આ બેંકોએ તમારી થાપણો પર વધાર્યું વ્યાજ, જાણો બચત અને ફિક્સ્ડ ડિપોઝિટ પરના નવીનતમ વ્યાજ દરો

જાહેર ક્ષેત્રની બે બેંકોએ બચત ખાતા (savings accounts) અને ફિક્સ ડિપોઝીટ (fixed deposits) પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. નવા વ્યાજ દર 16 જૂનથી લાગુ થયા.

આ બેંકોએ તમારી થાપણો પર વધાર્યું વ્યાજ, જાણો બચત અને ફિક્સ્ડ ડિપોઝિટ પરના નવીનતમ વ્યાજ દરો
FD interest Rate (Symbolic Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jun 17, 2022 | 6:37 PM

બેંક ઓફ બરોડાએ થાપણો પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર બેંકે (Bank of Baroda) બચત ખાતા માટે વ્યાજ દરમાં 5-10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 15 જૂનથી લાગુ કરવામાં આવ્યા છે. હવે 1 લાખ સુધીની મૂડી પર 2.75 ટકા વ્યાજ મળશે. 1 લાખથી 100 કરોડની ઓછી રકમ પર વ્યાજ દર 2.75 ટકા, 100-200 કરોડ માટે વ્યાજ દર 2.90 ટકા, 200-500 કરોડ માટે વ્યાજ દર 3.05 ટકા, 500-1000 કરોડ સુધી 3.35 ટકા અને 1000 કરોડથી વધુની થાપણો પર વ્યાજ દર 3.35 ટકા છે.

બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ માટેના વ્યાજ દરમાં પણ સુધારા કર્યા છે. બેંક હવે ટર્મ ડિપોઝિટ પર લઘુત્તમ 2.80 ટકા અને મહત્તમ 5.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 2 કરોડથી ઓછી થાપણો પર 7-14 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ માટે 2.80 ટકાનો વ્યાજ દર, 15-45 દિવસ માટે 2.80 ટકા, 46-90 દિવસ માટે 3.70 ટકા, 91-180 દિવસો માટે વ્યાજ દર 3.70 ટકા, 181-270 દિવસો માટે વ્યાજ દર 4.30 ટકા, 271 દિવસથી 1 વર્ષથી ઓછા સમય માટે વ્યાજ દર 4.40 ટકા, 1 વર્ષ માટે 5 ટકા, 1 વર્ષથી વધુ અને 400 દિવસ માટે 5.45 ટકા, 400 થી વધુ દિવસો અને 2 વર્ષ માટે 5.45 ટકા, 2-3 વર્ષ માટે 5.50 ટકા, 3-5 વર્ષ માટે 5.35 ટકા, 5-10 વર્ષ માટે 5.35 ટકા અને 10 વર્ષથી વધુની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દર ઘટાડીને 5.10 ટકા કરવામાં આવ્યો છે.

વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે

વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારાનો લાભ આપવામાં આવ્યો છે. રેસિડેંટ સિનિયર સિટીઝન માટે, ટર્મ ડિપોઝિટ પર લઘુત્તમ વ્યાજ દર વધારીને 3.30 ટકા અને મહત્તમ વ્યાજ દર 6 ટકા કરવામાં આવ્યો છે. હાલમાં જ રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ત્યારથી બેંકોએ જમા થયેલી મૂડી પર વ્યાજ દર વધારવાનું શરૂ કર્યું છે. આ સિવાય ધિરાણના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

યુનિયન બેંકે પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે

જાહેર ક્ષેત્રની અન્ય એક બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. યુનિયન બેંકે 16 જૂનથી ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 2 કરોડથી ઓછી મુદતની થાપણો પર હવે 7-14 દિવસ માટે વ્યાજ દર 3 ટકા છે. 15-30 અને 31-45 દિવસ માટે વ્યાજ દર પણ 3% છે.

ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર

46-90 દિવસ માટે વ્યાજ દર 4.05 ટકા, 91-180 દિવસો માટે વ્યાજ દર 4.10 ટકા, 181 દિવસથી 1 વર્ષથી ઓછા સમય માટે 4.60 ટકા, 1 વર્ષ માટે 5.35 ટકા, 1 વર્ષથી વધુ 2 વર્ષ સુધીનો વ્યાજ દર 5.45 ટકા, 2 વર્ષથી વધુ 3 વર્ષ સુધી 5.50 ટકા, 3 વર્ષથી વધુ માટે, 3 વર્ષ 14 દિવસ માટે, વ્યાજ દર 5.75 ટકા અને 5 વર્ષ માટે 5.75 ટકા છે. 5 થી 10 વર્ષ માટે વ્યાજ દર 5.80 ટકા છે.

બચત ખાતા પર વ્યાજ દરો

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો છે જે 16 જૂનથી લાગુ થશે. બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, બચત ખાતામાં 50 લાખ સુધીની જમા રકમ પર વ્યાજ દર 2.75 ટકા, 50 લાખથી 100 કરોડ સુધી 2.90 ટકા, 100 કરોડથી 500 કરોડ 3.10 ટકા, 500 કરોડથી 1000 કરોડ 3.40 ટકા અને 1000 કરોડથી વધુની થાપણો પર 3.55 ટકાના દરે વ્યાજ મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati