1 વર્ષમાં 42% રિટર્ન આપનાર કંપની હવે રૂપિયા 23.80 ડિવિડન્ડ આપશે, ત્રિમાસિક પરિણામોમાં નફામાં વધારો થયો
ABB ઇન્ડિયાએ કેલેન્ડર વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર (Q4) માટે પરિણામો જાહેર કર્યા છે. કંપનીના પરિણામો અપેક્ષા કરતા અલગ રહ્યા છે. કંપનીએ તેના રોકાણકારોને અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર કંપનીએ તેના શેરધારકો માટે શેર દીઠ રૂપિયા 23.80ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

ABB ઇન્ડિયાએ કેલેન્ડર વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર (Q4) માટે પરિણામો જાહેર કર્યા છે. કંપનીના પરિણામો અપેક્ષા કરતા અલગ રહ્યા છે. કંપનીએ તેના રોકાણકારોને અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર કંપનીએ તેના શેરધારકો માટે શેર દીઠ રૂપિયા 23.80ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
મંગળવારે ABB ઇન્ડિયાનો શેર 0.89 ટકાના વધારા સાથે રૂપિયા 4,528.85 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 4,990.05 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 42.89 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 75.00 ટકા પર યથાવત છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડે તેનું હોલ્ડિંગ 4.96 ટકાથી ઘટાડીને 4.77 ટકા કર્યું છે.
Q4 માં કંપનીનો નફો વધ્યો
કંપનીએ માહિતી આપી છે કે કંપનીનો નફો Q4માં વધીને રૂ. 339 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉ આ ત્રિમાસિકમાં રૂ. 305 કરોડ હતો. કંપનીના નફામાં આ વધારો 11 ટકા છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે રૂ. 2,427 કરોડથી વધીને રૂ. 2,758 કરોડ થઈ છે.
કંપનીએ કહ્યું છે કે ચોથા ક્વાર્ટરમાં તેનો EBITDA વધીને 417 કરોડ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીનો EBITDA રૂ. 364 કરોડ હતો. કંપનીનું EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 15 ટકાથી વધીને Q4 માં 15.1 ટકા થયું છે. શેરે 1 વર્ષમા 1,359.45 રૂપિયા અથવા
કંપની વિશે જાણો
ABB ઈન્ડિયા લિમિટેડ એન્જિનિયરિંગ અને બાંધકામ સંબંધિત પ્રોજેક્ટ્સમાં સામેલ છે અને ભારે એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક સાધનોનું ઉત્પાદન કરે છે. કંપની ઊર્જા ઉત્પાદન, પાવર ટ્રાન્સમિશન, ટ્રાન્સપોર્ટેશન, પ્રોસેસ ઓટોમેશન અને પ્રદૂષણ નિયંત્રણ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
આ પણ વાંચો : Paytmના શરૂ થયા અચ્છે દિન! છેલ્લા 3 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, શેરના ભાવમાં થયો 16 ટકાનો વધારો