Amazon એ Future Retail ને લખી ચિઠ્ઠી, આ કંપની 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર

એમેઝોને ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL)ના સ્વતંત્ર નિર્દેશકોને પત્ર લખ્યો છે. એમેઝોને આ પત્રમાં પુષ્ટિ કરી છે કે સમારા કેપિટલ દેવાથી ડૂબી ગયેલી કંપનીની તમામ રિટેલ એસેટ્સ ખરીદવા માટે 7,000 કરોડ રૂપિયાના રોકાણમાં રસ ધરાવે છે.

Amazon એ Future Retail ને લખી ચિઠ્ઠી, આ કંપની 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર
Amazon has written a letter to the independent directors of Future Retail Limited (FRL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 8:11 PM

એમેઝોને (Amazon) ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) ના સ્વતંત્ર નિર્દેશકોને પત્ર લખ્યો છે. એમેઝોને આ પત્રમાં પુષ્ટિ કરી છે કે સમારા કેપિટલ દેવાથી ડૂબી ગયેલી કંપનીની તમામ રિટેલ એસેટ્સ ખરીદવા માટે 7,000 કરોડ રૂપિયાના રોકાણમાં રસ ધરાવે છે અને પ્રતિબદ્ધ છે. તેણે રિટેલ કંપનીને રવિવાર સુધીમાં વિચાર વિમર્શનો અહેવાલ રજુ કરવા જણાવ્યુ છે. 19 જાન્યુઆરીના રોજ, એમેઝોને એફઆરએલના સ્વતંત્ર નિર્દેશકોનો સંપર્ક કર્યો હતો અને તેની નાણાકીય ચિંતાઓ દુર કરવા મુંબઈ સ્થિત કંપનીને મદદ કરી છે. જવાબમાં, સ્વતંત્ર નિર્દેશકોએ એમેઝોનને 22 જાન્યુઆરી સુધીમાં પુષ્ટિ કરવા કહ્યું હતુ કે, તેઓ પૈસાની પરેશાનીનો સામનો કરી રહેલી રીટેલરમાં 3,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેનાથી તે 29 જાન્યુઆરી 2022 સુધીમાં એફઆરએલના ધિરાણકર્તાઓને ચૂકવણી કરી શકે.

એમેઝોને 22 જાન્યુઆરીએ તેના જવાબમાં કહ્યું હતું કે તેઓ 21 જાન્યુઆરી 2022ના તમારા પત્રના આધારે પુષ્ટિ કરે છે, કે સમારા કેપિટલએ ફરી એકવાર તેમને કહ્યું છે કે તેઓ સમારા, એફઆરએલ અને એફઆરએલના પ્રમોટર્સની વચ્ચે હસ્તાક્ષર કરેલી 30 જુન 2020ની તારીખવાળી ટર્મશીટની આગેવાની કરવા અને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

બે કંપનીઓ વચ્ચે કેવી રીતે શરૂ થયો વિવાદ?

અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019 માં, એમેઝોનએ ફ્યુચર રિટેલની પ્રમોટર શાખા, ફ્યુચર કૂપન્સમાં લગભગ 1,500 કરોડ રૂપિયામાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. એમેઝોને ફ્યુચર સાથે એક કરાર પણ કર્યો હતો કે તે 3 થી 10 વર્ષ વચ્ચેની માહિતીની વિગતો પણ ખરીદી શકે છે. ફ્યુચર કુપન્સ પાસે ફ્યુચર ગ્રુપની બીએસઈમાં લીસ્ટેડ કંપની ફ્યુચર રિટેલની 7.3 ટકા હિસ્સેદારી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એક વર્ષ પછી, ઓગસ્ટ 2020 માં, ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 3.4 અરબ ડોલરના એસેટ-સેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા. 29 ઓગસ્ટ 2020 ના રોજ, ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ સાથેના તેના કરારની જાહેરાત કરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે તેનો કરાર 24,713 કરોડ રૂપિયાનો છે. ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો.

એમેઝોને સિંગાપોરના ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં ફ્યુચર-રિલાયન્સ ડીલ સામે પોતાનો વાંધો મૂક્યો છે. આ સુનાવણી રદ કરવાની માંગ ફ્યુચર ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. એમેઝોન કંપની ઓક્ટોબર 2020માં આ મામલો સિંગાપોર આર્બિટ્રેશન સેન્ટર સમક્ષ લાવી હતી. એમેઝોનનું કહેવું છે કે એફઆરએલએ રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ સાથે 24,500 કરોડ રૂપિયાના વેચાણ કરાર કરીને 2019માં તેની સાથે થયેલા રોકાણ કરારનું ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો :  સાર્વજનિક Wi-Fi હોટસ્પોટ દ્વારા થશે રોજગારનું સર્જન, આ વર્ષે 3 કરોડ નોકરી પેદા થવાની સંભાવના – ટેલિકોમ સચિવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">