Surat : ઇન્ડોનેશિયામાં કોલસાની નિકાસ પર પ્રતિબંધ મુકાતા સ્થાનિક ઉદ્યોગો ચિંતિત
સુરતમાં એક પ્રોસેસરે જણાવ્યું છે કે “હાલમાં અમારી પાસે કોલસાનો પૂરતો સ્ટોક છે. પરંતુ જો 15 દિવસમાં પુરવઠો પૂર્વવત નહીં થાય તો મુશ્કેલી ઉભી થશે.
ઇન્ડોનેશિયાએ(Indonesia ) જાન્યુઆરીમાં કોલસાની(Coal ) નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી, કોલસાનો ઉપયોગ કરતા ઉદ્યોગો મુશ્કેલી અનુભવી રહ્યા છે. થર્મલ કોલસાના વિશ્વના સૌથી મોટા નિકાસકાર એવા ઇન્ડોનેશિયાએ તેના સ્થાનિક પાવર પ્લાન્ટ્સ માટે ઘટતા પુરવઠાની ચિંતાને કારણે આ ઇંધણની નિકાસ સ્થગિત કરી દીધી છે.
નિકાસનો પ્રતિબંધ પહેલાથી જ કોલસાની કિંમતો વધવા તરફ દોરી ગયો છે, ડોમેસ્ટિક અને આયાતી બંને કેટેગરીમાં – સ્થાનિક બજારોમાં કોલસાના કેલરીફિક મૂલ્યોના આધારે કોલસાની કિંમતો ટન દીઠ રૂ. 1,000-3,300 સુધી વધી રહી છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બંદરો પરથી દક્ષિણ ગુજરાતમાં વિવિધ ઉદ્યોગોને દરરોજ આશરે 40,000 ટન કોલસો સપ્લાય કરવામાં આવે છે.
જો કે, કોલસાનો ઉપયોગ કરતા ઉદ્યોગોએ દાવો કર્યો હતો કે તેમની પાસે બે અઠવાડિયા ચાલે એટલો ઇંધણનો સ્ટોક છે અને જો એક સપ્તાહમાં આ મુદ્દો ઉકેલાઈ જશે તો ભાવ વધારાથી તેમને કોઈ અસર થશે નહીં. કોલસાના વિક્રેતાઓએ વધુમાં દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં પુરવઠામાં અવરોધ આવશે કારણ કે ઇન્ડોનેશિયન કોલસાનો ઇંધણ તરીકે આ પ્રદેશમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.
“ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ લાગુ કર્યો તે દિવસે કિંમતો રૂ. 1,000 સુધી વધી ગઈ હતી. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સ્થાનિક બંદરો પરથી દૈનિક ધોરણે આશરે 40,000 ટન કોલસો સપ્લાય કરવામાં આવે છે,” દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ, સિમેન્ટ, સ્ટીલ, પેપર અને કેમિકલ જેવા ઉદ્યોગોમાં કોલસાનો ઉપયોગ મુખ્ય બળતણ તરીકે થાય છે. તેવું સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું.
સુરતમાં એક પ્રોસેસરે જણાવ્યું છે કે “હાલમાં અમારી પાસે કોલસાનો પૂરતો સ્ટોક છે. પરંતુ જો 15 દિવસમાં પુરવઠો પૂર્વવત નહીં થાય તો મુશ્કેલી ઉભી થશે. આગામી દિવસોમાં યોજાનારી કોલસા માઇનર્સ અને ઇન્ડોનેશિયાની સરકાર વચ્ચેની બેઠક કેટલાક સકારાત્મક પરિણામ આવશે તેવું લાગી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) ના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયન કોલસાના ભાવમાં ટન દીઠ રૂ. 3,300નો વધારો થયો છે. ગુણવત્તા પર આધાર રાખીને, પ્રતિબંધને કારણે છેલ્લા બે દિવસમાં ભાવમાં અચાનક વધારો થયો છે.ઈન્ડોનેશિયન કોલસા ઉપરાંત, ઉદ્યોગો ઓસ્ટ્રેલિયન અને ભારતીય કોલસાનો પણ ઉપયોગ કરે છે. ઈન્ડોનેશિયન કોલસાની સારી ગુણવત્તાને કારણે, ઈન્ડોનેશિયન ઉદ્યોગોમાં તેની ભારે ડિમાન્ડ છે.
આ પણ વાંચો : સંકટ સામે લડવા સુરત તૈયાર: જાણો કોરોનામાં ઓક્સિજનને લઈને તંત્ર દ્વારા શું કરવામાં આવી વ્યવસ્થા
આ પણ વાંચો : Special Story Surat: મંદિરોમાંથી ફૂલો એકત્ર કરવા પાછળ સુરતની આ છોકરીનો ઉદ્દેશ્ય જાણવા માગો છો તો વાંચો આ પોસ્ટ