આ શેરે 98% તૂટ્યા બાદ સતત 5 દિવસ અપર સર્કિટ લગાવી,જાણો કેમ અચાનક સ્ટોકમાં આવી તેજી

|

Jan 07, 2023 | 9:42 AM

રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ શુક્રવારે  NSE પર 5% અપર સર્કિટ સાથે ₹10.65ની ઈન્ટ્રાડે હાઈ પર બંધ રહ્યો હતો. છેલ્લા સત્રમાં અપર સર્કિટ પછી સ્મોલ-કેપ પેની સ્ટોક નવા વર્ષ 2023 માં તમામ 5 ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટને હિટ કરવામાં સફળ રહ્યો. છેલ્લા એક વર્ષમાં સ્ટોક 30% ઘટ્યો છે.

આ શેરે 98% તૂટ્યા બાદ સતત 5 દિવસ અપર સર્કિટ લગાવી,જાણો કેમ અચાનક સ્ટોકમાં આવી તેજી
Anil Ambani

Follow us on

અનિલ ધીરુભાઈ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ (ADAG)ના શેરના ભાવ છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોથી અપર સર્કિટને લાગી રહી છે. અનિલ અંબાણીની આ દેવામાં ડૂબેલી કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ દિવસોમાં આ કંપની ટોરેન્ટ ગ્રુપ અને હિન્દુજા ગ્લોબલ દ્વારા એક્વિઝિશન માટે સમાચારમાં છે. તેથી સ્ટોક એક્શનમાં છે. શેરબજારમાં સ્મોલ-કેપ પેની સ્ટોક નવા વર્ષ 2023 માં તમામ 5 ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટને સ્પર્શવામાં સફળ રહ્યો. છેલ્લા એક વર્ષમાં સ્ટોક 30% ઘટ્યો છે તો આ વર્ષે YTDમાં 21% સુધીનો વધારો જોવા મળ્યો છે.

કંપનીના શેરની હિસ્ટ્રી

રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ શુક્રવારે  NSE પર 5% અપર સર્કિટ સાથે ₹10.65ની ઈન્ટ્રાડે હાઈ પર બંધ રહ્યો હતો. છેલ્લા સત્રમાં અપર સર્કિટ પછી સ્મોલ-કેપ પેની સ્ટોક નવા વર્ષ 2023 માં તમામ 5 ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટને હિટ કરવામાં સફળ રહ્યો. છેલ્લા એક વર્ષમાં સ્ટોક 30% ઘટ્યો છે. તે જ સમયે આ વર્ષે YTDમાં 21% સુધીનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરી 2018ના રોજ તે 600.80 રૂપિયાથી ઘટીને 10.65 રૂપિયા પર આવી ગયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન એક લાખનું રોકાણ ઘટીને 1,775 હજાર રૂપિયા થઈ ગયું હતું.

જાણો શું છે મામલો?

LTએ ટોરેન્ટ ગ્રૂપની અરજી પર રિલાયન્સ કેપિટલ લિમિટેડની નાદારીની કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. વાસ્તવમાં, ગુજરાતના ટોરેન્ટ ગ્રૂપે આ પિટિશનમાં હિન્દુજા ગ્રૂપે રજૂ કરેલી સુધારેલી બિડને પડકારી છે. તમને જણાવી દઈએ કે ટોરેન્ટ ગ્રુપ ઈ-ઓક્શનમાં 8,640 કરોડ રૂપિયાની ઓફર સાથે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું હતું જ્યારે હિન્દુજા ગ્રુપની બિડ 8,110 કરોડ રૂપિયા હતી. જો કે, ઈ-ઓક્શનના બીજા દિવસે હિન્દુજા ગ્રુપે તેની ઓફરને સુધારીને રૂ. 9,000 કરોડ કરી હતી. ટોરેન્ટે તેની અરજીમાં દાવો કર્યો હતો કે ઈ-ઓક્શન બાદ હિન્દુજા ગ્રૂપ દ્વારા કરવામાં આવેલી સુધારેલી ઓફર ખોટી અને ગેરકાયદેસર હતી. NCLTએ એડમિનિસ્ટ્રેટરને ટોરેન્ટ ગ્રુપની અરજીનો જવાબ આપવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી આવતા સપ્તાહે થશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

NCLTએ કેસની સુનાવણી દરમિયાન ટોરેન્ટ ગ્રૂપને રાહત આપતાં હિન્દુજા ગ્લોબલ અને રિલાયન્સ કેપિટલના નવા પ્રસ્તાવને મંજૂરી આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. NCLT આવતા અઠવાડિયે તેની સુનાવણી કરશે. રિલાયન્સ કેપિટલ દ્વારા કોની બિડ સ્વીકારવી જોઈએ તે અંગેનો અંતિમ નિર્ણય NCLT દ્વારા લેવામાં આવશે.

આરબીઆઈએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બરતરફ કરી દીધા હતા

રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ગયા વર્ષે નવેમ્બરમાં રિઝર્વ બેન્ક દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા અને નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રિલાયન્સ કેપિટલ ઇન્સોલ્વન્સી કોડ હેઠળ હરાજી માટે જનાર ત્રીજી NBFC છે. આ પહેલા Srei ગ્રુપ અને DHFLની હરાજી થઈ ચૂકી છે.

Published On - 9:40 am, Sat, 7 January 23

Next Article