અદાણી એન્ટરપ્રાઈઝ હવે કોપરના ઉત્પાદન માટે ગ્રીન ફિલ્ડ રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના કરશે, પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રુપિયા 6071 કરોડ ઋણની જરુરિયાત પૂર્ણ કરી દેવાઈ

|

Jun 27, 2022 | 2:16 PM

અદાણી ભારતના રીન્યુએબલ એનર્જી તરફના ઝૂકવના હેતુથી રિફાઈન્ડ કોપરનું ઉત્પાદન કરવા તૈયારી કરી રહ્યું છે, પ્રોજેક્ટમાં જરૂરી ટેક્નોલોજી જોડાયેલી છે અને સ્થળ પર બાંધકામનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝે ( Adani Enterprise ) જણાવ્યું હતું કે, તે 2024 ના પ્રથમ છ મહિનામાં ઉત્પાદન શરૂ કરવાનું સુનિશ્ચિત કરે છે.

અદાણી એન્ટરપ્રાઈઝ હવે કોપરના ઉત્પાદન માટે ગ્રીન ફિલ્ડ રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના કરશે, પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રુપિયા 6071 કરોડ ઋણની જરુરિયાત પૂર્ણ કરી દેવાઈ
Gautam Adani
Image Credit source: FILE PHOTO

Follow us on

Adani : અદાણી એન્ટરપ્રાઈઝ ( Adani Enterprise) કોપરના ઉત્પાદન માટે એક ગ્રીન ફિલ્ડ રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યું છે.અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ની પેટા કંપની કચ્છ કોપર લિ.એ બે તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન રીફાઈન્ડ કોપરના ઉત્પાદન માટે એક ગ્રીન ફિલ્ડ રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે, પ્રથમ તબક્કામાં વાર્ષિક 0.5 મિલીયન ઉત્પાદન ક્ષમતા માટે કચ્છ (Kutch) કોપર લિએ ગુજરાતની મુદ્રા ખાતે ગ્રીન રિફાઈનરી પ્રોજેક્ટ માટે લીડ બેંક સ્ટેટ બેક ઓફ ઈન્ડિયા (State Back of India)ના નેતૃત્વમાં બેંકોના બનેલા કોન્સોર્ટીઅમ સાથે સિન્ડીકેટેડ ક્લબ લોન માટે ધિરાણ દસ્તાવેજોની અમલવારી કરી ફાયવાન્સિયલ ક્લોઝર મેળવ્યું છે.

પ્રોજેક્ટો માટે જરુરી ટેકનોલોજી માટેનું આયોજન

આ કોન્સોર્ટિઅમની સભ્ય બેંકોમાં બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર છે, કોન્સોર્ટિઅમમાં સામેલ આ બેંકોએ કચ્છ કોપર લિના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રુપિયા 6071 કરોડ ઋણની જરુરિયાતને મંજૂર કરી અને કરાર પર સહી સિક્કા કર્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટરે જણાવ્યું હતુ કે, આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે જોડાયેલા રહીને કોપર લિં. રાષ્ટ્રના ઈવી અને રીન્યુએબલ્સ તરફના સ્થાનાંતરણની ગતિને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકામાં ભજવવા રીફાઈન્ડ કોપરના ઉત્પાદનની ક્ષમતાનું નિર્માણ કરવાનું વિચારે છે,આ પ્રોજેક્ટો માટે જરુરી ટેકનોલોજી માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

રીફાઈન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીન ફિલ્ડ કોનર રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના

કચ્છ કોપર લિ. અદાણી પોર્ટફોલિઓના સામગ્રી , ધાતુઓ અને ખનનનો એક ભાગ હશે, અદાણી એન્ટરપ્રાઈઝ લિના સમગ્ર ESG માળખા આધારીત ઉત્પાદન અને બનાવવાની પ્રકિયાના બેન્ચમાર્ક ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની કંપની ESG મજબૂત ફિલોસોફી ધરાવે છે. અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ની 100 ટકા પેટા કંપની કચ્છ કોપર લિમિટેડની સ્થાપના કોપર બિઝનેસ સંબંધિત કોપર કેથોડ્સ અને તાંબાના સળીયા અને સંલગ્ન ઉત્પાદન જેવી કામગીરી હાથ ધરવાના હેતુથી કરવામાં આવી હતી. કચ્છ કોપર લિ.બે તબક્કામાં વાર્ષિક 10 લાખ મેટ્રિક ટન રીફાઈન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીન ફિલ્ડ કોનર રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યું છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ એક ફલેગશીપ કંપની છે. ગત્ત વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને અલગ કંપનીઓમાં રુપાંતર કર્યું છે.

અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ લિ અને અદાણી વિલ્મર લિ માં રુંપાતર કરી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં શાનદાર કામ કર્યું છે.

 

Next Article