આ સપ્તાહે ડોલર સામે રૂપિયામાં 63 પૈસાનો ઉછાળો નોંધાયો, જાણો કેવું રહેશે રૂપિયાનું ભવિષ્ય

|

Mar 19, 2022 | 12:51 PM

સાપ્તાહિક આધાર પર ડોલરની સરખામણીએ રૂપિયો 63 પૈસા સુધર્યો છે. 24મી ડિસેમ્બર પછી રૂપિયાએ સાપ્તાહિકમાં શ્રેષ્ઠ વધારો નોંધાવ્યો છે.

આ સપ્તાહે ડોલર સામે રૂપિયામાં 63 પૈસાનો ઉછાળો નોંધાયો, જાણો કેવું રહેશે રૂપિયાનું ભવિષ્ય
doller VS rupee (symbolic image )

Follow us on

આખરે યુએસ ફેડરલ રિઝર્વે (US Federal reserves) આ અઠવાડિયે યોજાયેલી બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. 16 માર્ચે, ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.25 ટકા (Interest rate hikes) વધારો કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે રેકોર્ડ ફુગાવાની (Inflation) વચ્ચે આ વર્ષે ફેડરલ વ્યાજ દરમાં સાત વખત વધારો કરી શકે છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ ડોલરની નબળાઈ અને સ્થાનિક શેરબજારમાં તેજી વચ્ચે ગુરુવારે રૂપિયો યુએસ ચલણ સામે 37 પૈસા વધીને 75.84 થયો હતો. સાપ્તાહિક આધાર પર ડોલરની સરખામણીએ રૂપિયો 63 પૈસા સુધર્યો છે. 24મી ડિસેમ્બર પછી રૂપિયાએ સાપ્તાહિક શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.

આ અઠવાડિયે ડૉલર ઈન્ડેક્સ 98.21 પર બંધ થયો છે. સાપ્તાહિક ધોરણે તેમાં 0.91 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 16મી માર્ચે FOMCની બેઠકમાં વ્યાજદર અંગે લેવાયેલા નિર્ણયને કારણે ડૉલર ઈન્ડેક્સ 0.45 ટકા અને 17 માર્ચે 0.66 ટકા ઘટ્યો હતો. ફેડરલ મીટિંગ પહેલા ડોલર ઈન્ડેક્સ 99.06ના સ્તરે હતો. આ ઈન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે. ફેડના નિર્ણય બાદ ડૉલર દબાણ હેઠળ છે.

કાચા તેલમાં સ્થિરતાની અસર

HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે ડૉલર ઈન્ડેક્સમાં નબળાઈ, જોખમમાં સુધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો વચ્ચે રૂપિયાએ 24 ડિસેમ્બર પછીનો શ્રેષ્ઠ સાપ્તાહિક લાભ નોંધાવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ક્રૂડ ઓઈલ 108 ડોલર

આ અઠવાડિયે ક્રૂડ ઓઈલ 108 ડોલર પ્રતિ બેરલના સ્તર પર બંધ થયું છે. રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 139 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે. ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રુડની આયાત કરે છે. આવી સ્થિતિમાં કાચા તેલની કિંમતો પર મોટી અસર કરે છે.

રૂપિયો બે સપ્તાહની ટોચે પહોંચ્યો

ICICI ડાયરેક્ટરનું કહેવું છે કે આ અઠવાડિયે ડોલર સામે રૂપિયો બે સપ્તાહના ઉચ્ચ સ્તરે બંધ થયો છે. લાંબા સમય બાદ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં પુનરાગમન કર્યું છે. વિદેશી સંસ્થાઓના રોકાણકારોએ ભારતીય બજારમાં પુનરાગમન કર્યું છે અને 312 કરોડની ખરીદી કરી છે. ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે ડોલર સામે રૂપિયો 77.33ના રેકોર્ડ સ્તરે સરકી ગયો હતો.

આ પણ વાંચો : ગીતાના પાઠ અભ્યાસમાં દાખલ કરવા મુદ્દે રાજકારણ તેજ, મદ્રેસામાં કેમ કુરાન ભણાવાય છે તે સવાલ ઉઠાવી જુઓ: પરષોત્તમ રૂપાલા

આ પણ વાંચો :Surat : તાપમાનનો પારો ઊંચે જતા લીંબુના ભાવ પણ રોકેટ ગતિએ વધ્યા

Next Article