અદાણી ગ્રુપની સીટી ગેસ કંપની, હવે નવા નામે ઓળખાશે, જાણો કેમ બદલ્યું નામ
ગૌતમ અદાણીના જૂથની સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ગેસ લિમિટેડનું નામ બદલવા જઈ રહ્યું છે. ફ્રેન્ચ ઉર્જા કંપની ‘ટોટલ’ દ્વારા કંપનીમાં હિસ્સો ખરીદવાને કારણે હવે તે કંપની અદાણી ટોટલ ગેસ કહેવાશે. કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેંજ ફાઇલિંગમાં આપી હતી. ફ્રેન્ચ દિગ્ગજ કંપની દ્વારા હિસ્સો ખરીદ્યા બાદ અદાણી ગેસ હવે અદાણી ગ્રૂપ અને ટોટલ ગ્રુપ વચ્ચે […]

ગૌતમ અદાણીના જૂથની સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ગેસ લિમિટેડનું નામ બદલવા જઈ રહ્યું છે. ફ્રેન્ચ ઉર્જા કંપની ‘ટોટલ’ દ્વારા કંપનીમાં હિસ્સો ખરીદવાને કારણે હવે તે કંપની અદાણી ટોટલ ગેસ કહેવાશે. કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેંજ ફાઇલિંગમાં આપી હતી. ફ્રેન્ચ દિગ્ગજ કંપની દ્વારા હિસ્સો ખરીદ્યા બાદ અદાણી ગેસ હવે અદાણી ગ્રૂપ અને ટોટલ ગ્રુપ વચ્ચે સંયુક્ત સાહસ છે. બંને પ્રમોટરો 37.40 ટકા હિસ્સો ધરાવે છે અને બાકી 25.20 ટકા હિસ્સો જાહેર શેરધારકો ધરાવે છે.

નોંધપાત્ર છે કે, કોરોના કટોકટીની વચ્ચે વિશ્વભરમાં પડકારજનક આર્થિક વાતાવરણ સર્જાયું હોવા છતાં, કેટલીક કંપનીઓ અને કેટલાક સાહસિકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ આ વર્ષે સંપત્તિમાં સૌથી મોટો વધારો નોંધાવ્યો છે. તેમની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 1.43 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ગૌતમ અદાણીને અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં શાનદાર વૃદ્ધિનો ફાયદો થયો છે. આ વર્ષે અદાણી ગ્રીનના શેરમાં અત્યાર સુધીમાં 582 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન અદાણી ગેસના શેરમાં 112 ટકાનો અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 86 ટકાનો વધારો થયો છે. અદાણી ટ્રાન્સમિશન 40 ટકા અને અદાણી પોર્ટ્સ 4 ટકા વધ્યા છે. અદાણી જૂથ બંદર, વિમાનમથક, ઉર્જા, લોજિસ્ટિક્સ, કૃષિ વ્યવસાય, સ્થાવર મિલકત, સંરક્ષણ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રે કાર્યરત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
