4 બેંકોએ FDના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો શું છે નવા દર

|

Sep 06, 2022 | 7:26 PM

ચાર બેંકોએ 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે, આ બેંકોમાં કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, કર્ણાટક બેંક અને સિટી યુનિયન બેંકના નામ મુખ્ય છે.

4 બેંકોએ FDના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો શું છે નવા દર
Bank FD interest rate hiked

Follow us on

રેપો રેટમાં વધારા સાથે, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ કોઈને કોઈ બેંક એફડીના દરમાં વધારો કરી રહી છે. આ ક્રમમાં ચાર બેંકોના નામ છે જેમના FD રેટમાં વધારો થયો છે. આ બેંકોમાં કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, કર્ણાટક બેંક અને સિટી યુનિયન બેંકના નામ મુખ્ય છે. આ ચાર બેંકોએ 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે.

1-કરુર વ્યાસ બેંક

ફેરફાર પછી, કરુર વૈશ્ય બેંક 7 થી 30 દિવસમાં પાકતી FD પર 4% વ્યાજ આપી રહી છે. 31 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 5.25 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે, 46 થી 90 દિવસમાં પાકતી FD પર પણ 5.25 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, કરુર વૈશ્ય બેંક પણ 91 થી 120 દિવસમાં પાકતી FD પર 5.5% વ્યાજ આપી રહી છે. 120 થી 180 દિવસની FD પર વ્યાજ દર 5.50 ટકા છે.

181 દિવસથી 270 દિવસની એફડી પર 5.75 ટકા વ્યાજ અને 181થી 270 દિવસની એફડી પર 5.90 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એકથી 2 વર્ષની એફડી પર 6.10 ટકા અને 2થી 3 વર્ષની એફડી પર સમાન વ્યાજ આપવામાં આવી રહ્યું છે. નવા દરો 1 સપ્ટેમ્બર, 2022થી લાગુ થશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

2-કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંક 390 દિવસથી 23 મહિનામાં પાકતી FD પર 6% વ્યાજ ઓફર કરે છે. નવા દરો 6 સપ્ટેમ્બર, 2022થી લાગુ થશે. 23 મહિનાથી લઈને 2 વર્ષથી ઓછીની FD પર 6.10 ટકા વ્યાજ આપવામાં આવે છે. 2 થી 10 વર્ષની એફડી પર 6 ટકા અને 23 મહિનાથી 2 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 6.10 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછીની FD પર 6% વ્યાજ, 3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષથી ઓછી FD પર 6%, 4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછી FD પર 6% વ્યાજ મળે છે.

3-સિટી યુનિયન બેંક

સિટી યુનિયન બેંકે 2 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. ફેરફાર બાદ સિટી યુનિયન બેંક તેના સામાન્ય ગ્રાહકોને 4 થી 6 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને 4 થી 6.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. નવા દરો 1 સપ્ટેમ્બર, 2022થી લાગુ થશે. 400 દિવસની FD પર 5.60 ટકા, 700 દિવસની FD પર 5.75 ટકા, 3 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી FD પર 5.60 ટકા અને ટેક્સ સેવર FD પર 6% વ્યાજ મળી રહ્યું છે.

4-કર્ણાટક બેંક

કર્ણાટક બેંકે રૂ. 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજદરમાં વધારો કર્યો છે. એક વર્ષમાં પાકતી FD પર વ્યાજનો નવો દર 6.20 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6.60 ટકા હશે. નવા દરો 1 સપ્ટેમ્બર, 2022થી લાગુ થશે. એક વર્ષની FD પર 5.20 ટકા વ્યાજ, એક વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછા સમયગાળાની FD પર 5.50 ટકા, 2 થી 5 વર્ષની FD પર 5.65 ટકા, 5 વર્ષથી વધુ અને 10 વર્ષથી વધુ સમયની FD પર 5.70 ટકા વ્યાજ.

Next Article