AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ગમે તેટલી ભીડભાડ હશે તો પણ ઇન્ટરનેટ નહીં ચોંટે ! Airtel એ લોન્ચ કરી ભારતની પહેલી નવી ટેકનોલોજી

બજાર કે ભીડભાડ વાળી જગ્યાઓમાં નેટવર્ક ગાયબ થઈ જવાની સમસ્યાનો કાયમી અંત આવી ગયો છે. એરટેલે દેશમાં એક એવી હાઈટેક સેવાની શરૂઆત કરી છે જે ગ્રાહકો માટે ડિજિટલ હાઇવે બનાવી દેશે.

હવે ગમે તેટલી ભીડભાડ હશે તો પણ ઇન્ટરનેટ નહીં ચોંટે ! Airtel એ લોન્ચ કરી ભારતની પહેલી નવી ટેકનોલોજી
Image Credit source: TV9 Network
| Updated on: May 20, 2026 | 8:01 PM
Share

સ્માર્ટફોન આપણી જિંદગીનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો છે, પરંતુ ઘણીવાર કોઈ મોટા મોલ, વ્યસ્ત બજાર કે ભીડભાડ વાળા વિસ્તારમાં જતાની સાથે જ ઇન્ટરનેટ દગો આપી દે છે. વીડિયો બફર થવા લાગે છે અને ઓનલાઈન પેમેન્ટ અટકી જાય છે. ગ્રાહકોની આ જ સૌથી મોટી મુશ્કેલીને જડમૂળથી ખતમ કરવા માટે એરટેલ એ એક મોટો માસ્ટરસ્ટ્રોક રમીને ભારતમાં પોતાની નવી ‘પ્રાયોરિટી પોસ્ટપેડ’ (Priority Postpaid) સેવા શરૂ કરી દીધી છે.

આ સેવા પાછળ જે ટેકનોલોજી કામ કરી રહી છે તેનું રહસ્ય ખૂબ જ રસપ્રદ છે. એરટેલ આ માટે ‘5G સ્લાઇસિંગ’ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, જે ભારતની ટેલિકોમ હિસ્ટ્રીમાં પહેલીવાર લોન્ચ થઈ છે.

શું છે આ 5G સ્લાઇસિંગ ટેકનોલોજી અને તેનો અસલી જાદુ?

આ ટેકનોલોજીને એક પ્રકારનો ડિજિટલ હાઇવે સમજી શકાય. જ્યારે નેટવર્ક પર સામાન્ય યુઝર્સનું ટ્રાફિક (લોડ) ખૂબ વધી જાય છે, ત્યારે આ ટેકનોલોજી પોતાના પ્રાયોરિટી એટલે કે VIP ગ્રાહકો માટે નેટવર્કની અંદર જ એક અલગ ‘ફાસ્ટલેન’ (ખાસ રસ્તો) તૈયાર કરી દે છે. આનાથી નેટવર્ક પર ગમે તેટલું દબાણ હોય, તો પણ તમારા ફોનની ઇન્ટરનેટ સ્પીડ ઘટતી નથી અને કોલ ડ્રોપ થવાની સમસ્યા પણ નથી રહેતી.

અમેરિકા, બ્રિટન, સિંગાપોર અને મલેશિયા જેવા દેશો પછી હવે ભારત આ સુવિધા આપનારો ખાસ દેશ બની ગયો છે. એરટેલ ઇન્ડિયાના એમડી અને સીઈઓ શાશ્વત શર્માના જણાવ્યા અનુસાર, ભીડવાળા મ્યુઝિક કોન્સર્ટમાં વીડિયો સ્ટ્રીમ કરવો હોય કે વ્યસ્ત માર્કેટમાં કેબ બુક કરવી હોય, આ નેટવર્ક ક્યારેય સાથ નહીં છોડે.

આ VIP સેવાનો લાભ કોને અને કેવી રીતે મળશે?

આ સેવાનો લાભ મેળવવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે:

  • ચાલુ ગ્રાહકો: જો તમે એરટેલના પોસ્ટપેડ ગ્રાહક છો, તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી. આ સુવિધા તમારા ફોનમાં આપમેળે (ઓટોમેટિક) સક્રિય થઈ જશે.
  • નવા અથવા પ્રીપેડ ગ્રાહકો: પ્રીપેડ યુઝર્સ એરટેલ એપ અથવા નજીકના સ્ટોર પર જઈને સરળતાથી પ્રાયોરિટી પોસ્ટપેડમાં સ્વિચ કરી શકે છે.
  • ફોનની જરૂરિયાત: આ સુવિધા માટે યુઝર પાસે 5G SA (સ્ટેન્ડઅલોન) સપોર્ટ કરતો સ્માર્ટફોન હોવો જરૂરી છે અને તેનો સોફ્ટવેર અપ-ટુ-ડેટ હોવો જોઈએ.

એરટેલના નવા પ્લાન્સ અને તેના ધમાકેદાર ફાયદા

આ નવા પ્લાન્સની કિંમત 449 રૂપિયાથી શરૂ થઈને 1749 રૂપિયા સુધી જાય છે (જીએસટી અલગથી લાગશે). આ સ્માર્ટ પ્લાન્સમાં માત્ર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ જ નહીં, પરંતુ સુરક્ષા અને મનોરંજનનો પણ આખો ખજાનો છુપાયેલો છે.

આ પ્લાન્સમાં ગ્રાહકોને મળશે:

  • અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ
  • 3000 એસએમએસ અને ફ્રોડ એલર્ટ્સ (સ્પામ પ્રોટેક્શન)
  • 100GB ક્લાઉડ સ્ટોરેજ
  • એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ, જિયો હોટસ્ટાર, એપલ ટીવી+, એડોબી એક્સપ્રેસ પ્રીમિયમ અને એરટેલ એક્સસ્ટ્રીમ પ્લે જેવા પ્રીમિયમ OTT પ્લેટફોર્મ્સનું સબ્સ્ક્રિપ્શન.

આ પ્લાન્સ સિંગલ યુઝરથી લઈને પરિવારના 5 સભ્યો સુધીના ગ્રુપ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Breaking News: મેટા અને એમેઝોન પછી હવે આ દિગ્ગજ કંપનીએ લીધું મોટું પગલું, એક ઝાટકે 600 થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો!

Follow Us
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
g clip-path="url(#clip0_868_265)">