7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી પગાર વધારાની ભેટ મળશે,જાણો કેટલો વધશે પગાર

7th pay commission: સરકાર બીજા અર્ધવાર્ષિક ગાળા માટે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારાને મંજૂરી આપી છે. આ વખતે ઓગસ્ટમાં જાહેરાત થવાની ધારણા છે.  સાતમા પગાર પંચની ભલામણો અનુસાર DA અને DR માં વર્ષમાં બે વાર વધારો થાય છે.

7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી પગાર વધારાની ભેટ મળશે,જાણો કેટલો વધશે પગાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 1:08 PM

7th pay commission: કેન્દ્ર સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આપી શકે છે. સરકારે તાજેતરમાં કર્મચારીઓ અને પેન્શનરોના DA/DRમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. હવે એવા સૂત્રો જણાવી રહ્યા છે કે સરકાર આ વર્ષના બીજા છ મહિનામાં પણ DA માં ચાર ટકાનો વધારો કરી શકે છે. સરકારે જાન્યુઆરીથી જુલાઈ 2023ના પ્રથમ છ મહિનામાં ડીએ અને ડીઆરમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. કર્મચારીઓને આશા છે કે સરકાર જુલાઈમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવો જોઈએ. જો આ મુજબ વધુ ચાર ટકાનો વધારો કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનું DA 42 ટકાથી વધીને 46 ટકા થઈ જશે.

 વર્ષમાં બે વાર  DA ની સમીક્ષા થાય છે

સરકાર બીજા અર્ધવાર્ષિક ગાળા માટે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારાને મંજૂરી આપી છે. આ વખતે ઓગસ્ટમાં જાહેરાત થવાની ધારણા છે.  સાતમા પગાર પંચની ભલામણો અનુસાર DA અને DR માં વર્ષમાં બે વાર વધારો થાય છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ચાર ટકાનો વધારો થયો છે. આ લાભએ સરકારી કર્મચારીઓના પગાર માળખાનો એક ભાગ છે. મોંઘવારી દરને જોતા કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે.

આ પણ  વાંચો : Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 52140 રૂપિયા,રોકાણ કરવું જોઈએ કે વેચાણ? જાણો નિષ્ણાંતોનું મંતવ્ય

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પગારમાં કેટલો વધારો થશે?

જો કેન્દ્રીય કર્મચારીઓનો DA 46 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવે છે  તો કર્મચારીઓનો પગાર વધશે. ગણતરી કરીએતો ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 42 ટકા મુજબ ગણતરી કરીએ તો DA 7560 રૂપિયા થાય છે. બીજી બાજુ જો ડીએ બીજા છ મહિનામાં વધીને 46 ટકા કરવામાં આવે   તો તે 8,280 રૂપિયા થઈ જાય છે. એટલે કે પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો મળશે.

શું સરકાર ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે?

કર્મચારીઓના પગારમાં સારો વધારો મળશે કારણ કે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મૂળ પગારમાં સુધારો થઈ રહ્યો છે. આગામી વર્ષોમાં સરકાર 7મા પગાર પંચને નાબૂદ કરી ગણતરી માટે નવી ફોર્મ્યુલા રજૂ કરી શકે છે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">