી તે 5 ટકા કેસોમાં પણ આવું ન થાય.

સપ્ટેમ્બરથી લાગુ થશે 100 ટકાનો નિયમ

આ પીક માર્જિનનો ચોથો તબક્કો છે. પ્રથમ તબક્કો ડિસેમ્બર 2020 માં શરૂ થયો હતો, જ્યારે 25 ટકાના પીક માર્જિન લાદવામાં આવ્યા હતા. માર્ચથી ટોચનું માર્જિન બમણું થઈને 50 ટકા થઈ ગયું છે. 1 જૂનથી તે 75 ટકા થઈ ગયું છે. હવે સપ્ટેમ્બરમાં તેને વધારીને 100 ટકા કરવામાં આવશે.

નિષ્ણાતોના મતે, ડિસેમ્બર પહેલા, દિવસના અંતે માર્જિનની ગણતરી કરવામાં આવતી હતી. આ પછી કાર્વી અને બીજા ઘણા કિસ્સા બન્યા. આ પછી, માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ પીક માર્જિન બહાર પાડ્યું.

આ પણ વાંચો :  Fuel Demand August : ઓગસ્ટમાં પણ વધી પેટ્રોલની માગ, પરંતુ ડીઝલનો વપરાશ ઘટ્યો, જાણો આંકડાનું ગણિત

આ પણ વાંચો : ભારતની નવરત્ન કંપનીઓને વેચવાની કોઈ તૈયારી નથી, સરકારે વિપક્ષને આપ્યો જવાબ

Click on your DTH Provider to Add TV9 Gujarati