Gautam Adani News: અદાણી ગ્રૂપ દેવું ઘટાડવા માટે સક્રિય, જાપાની બેન્કના રોકાણનો લેશે લાભ

|

Dec 02, 2022 | 7:47 PM

જાપાનની કેટલીક બેંકોએ અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની AGELમાં રોકાણ કર્યું છે. ગ્રૂપ કંપની અદાણી સોલર એનર્જી એપી સિક્સ (Adani Solar Energy AP Six Private Ltd) દ્વારા 2795 કરોડ જાપાનીઝ યેન એકત્ર કરવામાં આવ્યા છે.

Gautam Adani News: અદાણી ગ્રૂપ દેવું ઘટાડવા માટે સક્રિય, જાપાની બેન્કના રોકાણનો લેશે લાભ
Adani Solar Energy AP Six Private Ltd

Follow us on

અદાણી ગ્રુપની કંપનીઓએ તેમની દેવું ઘટાડવાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ તેની પેટાકંપની અદાણી સોલર એનર્જી એપી સિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેના વર્તમાન દેવું ચૂકવવા માટે 2795.4 કરોડ જાપાનીઝ યેન (આશરે રૂ. 1,630 કરોડ) એકત્ર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર MUFG બેંક ઓફ જાપાન અને સુમિતોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન દ્વારા સમાન ભાગીદારીમાં લોન પ્રોજેક્ટની સુવિધા આપવામાં આવી છે.

CFOએ જણાવ્યું હતું

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) ફુંટસોક વાંગ્યાલે અહીં જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે “અમારા ધિરાણકર્તાઓના મજબૂત સમર્થન સાથે AGEL માટે આ એક ઉત્તમ પરિણામ છે”

વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરૂ કર્યો

અદાણી ગ્રીન એનર્જીએ થોડા મહિના પહેલા જ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં 600 મેગાવોટની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો વિન્ડ-સોલર પ્લાન્ટ શરૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે વિશ્વનો સૌથી મોટો વિન્ડ-સોલર પાવર પ્લાન્ટ છે. પ્લાન્ટે 25 વર્ષ માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે રૂ. 2.69/kWhના દરે પાવર પરચેઝ કરાર કર્યા છે. આ પ્રોજેક્ટમાં 600 મેગાવોટના સૌર અને 150 મેગાવોટના વિન્ડ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ છે. AGELએ આ વર્ષે મે મહિનામાં 390 મેગાવોટનો હાઈબ્રિડ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો. હાઈબ્રિડ પ્રોજેક્ટમાં સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ એક જ જગ્યાએ લગાવવામાં આવે છે. રાજસ્થાનમાં 600 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ શરૂ થવા સાથે AGELની ઉત્પાદન ક્ષમતા 6,700 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. આમાં 1,000 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

મુંબઈનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગૌતમ અદાણી ગ્રુપ પાસે ગયો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના નામથી ઓળખાતી ધારાવીનો પુનર્વિકાસ પ્રોજેક્ટ ગૌતમ અદાણી ગ્રુપ પાસે ગયો છે. અદાણી ગ્રુપે તેને હાસિલ કરવા માટે 5069 કરોડની બોલી લગાવી હતી. મંગળવારે આ સંબંધમાં ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને અદાણી ગ્રુપે બાજી મારી લીધી. ડીએલએફ ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. નમન ગ્રુપ ટેન્ડર પ્રક્રિયામાં ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું. સૌથી મોટી બોલી લગાવવાના કારણે છેલ્લે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપના હાથમાં આવી ગયો.

Next Article