AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani Family : 4 કરોડની મર્સિડિઝમાં ફરનાર, પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરનાર, અનંતના પ્રિય એવા અંબાણી પરિવારના આ સદસ્યનું મોત

એશિયાના સૌથી ધનિક પરિવાર, અંબાણી પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ સમય છે, કારણ કે તેમના પરિવારના ખૂબ જ પ્રિય એવા 'હેપ્પી'નું તાજેતરમાં અવસાન થયું છે. હેપ્પી અનંત અંબાણીની ખૂબ નજીક હતો અને પરિવારના એક સભ્ય જેવો જ હતો.  તેમની સંભાળ અને જીવનશૈલી કોઈપણ અમીર વ્યક્તિથી ઓછી ન હતી, અને તે અંબાણી પરિવારના હૃદયનો એક ભાગ બની ગયો હતો.

Ambani Family : 4 કરોડની મર્સિડિઝમાં ફરનાર, પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરનાર, અનંતના પ્રિય એવા અંબાણી પરિવારના આ સદસ્યનું મોત
| Updated on: May 01, 2025 | 10:17 AM
Share

એશિયાના સૌથી ધનિક પરિવાર, અંબાણી પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ સમય છે, કારણ કે તેમના પરિવારના ખૂબ જ પ્રિય એવા ‘હેપ્પી’નું તાજેતરમાં અવસાન થયું છે. હેપ્પી અનંત અંબાણીની ખૂબ નજીક હતો અને પરિવારના એક સભ્ય જેવો જ હતો.  તેમની સંભાળ અને જીવનશૈલી કોઈપણ અમીર વ્યક્તિથી ઓછી ન હતી, અને તે અંબાણી પરિવારના હૃદયનો એક ભાગ બની ગયો હતો. હેપ્પી અનંત અંબાણીનો પેટ ડોગ હતો. જેનું ગઇકાલે મોત થયુ છે.

વૈભવી જીવનશૈલીથી ખુશ

અનંત અંબાણીના પાલતુ કૂતરા હેપ્પીના મૃત્યુની માહિતી વિરલ ભાયાણી અને અંબાણી અપડેટ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી છે. શેર કરેલી પોસ્ટ મુજબ, અનંત અંબાણીના પાલતુ શ્વાન હેપ્પીનું 30 એપ્રિલના રોજ અવસાન થયું. પરિવારે તેમના પ્રિય પુત્ર હેપ્પી અંબાણીને શ્રદ્ધાંજલિ આપી, જેને તેઓ ઘરના સૌથી પ્રિય સભ્યોમાંના એક માનતા હતા.

અંબાણી પરિવારના કૌટુંબિક ફોટા, લગ્ન સમારોહ અને કૌટુંબિક મેળાવડામાં હેપ્પીનું ખાસ સ્થાન હતું. પરંતુ હવે આખો પરિવાર પોતાના મિત્રને ગુમાવ્યા બાદ દુઃખી છે. હેપ્પીના મૃત્યુ પછી, અંબાણી પરિવારે પણ એક સુંદર નોંધ શેર કરી છે.

 અંબાણી પરિવારે આપી શ્રદ્ધાંજલિ

અંબાણી પરિવારે હેપ્પીનું પોસ્ટર બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને લખ્યું, ‘પ્રિય હેપ્પી, તમે હંમેશા અમારા ભાગ રહેશો અને અમારા હૃદયમાં જીવશો. સ્વર્ગનો ફાયદો એ આપણું નુકસાન છે. અંબાણી પરિવારે હેપ્પીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે. હવે અંબાણી પરિવારના ચાહકો પણ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આટલી ભૌતિક સુવિધાઓમાં રહેતો હતો હેપ્પી

અનંત અંબાણીના પ્રિય પાલતુ પ્રાણીની વૈભવી જીવનશૈલીનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે પણ અનંત ક્યાંય જાય છે, ત્યારે હેપ્પી તેની સાથે ખાનગી જેટમાં મુસાફરી કરે છે. અંબાણી પરિવારમાં આ પાલતુ કૂતરાને પરિવારના સભ્ય જેવો ગણવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારનો પાલતુ શ્વાન હેપ્પી 4 કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ G 400Dમાં ફરે છે. અંબાણી પરિવારની સુરક્ષામાં G 63 AMG જેવા ઉચ્ચ કક્ષાના વાહનોનો સમાવેશ થાય છે, જ્યારે G 400d પાલતુ કૂતરા હેપ્પીની સુરક્ષા માટે છે. મર્સિડીઝ-બેન્ઝ G 400d પહેલાં, હેપ્પી ટોયોટા ફોર્ચ્યુનર અને ટોયોટા વેલફાયર ચલાવતા હતા.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">