AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya Birla Sun Life AMC share Listing: આજે લિસ્ટિંગ થઇ રહેલા શેર અંગે શું છે નિષ્ણાંતોના અભિપ્રાય,જાણો કેટલું છે GMP?

કંપનીનો ઇશ્યૂ 29 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો અને 1 ઓક્ટોબરના રોજ બંધ થયો. તેના ઇશ્યૂને માત્ર 5.25 વખત સબ્સ્ક્રાઇબ થયું હતું. આમાં QIB ખરીદદારોએ 10.36 વખત બોલી લગાવી હતી જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 4.39 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. આ જ રિટેલ રોકાણકારોએ 3.24 વખત બિડ કરી હતી.

Aditya Birla Sun Life AMC share Listing: આજે લિસ્ટિંગ થઇ રહેલા શેર અંગે શું છે નિષ્ણાંતોના અભિપ્રાય,જાણો કેટલું છે GMP?
stock market
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 9:20 AM
Share

Aditya Birla Sun Life AMC share Listing: આજે આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના શેર લિસ્ટ થઇ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આદિત્ય બિરલા સન લાઈફ AMC ના શેર આજે 5% પ્રીમિયમ પર લિસ્ટેડ થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીના શેરનું લિસ્ટિંગ 11 ઓક્ટોબરના રોજ મહત્તમ 10-15% ટકા થઈ શકે છે. આદિત્ય બિરલા સન લાઇફ AMC ત્રિમાસિક સરેરાશ સંપત્તિઓ દ્વારા દેશની સૌથી મોટી AMC છે જે કોઇપણ બેંક સાથે જોડાયેલ નથી.

આદિત્ય બિરલા સન લાઇફ AMC નબળા સબ્સ્ક્રિપ્શન્સ અને ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધુ વૃદ્ધિને કારણે ખૂબ સારી લિસ્ટિંગની અપેક્ષા ધરાવતી નથી. જોકે, કંપનીની બેલેન્સશીટ મજબૂત છે. તેનો ટ્રેક રેકોર્ડ પણ સારો છે. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વૈવિધ્યસભર છે. પ્રમોટર મજબૂત બેકગ્રાઉન્ડ અને સારી બ્રાન્ડ સ્થિતિ ધરાવે છે. કંપની પાસે નવીનતા અને ટેકનોલોજીના ઉપયોગનો લાંબા ગાળાનો ટ્રેક રેકોર્ડ છે પરંતુ આ બધું હોવા છતાં રોકાણકારોએ તેના ઇશ્યૂમાં વધારે રસ દાખવ્યો નહીં. આનું સૌથી મોટું કારણ એ હતું કે આ ઈશ્યુ સંપૂર્ણપણે OFS હતો.

કંપનીની ઇશ્યૂ પ્રાઇસ 712 રૂપિયા હતી. આ વર્ષે લિસ્ટ થનાર 43 મી કંપની છે. મહેતા ઇક્વિટીઝના વીપી (રિસર્ચ) પ્રશાંત તાપસીએ જણાવ્યું હતું કે, “સબ્સ્ક્રિપ્શન માંગ અપેક્ષા કરતા ઓછી હોવાથી અમે 5-10%ના પ્રીમિયમ પર લિસ્ટિંગની અપેક્ષા રાખીએ છીએ.” હેમ સિક્યોરિટીઝ એક્સપેક્ટ્સના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક આસ્થા જૈન અને કેપિટલવીયા ગ્લોબલના સંશોધન વડા ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે તે 4-6% પ્રીમિયમમાં લિસ્ટ થઈ શકે છે.

કંપનીનો ઇશ્યૂ 29 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો અને 1 ઓક્ટોબરના રોજ બંધ થયો. તેના ઇશ્યૂને માત્ર 5.25 વખત સબ્સ્ક્રાઇબ થયું હતું. આમાં QIB ખરીદદારોએ 10.36 વખત બોલી લગાવી હતી જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 4.39 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. આ જ રિટેલ રોકાણકારોએ 3.24 વખત બિડ કરી હતી.

તમને શેર મળ્યા  કે નહીં તે આ રીતે જાણો

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો >> તમારે પહેલા આ લિંક KFintech link — kprism.kfintech.com/ipostatus/ પર ક્લિક કરવાનું રહેશે. >> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો. >> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો. >> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો. >> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો. >> તે પછી કેપ્ચા સબમિટ કરો. >> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો.

આ પણ વાંચો : Upcoming IPO in October : Paytmઅને Policybazaar સહીત 5 કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today: 10 દિવસમાં પેટ્રોલ 2.80 અને ડીઝલ 3.30 રૂપિયા મોંઘુ થયું, જાણો શું છે વૈશ્વિક બજારની સ્થિતિ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">