Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon-Future Retail Controversy: પરસ્પર વાતચીતથી ઉકેલાય શકે છે વિવાદ, કોર્ટે આપ્યો 12 દિવસનો સમય

એમેઝોન અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે ચાલી રહેલ કાનૂની લડાઈ એક વળાંક પર પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે, 3 માર્ચે, બંને પક્ષોના વકીલો કોર્ટની બહાર વાતચીત કરવા સંમત થયા છે.

Amazon-Future Retail Controversy: પરસ્પર વાતચીતથી ઉકેલાય શકે છે વિવાદ, કોર્ટે આપ્યો 12 દિવસનો સમય
Amazon-Future Retail Controversy (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 10:04 PM

એમેઝોન અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે ચાલી રહેલ કાનૂની લડાઈ એક વળાંક પર પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે એટલે કે 3 માર્ચે, બંને પક્ષોના વકીલો કોર્ટની બહાર વાતચીત કરવા સંમત થયા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બંને પક્ષોને સમજૂતી કરવા માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે અને આ સમાચાર સાથે, 18 મહિનાથી ચાલી રહેલ કાનૂની વિવાદનો અંત આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે, અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે ફ્યુચર ગ્રુપ તેના સ્ટોર્સ રિલાયન્સને ટ્રાન્સફર કરી રહ્યું છે અને તેનાથી નારાજ એમેઝોન હવે ફ્યુચર રિટેલ સામે ફોજદારી કેસ દાખલ કરી શકે છે.

2019 માં, એમેઝોન અને ફ્યુચર વચ્ચે એક કરાર થયો હતો, જે પછી એમેઝોને ફ્યુચર ગ્રુપના ગિફ્ટ વાઉચર યુનિટમાં રોકાણ કર્યું હતું. આ પછી રિલાયન્સે ફ્યુચર્સના બિઝનેસમાં રસ દાખવ્યો.

શું છે સમગ્ર મામલો?

ફ્યુચરે રિલાયન્સ સાથે પણ કરાર કર્યો. પરંતુ એમેઝોને તેની ડીલનો હવાલો આપીને આ મામલાને ફસાવી દીધો. હવે આ પછી કાનૂની દાવ શરૂ થયો, જે આજ સુધી ચાલુ છે. CCI એ 18 ડિસેમ્બર 2021 ના ​​રોજ એમેઝોન-ફ્યુઝર ડીલ માટેની મંજૂરીને સસ્પેન્ડ કરી હતી. એમેઝોન પર 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલો દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

દહીંમાં હિંગ ભેળવીને ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે?
શું કાકડીના સલાડમાં મીઠું નાખવું જોઈએ?
આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો

રિલાયન્સ અને ફ્યુચર વચ્ચે 24 હજાર કરોડથી વધુની ડીલ નક્કી કરવામાં આવી છે. પરંતુ આ ડીલ એમેઝોનને મંજૂર નથી. એટલે કે, સમગ્ર મુદ્દો એ છે કે એમેઝોન રિટેલ માર્કેટમાં વ્યાપ વધારવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ, ફ્યુચર ગ્રૂપ પણ રિલાયન્સ સાથેની ડીલને આગળ વધારવા માંગે છે.

હવે તાજા સમાચાર મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ મામલે 15 માર્ચે સુનાવણી કરશે. ત્યાં સુધી ત્રણેય પક્ષ સમાધાનનો માર્ગ શોધે. એટલે કે હવે આ મામલો જલ્દી ખતમ થઈ શકે છે અને અંતે કોણ શું મેળવશે તે જોવું રસપ્રદ રહેશે.

અમે તમને જણાવી દઈએ કે એમેઝોન ડોટ કોમ તેના ભારતીય પાર્ટનર ફ્યુચર રિટેલ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, તે કાયદાકીય પ્રતિબંધો છતાં તેના મોટા હરીફ રિલાયન્સને સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે આમ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી એમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે.

આ પણ વાંચો :  LIC ની આ પોલિસી દુર કરશે દીકરીના લગ્નની ચિંતા, દરરોજ જમા કરો 151 રૂપિયા અને મેચ્યોરીટી પર મેળવો 31 લાખ રૂપિયા, જાણો વિગતવાર

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
g clip-path="url(#clip0_868_265)">