બે ગુજરાતી બિઝનસમેન વચ્ચે મોટા પ્રોજેક્ટ માટે કરાર, અંબાણી અને અદાણીની કંપની આટલા કરોડનું કરશે રોકાણ

|

Mar 28, 2024 | 2:02 PM

ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પાવર સેક્ટરમાં એક મોટા પ્રોજેક્ટમાં સાથે પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રૂપની કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 20 વર્ષના લાંબા ગાળા માટે એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. જો કે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે આ મોટો પ્રોજેક્ટ એક નવી જ કામકાજની શરૂઆત માનવામાં આવે છે.

બે ગુજરાતી બિઝનસમેન વચ્ચે મોટા પ્રોજેક્ટ માટે કરાર, અંબાણી અને અદાણીની કંપની આટલા કરોડનું કરશે રોકાણ

Follow us on

ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પાવર સેક્ટરમાં એક મોટા પ્રોજેક્ટમાં સાથે પ્રવેશ કર્યો છે. ખરેખર, અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવર લિમિટેડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 500 મેગાવોટ માટે 20 વર્ષના લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર કેપ્ટિવ યુઝર્સ પોલિસી હેઠળ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પોલિસીને વીજળી નિયમ 2005 હેઠળ લાવવામાં આવી હતી.

અદાણી પાવરે શું કહ્યું?

બોમ્બે સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગમાં અદાણી પાવરે જણાવ્યું હતું કે કંપનીની પેટાકંપની મહાન એનર્જેન (MEL) એ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. MELની કુલ ઓપરેશનલ ક્ષમતા 2,800 MW છે. તેમાંથી 600 મેગાવોટના એક યુનિટને કેપ્ટિવ યુનિટ બનાવવાની દરખાસ્ત છે.

રિલાયન્સ કેટલો હિસ્સો ધરાવે છે?

અદાણી પાવરના જણાવ્યા અનુસાર, કેપ્ટિવ પોલિસીનો લાભ મેળવવા માટે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પાવર પ્લાન્ટની કુલ ક્ષમતાના પ્રમાણમાં કેપ્ટિવ યુનિટમાં 26 ટકા માલિકી હિસ્સો ધરાવવો પડશે. આ કેપ્ટિવ યુનિટની કુલ ક્ષમતાના પ્રમાણમાં હશે. અદાણી પાવરે જણાવ્યું હતું કે રિલાયન્સ MELના 5 કરોડ ઇક્વિટી શેર દ્વારા આ માટે રૂ. 50 કરોડનું રોકાણ કરશે. આ ડીલ દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 500 મેગાવોટ પાવરની ખરીદી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ સંદર્ભે અદાણી પાવર, મહાન એનર્જન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

સરકારી કંપનીને ઓર્ડર આપ્યો

અહીં અદાણી પાવરે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)ને મોટો ઓર્ડર આપ્યો છે. આ અંતર્ગત છત્તીસગઢના રાયગઢમાં 1,600 મેગાવોટના રાયગઢ ફેઝ-2 થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે. આ રૂ. 4,000 કરોડનો ઓર્ડર છે. BHEL અનુસાર, છત્તીસગઢના રાયગઢ ફેઝ-2માં હાઇ-ટેક્નોલોજી આધારિત 2×800 મેગાવોટ પ્રોજેક્ટ માટે સાધનોના સપ્લાય, બાંધકામ અને કામગીરીની દેખરેખ માટે ઓર્ડર મળ્યો છે.

શેરની સ્થિતી શું રહી છે?

ગુરુવારે અદાણી પાવરના શેરમાં વધારો થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આ શેર 527 રૂપિયાના ભાવે પહોંચી ગયો. આ અગાઉના દિવસની સરખામણીમાં એક ટકાથી વધુનો વધારો નોંધાયો છે. 6 ડિસેમ્બર, 2023ના રોજ, આ શેર 589.30 રૂપિયાના ભાવે પહોંચ્યો હતો. આ શેર 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે.

આ પણ વાંચો: Share Market: અદાણી, અંબાણી કે ટાટા નહીં, આ નાણાકીય વર્ષમાં સૌથી વધુ આ કંપનીઓને થયો ફાયદો

 

Next Article