દેશમાં આગામી મહિને શરૂ થઈ શકે છે 5જી સેવાઓ, ટેલિકોમ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આપ્યું નિવેદન

|

Aug 08, 2022 | 4:29 PM

ટેલિકોમ રાજ્ય મંત્રીએ કહ્યું છે કે લગભગ એક મહિનામાં દેશમાં 5G મોબાઈલ સેવાઓ શરૂ થશે, જેની તમામ ક્ષેત્રોના વિકાસ પર સકારાત્મક અસર પડશે. એક 6G ટેક્નોલોજી ઈનોવેશન ગ્રૂપ પણ સ્થાપવામાં આવ્યું છે, જે સ્વદેશી 6G સ્ટેકના વિકાસ તરફ કામ કરી રહ્યું છે.

દેશમાં આગામી મહિને શરૂ થઈ શકે છે 5જી સેવાઓ, ટેલિકોમ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આપ્યું નિવેદન
Image Credit source: File Image

Follow us on

ટેલિકોમ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે (Devusinh Chauhan) સોમવારે કહ્યું કે દેશમાં લગભગ એક મહિનામાં 5G સેવાઓ શરૂ થઈ શકે છે. દેવુસિંહ ચૌહાણે એશિયા અને ઓશેનિયા ક્ષેત્ર માટે ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના પ્રાદેશિક માનકીકરણ ફોરમ (RSF)ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતી વખતે આ આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારત આ વર્ષના અંત સુધીમાં 5G સેવાઓ માટે સ્વદેશી રીતે વિકસિત અને ઉત્પાદિત 5G ટેલિકોમ ગિયર તૈનાત કરી શકે છે.

6G તરફ કામ ચાલુ છે: ટેલિકોમ રાજ્ય મંત્રી

ટેલિકોમ રાજ્ય મંત્રીએ કહ્યું છે કે લગભગ એક મહિનામાં દેશમાં 5G મોબાઈલ સેવાઓ શરૂ થશે, જેની તમામ ક્ષેત્રોના વિકાસ પર સકારાત્મક અસર પડશે. એક 6G ટેક્નોલોજી ઈનોવેશન ગ્રૂપ પણ સ્થાપવામાં આવ્યું છે, જે સ્વદેશી 6G સ્ટેકના વિકાસ તરફ કામ કરી રહ્યું છે.

ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલ, વિકસિત અને ઉત્પાદિત અદ્યતન ટેલિકોમ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહી છે અને તેના કારણે આજે ભારતમાં એક મજબૂત સ્થાનિક 5G મોબાઈલ કોમ્યુનિકેશન ઈકોસિસ્ટમ બની છે. મંત્રીએ કહ્યું કે તેઓએ સંપૂર્ણ સ્વદેશી 5G ટેસ્ટ બેડ વિકસાવી છે, જે 5G નેટવર્ક તત્વોના પરીક્ષણને સરળ બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં 5G નેટવર્કનો અમલ કરવા માટે અમે વર્ષના અંત સુધીમાં સ્વદેશી રીતે 5G સ્ટેક તૈયાર અને ઉત્પાદિત કરીએ તેવી શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સરકારની નીતિઓને કારણે ટેલિકોમ સેક્ટરમાં વૃદ્ધિ: ટેલિકોમ રાજ્ય મંત્રી

મંત્રીએ કહ્યું કે ભારતીય ટેલિકોમ માર્કેટમાં વૃદ્ધિ મોદી સરકારની માર્કેટ ફ્રેન્ડલી નીતિઓને કારણે છે. ચૌહાણે કહ્યું કે તેમણે ટેલિકોમ સેક્ટરમાં અનેક માળખાકીય અને પ્રક્રિયાગત સુધારાઓ શરૂ કર્યા છે. આ સુધારાઓએ ટેલિકોમ ઉદ્યોગ માટે ખૂબ જ સકારાત્મક અને આગળ દેખાતું વાતાવરણ ઊભું કર્યું છે. તેમણે કહ્યું કે આના પરિણામે, ભારતમાં તાજેતરની 5G સ્પેક્ટ્રમની હરાજીમાં US $ 20 બિલિયન (રૂ. 1.5 લાખ કરોડ)ની બિડ પ્રાપ્ત થઈ છે.

ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય એન્જિનિયરોએ 5G ધોરણોનો સમૂહ વિકસાવ્યો છે, જે ગ્રામીણ વિસ્તારોમાં 5G નેટવર્કના પ્રસારને સરળ બનાવશે. તમને જણાવી દઈએ કે 5G સેવા આખા દેશમાં એક સાથે ઉપલબ્ધ નહીં હોય કારણ કે જ્યાં પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, ત્યાં આ સેવા શરૂ થશે. આ યાદીમાં દેશના 13 મોટા શહેરના નામ છે.

Next Article