વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ America દેવાના ડુંગર તળે દબાયો, ભારતની GDP ના 10 ગણા રકમ જેટલું અધધ દેવું

31 જાન્યુઆરી સુધીમાં અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું 30.01 ટ્રિલિયન ડોલર હતું. આ કુલ ઋણમાં જનતા અને સરકાર બંનેનું દેવું સામેલ છે.

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ America દેવાના ડુંગર તળે દબાયો, ભારતની GDP ના 10 ગણા રકમ જેટલું અધધ દેવું
અમેરિકાનું રાષ્ટ્રીય દેવું(Debt of America ) 30 લાખ કરોડ ડોલરને વટાવી ગયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:34 AM

દુનિયાના સૌથી શક્તિશાળી અને અમીર દેશ અમેરિકા(America)ના ઈતિહાસમાં આવું કંઈ પહેલા ક્યારેય બન્યું નથી. પ્રથમ વખત અમેરિકાનું રાષ્ટ્રીય દેવું(Debt of America ) 30 લાખ કરોડ ડોલરને વટાવી ગયું છે. આ રકમ ભારતના વાર્ષિક જીડીપીના લગભગ 10 ગણી છે. આ દેવું યુએસ જીડીપી કરતાં ઘણું વધારે છે જે લગભગ 20 લાખ કરોડ ડોલર છે.

અમેરિકામાં દેવાનો આ પહાડ આખરે કેવી રીતે ઉભો થયો તે જાણવું પણ જરૂરી છે. તેનું એક મોટું કારણ કોવિડ રોગચાળા(Coronavirus Pandemic) દરમિયાન સરકાર દ્વારા લેવામાં આવતું દેવું છે. યુ.એસ. સરકારે કોરોનાવાયરસના રોગચાળા દરમિયાન નાના ઉદ્યોગો, બેરોજગારો, પરિવારો અને ભાડાના આવાસમાં રહેતા લોકોને મદદ કરવા માટે ઘણા રાહત પગલાં લીધાં અને આનાથી તેના ખર્ચમાં ઘણો વધારો થયો છે. આ માટે સરકારે ઘણું દેવું કરવું પડ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

31 જાન્યુઆરી સુધીમાં અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું 30.01 ટ્રિલિયન ડોલર હતું. આ કુલ ઋણમાં જનતા અને સરકાર બંનેનું દેવું સામેલ છે. અન્ય એક રસપ્રદ આંકડા એ છે કે આ દેવું જાન્યુઆરી 2020ની સરખામણીએ સાત ટ્રિલિયન ડૉલર વધ્યું છે. એટલે કે બે વર્ષમાં દેવું ભારતના જીડીપી કરતાં બમણું થઈ ગયું છે.

દેવા માટે કોણ જવાબદાર?

મીડિયા અહેવાલો અનુસાર અમેરિકામાં વર્તમાન સમસ્યા વર્ષોની ગેરમાર્ગે દોરેલી નીતિઓનું પરિણામ છે. આ બેજવાબદારી બંને મુખ્ય પક્ષોની સરકારોએ દર્શાવી છે.

સીએનએનના અહેવાલ મુજબ ગયા ડિસેમ્બરમાં તેમના વતી કરવામાં આવેલા એક મતદાનમાં લગભગ 67 ટકા અમેરિકનોએ કહ્યું હતું કે સરકારી ખર્ચ દેશની અર્થવ્યવસ્થા માટે મોટી સમસ્યા બની ગયો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે વર્તમાન નાણાકીય દિશા ટકાઉ હોઈ શકે નહીં.

અર્થતંત્ર ઉપર શું અસર પડશે?

અમેરિકામાં રાજકોષીય અને નાણાકીય નીતિ બદલાવાની છે તેવા સમયે દેવું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. દેશની વ્યાપક અર્થવ્યવસ્થા પર તેની અસર પડી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વે પણ સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં રેકોર્ડ બ્રેક મોંઘવારીને કાબૂમાં લેવા ટૂંકા ગાળાના વ્યાજ દરોમાં વધારો થઇ શકે છે.અમેરિકામાં મોંઘવારી ચાર દાયકામાં સૌથી વધુ છે.

ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગનનો અહેવાલ જણાવે છે કે આ ટૂંકા ગાળાની કટોકટી નથી. પરંતુ તેનો અર્થ એ છે કે લાંબા ગાળે દેશ પર તેની અસર પડશે. આપણે પ્રમાણમાં ગરીબ બની જઈશું.

યુએસ મોંઘવારી દર હાલમાં 40 વર્ષની ટોચે છે. આનો સામનો કરવા માટે યુએસ ફેડરલ રિઝર્વે આવતા મહિનાથી વ્યાજદરમાં વધારો કરવાની નીતિ જાહેર કરી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે વ્યાજદરમાં વધારો દેવાની કટોકટી વધારી શકે છે.

આ પણ વાંચો : ભારતથી ચીનમાં થતી નિકાસમાં નોંધનીય વધારો થયો, 4 વર્ષમાં વેપાર ખાધ 30 ટકા ઘટી

આ પણ વાંચો : શું તમે જાણો છો પાકિસ્તાનીઓ કેટલો ટેક્સ ચુકવે છે ? ભારત કરતા નિયમો છે ઘણા અલગ

g clip-path="url(#clip0_868_265)">