હવે Aadhaar સંબંધિત દરેક કામ થયું સરળ, રાશન કાર્ડને આધાર સાથે કરો લિંક, જાણો પુરી પ્રોસેસ
મેરા રાશન એપની મદદથી રેશનકાર્ડ સંબંધિત મોટાભાગનું કામ મોબાઈલથી ઓનલાઈન કરી શકાય છે. તમારું રેશન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે પણ ચેક કરી શકાય છે, સાથે લિંક પણ કરી શકાય છે.
આધાર કાર્ડ (Aadhar card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં આધાર સાથે જોડાયેલી તમામ સેવાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેના કારણે તમામ કામ ઘરે બેસીને થઈ શકે છે. આધારકાર્ડની મદદથી રેશનકાર્ડના (ration card) ગ્રાહકોને સીધો ફાયદો મળી રહ્યો છે.
સબસિડીના પૈસા સીધા તેમના ખાતામાં જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ હજી સુધી બન્યું નથી અથવા જો તમે કંઈક અપડેટ કરવા માંગો છો તો આ કાર્યને વહેલી તકે પૂર્ણ કરો. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.
જો LPG ગેસ પર સબસિડીની જરૂર હોય તો આ લાભ આધારકાર્ડની મદદથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પણ ઉપલબ્ધ છે. આ અંતર્ગત સબસિડીના પૈસા સીધા તમારા ખાતામાં જમા થાય છે. જો તમારું બેંક ખાતું નથી ખુલ્યું તો આ કામ આધાર કાર્ડની મદદથી પણ કરી શકાય છે.
રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી
જો તમે મોદી સરકારની વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. અંત્યોદય અન્ન યોજનાનો લાભ પણ ત્યારે જ મળશે, જ્યારે તમારું રેશનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હશે.
#AzaadiKaAmritMahotsavअब आधार से जुड़ा काम हुआ आसान I आधार से राशन कार्ड उपभोक्ताओं को लाभ मिल रहा है और पैसा सीधे बैंक खातों में स्थानांतरित हो रहा है I आधार कार्ड के द्वारा आप भी बहुत सारे लाभ उठा सकते है I आज ही आधार कार्ड बनवाने या अपडेट करने के लिए आवेदन करें। pic.twitter.com/gpoUgLLagF
— Aadhaar (@UIDAI) January 4, 2022
આ રીતે આધારકાર્ડ ઓનલાઈન લિંક કરો
1. આ માટે પહેલા સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાઓ. 2. હવે તમે ‘Start Now’ પર ક્લિક કરો. 3. હવે અહીં તમારે તમારું સરનામું જિલ્લા રાજ્ય સાથે ભરવાનું રહેશે. 4. આ પછી ‘Ration Card Benefit’ ના વિકલ્પ પર ક્લિક કરો. 5. હવે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો. 6. વિગત ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. 7. હવે OTP ભર્યા પછી તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે. 8. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમારું આધાર ચકાસવામાં આવશે અને તમારું આધાર તમારા રેશનકાર્ડ સાથે જોડવામાં આવશે.