અંબાણી અને ટાટા પછી હવે કિર્લોસ્કર બંધુઓ વચ્ચે કૌટુંબિક વિવાદ શરૂ થયો, સૈકા જૂની કંપનીના વારસાને લઇ મામલો ગરમાયો

આ વર્ષે 16 જુલાઇએ અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી પાંચ કંપનીઓએ પોતપોતાના વ્યવસાયો માટે નવી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કંપનીઓ માટે નવી બ્રાન્ડની ઓળખ અને રંગોની ઘોષણા કરવામાં આવી હતી

અંબાણી અને  ટાટા પછી હવે કિર્લોસ્કર બંધુઓ વચ્ચે કૌટુંબિક વિવાદ શરૂ થયો, સૈકા જૂની કંપનીના વારસાને લઇ મામલો ગરમાયો

અંબાણી બંધુઓ અને ટાટા મિસ્ત્રી બાદ હવે દેશમાં વધુ એક કોર્પોરેટ હાઉસ (Kirloskar Family Dispute) નો વિવાદ ચર્ચામાં આવ્યો છે.130 વર્ષ જુના કારોબારી વારસાને લઈ પરિવારમાં મતભેદ ઉભા થયા છે. સંજય કિર્લોસ્કરની આગેવાની હેઠળની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડએ આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈઓ અતુલ અને રાહુલ હેઠળની ચાર કંપનીઓ તેમના 130 વર્ષના વારસાને છીનવી લેવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

જ્યારે બીજી તરફ આ આરોપોને રીતે નકારી કઢાયા છે. કુટુંબમાં વિવાદો વચ્ચે, કેબીએલએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ (KOL), કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KIL), કિર્લોસ્કર ન્યુમેટિક કંપની (KPCL) અને કિર્લોસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KFIL) એ KBLનો વારસો છીનવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

જાણો શું છે વિવાદ ?
KBLની વિરાસતને પોતાની હોવાનો દાવો કરવાની કોશિશ કરાઈ હોવાનો સેબીને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે. આ સંદર્ભમાં કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ લિ.નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કેબીએલના પ્રવક્તાએ કહ્યું કે કેબીએલના સેબીને લખેલા પત્રમાં અનેક તથ્યોની ભૂલો છે. પ્રવક્તાએ કહ્યું કે કેબીએલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કિર્લોસ્કર બ્રધર્સનો વારસો છીનવી લેવાનો પ્રયત્ન કરવાની વાત તો દૂર છે.

દાવા સામે પ્રશ્નો ઉઠ્યા
આ વર્ષે 16 જુલાઇએ અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી પાંચ કંપનીઓએ પોતપોતાના વ્યવસાયો માટે નવી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કંપનીઓ માટે નવી બ્રાન્ડની ઓળખ અને રંગોની ઘોષણા કરવામાં આવી હતી તેમજ એક નવો કિર્લોસ્કર લોગો અપનાવવામાં આવ્યો હતો. આ ઘોષણા સમયે એવું કહેવામાં આવતું હતું કે આ રંગો 130 વર્ષ જૂનાં નામના વારસાને રજૂ કરે છે.

આ કંપનીઓ સૈકા જૂની નથી
પહેલા પક્ષના આક્ષેપ સામે વાંધો ઉઠાવતા કેબીએલે સેબીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે KOL ,KIL, KPCL અને KFILની સ્થાપના અનુક્રમે 2009, 1978, 1974 અને 1991 માં થઈ હતી અને તેનો 130 વર્ષ જુનો વારસો નથી. આવી સ્થિતિમાં હવે જોવાનું એ છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી આ સમગ્ર મામલે શું લે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati