9 ઓક્ટોબરથી શરૂ થશે મુંબઈ-સિંધુદુર્ગની ફ્લાઈટ, એલાયન્સ એરની ફ્લાઈટ ભરશે ઉડાન, જાણો શું હશે ભાડુ

એલાયન્સ એર ફ્લાઈટ 9I 661 19 ઓક્ટોબરે મુંબઈથી 11.35 કલાકે ઉપડશે અને 1 વાગ્યે સિંધુદુર્ગ પહોંચશે. આ પછી, સિંધુદુર્ગથી ફ્લાઇટ નંબર 9I 662 1.25 કલાકે ઉપડશે અને 2.50 કલાકે મુંબઈ પહોંચશે.

9 ઓક્ટોબરથી શરૂ થશે મુંબઈ-સિંધુદુર્ગની ફ્લાઈટ, એલાયન્સ એરની ફ્લાઈટ ભરશે ઉડાન, જાણો શું હશે ભાડુ
Air India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 10:15 PM

એરલાઈન કંપની એલાયન્સ એર 9 ઓક્ટોબરથી પોતાની ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. એલાયન્સ એરએ એર ઈન્ડિયાની પ્રાદેશિક ફ્લાઈટ પેટાકંપની છે. એર ઈન્ડિયા ટુંક સમયમાં એક ખાનગી કંપનીને સોંપવામાં આવનાર છે. તેની તૈયારી ચાલી રહી છે. એલાયન્સ એરે બુધવારે જણાવ્યું હતું કે તે મુંબઈથી સિંધુદુર્ગ માટે 9 ઓક્ટોબરથી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. સિંધુદુર્ગ એરપોર્ટ તાજેતરમાં તૈયાર થયું છે. એલાયન્સ એર આ રૂટ પર ડેઈલી ડાયરેક્ટ એર સર્વિસ શરૂ કરશે.

ફ્લાઈટ શરૂ થયા બાદ એલાયન્સ એર દેશની પહેલી ડોમેસ્ટીક કેરીયર છે, જે કોંકણ ક્ષેત્રના ગ્રીનફિલ્ડ એરપોર્ટથી ઉડાન શરૂ કરશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટને ગત સપ્તાહે એવિએશન સેફ્ટી રેગ્યુલેટર ડીજીસીએ તરફથી કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવા માટે એરોડ્રોમ લાયસન્સ મળ્યું હતું. એલાયન્સ એરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલાયન્સ એર 9 ઓક્ટોબરથી મુંબઈથી સિંધુદુર્ગ માટે ડેઈલી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ સેવાને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી રીજનલ કનેક્ટીવીટી સ્કીમ હેઠળ શરૂ કરવામાં આવી રહી છે.

પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો

કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફ્લાઈટ શરૂ થઈ રહી છે

કેન્દ્ર સરકારે દેશમાં હવાઈ ઉડાનને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક હવાઈ મુસાફરીને સુલભ બનાવવા માટે રીજનલ કનેક્ટીવીટી સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત દેશના નાના નાના એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ફ્લાઈટ્સની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ લોકોને હવાઈ સેવાનો લાભ મળી રહ્યો છે. કેન્દ્ર સરકારનું ધ્યાન સમગ્ર દેશને એર નેટવર્ક સાથે જોડવાનું છે.

આ દિશામાં રીજનલ કનેક્ટીવીટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. મુંબઈ અને સિંધુદુર્ગ વચ્ચેની ફ્લાઈટ માટે એલાયન્સ એર પોતાનું 70 સીટવાળું ATR 72-600 એરક્રાફ્ટ લગાવશે.

જ્યોતિરાદિત્ય સિંધિયા ઉદ્ઘાટન કરશે

7 સપ્ટેમ્બરે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સ્થિત ચિપી એરપોર્ટનું ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 9 ઓક્ટોબરે ઉદ્ઘાટન કરશે. આ દિવસથી સિંધુદુર્ગ અને મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ફ્લાઈટને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

તાજેતરના મંત્રીમંડળ વિસ્તરણમાં મધ્યપ્રદેશના ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર પુરી થયા બાદ દેશમાં હવાઈ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સિંધુદુર્ગ-મુંબઈ ફ્લાઈટ આનો જ એક ભાગ છે.

આટલુ હશે ભાડું

એલાયન્સ એર ફ્લાઈટ 9I 661 19 ઓક્ટોબરે મુંબઈથી 11.35 કલાકે ઉપડશે અને 1 વાગ્યે સિંધુદુર્ગ પહોંચશે. આ પછી સિંધુદુર્ગથી ફ્લાઇટ નંબર 9I 662 1.25 કલાકે ઉપડશે અને 2.50 કલાકે મુંબઈ પહોંચશે. એલાયન્સ એર મુજબ શરૂઆતના દિવસે તમામ ટેક્સ સહિત ટિકિટની કિંમત મુંબઈ-સિંધુદુર્ગ માટે 2,520 રૂપિયા રાખવામાં આવી છે. સિંધુદુર્ગ-મુંબઈ ફ્લાઈટનું ભાડું 2,621 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ 800 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે

સરકારે સિંધુદુર્ગ જિલ્લાના ચિપી ખાતે 800 કરોડના રોકાણ સાથે પ્રથમ ગ્રીન એરપોર્ટ બનાવ્યું છે. આ એરપોર્ટથી સમગ્ર ક્ષેત્રમાં આર્થિક વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે. આ રોજગાર સાથે ઉદ્યોગોની તકો વધારશે. સ્થાનિક લોકોને રોજગારીની તકો મળશે. આઈઆરબી સિંધુદુર્ગ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરની કંપની છે, જેને સિંધુદુર્ગ એરપોર્ટના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં આ એરપોર્ટ બનીને તૈયાર થયું છે, જ્યાંથી પહેલી ફ્લાઈટ 9 ઓક્ટોબરથી શરૂ થશે.

આ પણ વાંચો :  કાપડ ઉદ્યોગ માટે ટૂંક સમયમાં થઈ શકે છે એક મોટી જાહેરાત, ખૂબ મોટુ નિકાસકાર બનશે ભારત

જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
g clip-path="url(#clip0_868_265)">