Ahmedabad : અફઘાનિસ્તાનમાં તંગ બનેલા માહોલના કારણે સોનાના ભાવમાં વધારો

|

Aug 17, 2021 | 10:00 PM

પહેલા સોનાનો ભાવ 50 હજાર ઉપર હતો. જે ઘટીને 48 હજાર પર પહોંચ્યો. જોકે અફઘાનિસ્તાન માં તંગ બનેલા માહોલને લઈને ફરી એક વાર સોનાનો ભાવ વધ્યો છે. જેમાં એક હજાર ના વધારા સાથે 48 હજારનું સોનુ હાલમાં 49 હજાર પર પહોંચ્યું છે.

Ahmedabad : અફઘાનિસ્તાનમાં તંગ બનેલા માહોલના કારણે સોનાના ભાવમાં વધારો
Ahmedabad Gold prices rise to Rs 49,000 from Rs 47,000 due to tense situation in Afghanistan

Follow us on

કોરોના કાળ વચ્ચે ઓલ ટાઈમ હાઈ રહેલ સોનાનો ભાવ ઘટતા અને શ્રાવણ માસ સાથે રક્ષાબંધન અને જન્માષ્ટમી નજીક હોવાથી જવેલરીની ખરીદીમાં વધારો થયો. જોકે તેવામાં અફઘાનિસ્તાનની ઘટના સામે આવતા ફરી એક વાર સોનાના ભાવમાં વધારો થયો છે. કેમ કે પહેલા 10 ગ્રામ સોનાનો  ભાવ 50 હજાર ઉપર હતો. જે ઘટીને 48 હજાર પર પહોંચ્યો. જોકે અફઘાનિસ્તાન માં તંગ બનેલા માહોલને લઈને ફરી એક વાર સોનાનો ભાવ વધ્યો છે. જેમાં એક હજાર ના વધારા સાથે 48 હજારનું સોનુ હાલમાં 49 હજાર પર પહોંચ્યું છે.

મહત્વનું છે કે કોરોનાને લઈને 2 વર્ષ સુધી જવેલરીની ખરીદી ન હતી. પણ બાદમાં માહોલ શાંત પડ્યો તે બાદ ખરીદીમાં સામાન્ય વધારો થયો. જોકે બીજી લહેરમાં ફરી બ્રેક વાગી અને તેમાં પણ વધુ ભાવને લઈને રોકાણ પણ ઘટ્યું. જોકે ફરી વાર કેસ ઘટતા અને ભાવ ઘટતા રોકાણ વધ્યું.

હાલમાં તહેવાર ને લઈને ખરીદ ચાલી રહી છે. સાથે જ આગામી મહિનાઓમાં લગ્ન પ્રસંગ હોવાને લઈને પણ ખરીદી અને બુકીંગ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે લગ્ન પ્રસંગમાં 100 કરોડનો બિઝનેશ થતો હોય છે. તે ફરી થતો દેખાઈ રહ્યો છે તેવું  જ્વેલર્સઓનું  માનવું છે. એટલું જ નહીં પણ હાલમાં 50 ટકા ઉપર બિઝનેસ જવેલર્સ માં નોંધાયો છે જે સારી બાબત પણ માનવામાં આવી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તો સાથે જવેલર્સનું એવુ પણ માનવું છે કે જો અન્ય દેશમાં પરિસ્થિતિ તંગદિલી ભરી રહી તો કોરોના વચ્ચે સોનાનો ભાવ ઓલ ટાઈમ 50 હજાર ઉપર હાઈ રહ્યો હતો. તેવો ભાવ ફરી આવી શકે છે. જે અર્થતંત્રને નુકશાન કરી શકે છે. તેમજ લોકો પર પણ અસર કરી શકે છે.

જોકે તે તમામ બાબતો વચ્ચે લોકો સોનામાં રોકાણ તરફ આગળ વધતા જવેલર્સ ક્ષેત્રે પહેલા જેવો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે 

AHMEDABAD 999 48968
RAJKOT 999 48985
(સોર્સ : આરવ બુલિયન)

આ પણ વાંચો : વ્યક્તિએ મિત્રને લગ્નમાં આપી એવી ભેટ કે વીડિયો જોઈ લોકો બોલ્યા હવે વરરાજાને જીવનભર કમાવવાની જરુર નહીં

આ પણ વાંચો :  PM Kisan : પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે રૂપિયા 3,000 પેન્શન, જાણો વિગત

Published On - 9:58 pm, Tue, 17 August 21

Next Article