AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં ચલણમાં રહેલ 2000ની 85 ટકા નોટ બેંકમાં જમા થઈ, હજુ 1.41 લાખ કરોડની નોટ બાકી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાના નિર્ણયના એક મહિનામાં લોકો પાસે ચલણમાં રહેલ કુલ રૂ. 3.62 લાખ કરોડની નોટમાંથી માત્ર બે તૃતીયાંશ એટલે કે, રૂ. 2.41 લાખ કરોડથી વધુની ચલણી નોટ બેંકોમાં પાછી આવી છે.

ભારતમાં ચલણમાં રહેલ 2000ની 85 ટકા નોટ બેંકમાં જમા થઈ, હજુ 1.41 લાખ કરોડની નોટ બાકી
Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 5:36 PM
Share

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાના નિર્ણયને એક મહિનાનો સમય થઈ ગયો છે. આ સમયગાળામાં કુલ રૂ. 3.62 લાખ કરોડની ચલણી નોટમાંથી રૂ. 2.41 લાખ કરોડથી વધુની રકમની 2000ની ચલણી નોટ બેંકમાંથી પાછી આવી છે એટલે કે, બે તૃતીયાંશ ચલણી નોટ પરત આવી છે. તેમણે એમ પણ કહ્યું કે હવે જે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવામાં આવી રહી છે, તેનાથી અર્થતંત્ર પર કોઈ વિપરીત અસર નહીં થાય.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગત 19 મેના રોજ અચાનક રૂ. 2000ની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. લોકોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટ જમા કરાવવા અથવા અન્ય મૂલ્યની નોટો માટે બદલી લેવા માટે કહેવામાં આવ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ, માર્ચ 2023 માં, કુલ 3.62 લાખ કરોડ રૂપિયાની નોટો 2,000 રૂપિયાની હતી.

દાસે કહ્યું, “ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાના નિર્ણય પછી, કુલ રૂ. 3.62 લાખ કરોડમાંથી બે તૃતીયાંશથી વધુ એટલે કે રૂ. 2.41 લાખ કરોડથી વધુ, બેન્કોમાં પાછી આવી છે.” તેમણે એમ પણ કહ્યું કે 2000ની આશરે 85 ટકા નોટ બેંક ખાતામાં જમા સ્વરૂપે પાછી આવી છે. અગાઉ, 8 જૂને નાણાકીય નીતિ સમીક્ષા પછી, દાસે કહ્યું હતું કે 1.8 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો પાછી આવી છે. હાલમાં ચલણમાં રહેલી કુલ રૂ. 2,000ની નોટોના આ લગભગ 50 ટકા છે. તેમાંથી, આશરે 85 ટકા બેંક શાખાઓમાં જમા કરવામાં આવી હતી, જ્યારે બાકીની અન્ય મૂલ્યોની નોટો માટે બદલી કરવામાં આવી હતી.

ભારતમાં ચલણમાંથી 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવાથી અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે કે નહી તે અંગે વિશે પૂછવામાં આવતા, શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “હું તમને સ્પષ્ટપણે કહી શકું છું કે, હવે જે 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવામાં આવી રહી છે, તેના કારણે અર્થવ્યવસ્થા પર કોઈ પ્રતિકૂળ અસર થવાની નથી.” રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયથી અર્થતંત્ર ઉપર કોઈ વિપરીત અસર પણ થશે નહીં.

એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંકના રૂ. 2,000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયથી, 2000ની નોટ વપરાશમાં ઝડપ આવી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 6.5 ટકાથી વધુ વધી શકે છે. રિપોર્ટ અનુસાર, “અમે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અસરને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 8.1 ટકા રહેવાની અપેક્ષા રાખીએ છીએ. આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અંદાજની પુષ્ટિ કરે છે કે, નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી વૃદ્ધિદર 6.5 ટકાનો આરબીઆઈએ સેવેલા અંદાજ કરતાં વધુ હોઈ શકે છે.

રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દાસે કહ્યું, “જ્યારે 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે તેને આર્થિક વૃદ્ધિ સાથે કોઈ લેવાદેવા ન હતી. આ નિર્ણયનું પરિણામ જે આવે તે પછીથી જાણવા મળશે.” પરંતુ એક વાત હું કરી શકું છું. તમને સ્પષ્ટપણે જણાવી દઈએ કે હવે જે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવામાં આવી રહી છે તેનાથી અર્થવ્યવસ્થા પર કોઈ વિપરીત અસર નહીં થાય. હજુ કેટલું સકારાત્મક પરિણામ આવે છે તે તો પછી ખબર પડશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">