AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ફોસિસના હાથમાંથી ગઈ 12000 કરોડ રૂપિયાથી વધુની મોટી ડીલ, શું અધિકારીએ અચાનક આપેલુ રાજીનામું છે મોટુ કારણ!

ઈન્ફોસિસે સ્ટોક માર્કેટની સાથે ડીલ કેન્સલ થવાની ડિટેલ આપી છે. ત્યારબાદ ગ્લોબલ કંપની અને ઈન્ફોસિસની વચ્ચે આ વર્ષે 14 સપ્ટેમ્બર 2023એ એમઓયુ સાઈન થયો હતો.

ઈન્ફોસિસના હાથમાંથી ગઈ 12000 કરોડ રૂપિયાથી વધુની મોટી ડીલ, શું અધિકારીએ અચાનક આપેલુ રાજીનામું છે મોટુ કારણ!
Infosys : ગ્લોબલ ક્લાયન્ટે 1.5 બિલિયન ડોલરના કરારને સમાપ્ત કર્યો છે જે લગભગ 15 વર્ષના સમયગાળા માટે હતો. કંપનીએ સપ્ટેમ્બરમાં આ માટે કરાર કર્યા હતા.Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2023 | 8:49 PM
Share

આઈટી કંપની ઈન્ફોસિસે 1.5 અરબ ડોલર (12,475 કરોડ)ની એક ડીલ કેન્સલ કરી દીધી છે. કંપની એક ગ્લોબલ કંપનીની સાથે આ ડીલ કરવાની હતી. તેને લઈ બંનેની વચ્ચે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર પણ થયા હતા પણ માસ્ટર એગ્રીમેન્ટ હવે નહીં થાય. આ સમાચાર એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે બે અઠવાડિયા પહેલા જ કંપનીના એક મોટા ઓફિસરે રાજીનામું આપ્યું છે.

ઈન્ફોસિસે સ્ટોક માર્કેટની સાથે ડીલ કેન્સલ થવાની ડિટેલ આપી છે. ત્યારબાદ ગ્લોબલ કંપની અને ઈન્ફોસિસની વચ્ચે આ વર્ષે 14 સપ્ટેમ્બર 2023એ એમઓયુ સાઈન થયો હતો. એક અહેવાલ મુજબ બંને કંપનીના એમઓયુ ફાઈનલ એગ્રીમેન્ટ સુધી પહોંચી શક્યા નથી. જો આ ડીલ થઈ હોતત તો આગામી 15 વર્ષમાં ઈન્ફોસિસને 12,475 કરોડ રૂપિયાનું રેવેન્યુ મળતું.

AIના ઉપયોગને લઈ થવાની હતી ડીલ

એમઓયુ મુજબ આ ડીલ હેઠળ ગ્લોબલ કંપની આગામી 15 વર્ષમાં ઈન્ફોસિસના પ્લેટફોર્મ અને એઆઈ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને પોતાના કસ્ટમર્સ માટે ડિજિટલ અનુભવને વધુ સારો બનાવવા પર કામ કરતી. જો કે ઈન્ફોસિસે ડીલ કેન્સલ થવાનું કારણ જણાવ્યું નથી અને ગ્લોબલ કંપનીનું નામ સાર્વજનિક કર્યુ છે.

CFOએ અચાનક આપ્યું હતું રાજીનામું

જો કે આ સમાચાર એટલે ચોંકાવનારા છે, કારણ કે આ ડીલના કેન્સલ થયાના બે અઠવાડિયા પહેલા જ ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નીલાંજન રોયે અચાનક રાજીનામું આપ્યું હતું. તે 6 વર્ષથી આ પદ પર હતા. ત્યારે આટલી મોટી ડીલ કેન્સલ થવી મોટી વાત છે. ત્યારે એક ઈશારો એ તરફ પણ છે કે ભારતનો આઈટી બિઝનેસ સતત પડકારોનો સામનો કરી રહ્યો છે, જો કે ઈન્ફોસિસનો જુલાઈ-સપ્ટેમ્બરનો ત્રિમાસિક ચોખ્ખો નફો 3.17 ટકા વધીને 6,212 કરોડ રૂપિયા રહ્યો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">