AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar-Ration Link: શું તમે તમારા રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું? આ સરળ પ્રક્રિયા અનુસરી પતાવી લો કામ, નહીંતર નહિ મળે સરકારી લાભ

તમે આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (aadhar ration card link) કરીને 'વન નેશન વન રેશન કાર્ડ' યોજનાનો લાભ લઈ શકો છો. આ સાથે તમે દેશના કોઈપણ રાજ્યના રેશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.

Aadhaar-Ration Link: શું તમે તમારા રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું? આ સરળ પ્રક્રિયા અનુસરી પતાવી લો કામ, નહીંતર નહિ મળે સરકારી લાભ
Aadhaar-Ration Link
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 7:47 AM
Share

Aadhaar-Ration Link: રેશનકાર્ડ (ration card)ના લાભાર્થીઓને ઓછા ભાવે રાશન મળે છે તેમજ અન્ય ઘણા લાભો પણ મળે છે. કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રેશન કાર્ડ'(one nation one ration card) યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રેશનકાર્ડ હેઠળ અનાજ સાથે ઘણા અન્ય લાભો ઉપલબ્ધ છે. તમે આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (aadhar ration card link) કરીને ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાનો લાભ લઈ શકો છો. આ સાથે તમે દેશના કોઈપણ રાજ્યના રેશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.

આ રીતે આધાર કાર્ડને ઓનલાઇન લિંક કરો 1. આ માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ. 2. હવે તમે ‘Start Now’ પર ક્લિક કરો. 3. હવે અહીં તમારે તમારું સરનામું જિલ્લા રાજ્ય સાથે ભરવાનું રહેશે. 4. આ પછી ‘Ration Card Benefit’ ના વિકલ્પ પર ક્લિક કરો. 5. હવે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો. 6. વિગત ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. 7. હવે OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે. 8. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમારું આધાર ચકાસવામાં આવશે અને તમારું આધાર તમારા રેશનકાર્ડ સાથે જોડવામાં આવશે.

તમે ઓફલાઇન પણ લિંક કરી શકો છો રેશનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. આ સિવાય તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ રેશનકાર્ડ કેન્દ્ર પર કરી શકાય છે.

ઘરે બેઠા રાશનકાર્ડ માટે અરજી કરી શકાય છે તમે તમારા લેપટોપ, સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટરથી ઘરે ઘરે ઓનલાઈન રેશનકાર્ડ માટે અરજી કરી શકો છો (Apply online for ration card). રેશનકાર્ડ બનાવવા માટે તમામ રાજ્યોની પોતાની એક ખાસ વેબસાઈટ છે. તમે જે રાજ્યમાં નિવાસી છો તેની વેબસાઈટની મુલાકાત લઈને તમે રેશનકાર્ડ માટે અરજી કરી શકો છો. કેટલાક રાજ્યોને બાદ કરતાં દેશભરમાં વન નેશન વન કાર્ડ યોજના અપનાવવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ રાજ્યનો વ્યક્તિ સસ્તા ભાવે આખા દેશમાં ક્યાંય પણ રેશન મેળવી શકશે.

આ પણ વાંચો :  1 ઓક્ટોબર પહેલા બેંક અને ટેક્સ સંબંધિત આ મહત્વના કામ પતાવી લો, સમય ચુકી ગયા પછી ભૂલ સુધારવા તમને નહીં મળે તક

આ પણ વાંચો : LIC IPO : ભારતીય જીવન વીમા નિગમનું લિસ્ટિંગ માર્ચ-જૂન 2022 દરમ્યાન લગભગ નિશ્ચિત! નાણાં મંત્રાલયે આપ્યા સંકેત

Follow Us
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
g clip-path="url(#clip0_868_265)">